સ્મૃતિઓ હવે ટપાલી લાવ્યો
ગણગણતી શાંત મુંગી પંક્તિઓ વચ્ચે
મધપુડામાં. ટૌકો તમારો.
નીરવ શાંતિ
સભામાં; ભાષણના
ખખડે શબ્દો.
મર્યા,તો કહે પક્ષ પલ્ટાની
‘પાટલી બદલી’આ મોસમ ખીલી, સુની
મૃત્યુ પક્ષમાં. પડી પાટલી.
નદી ભરાય
એટલું લૈને પાણી
વાદળી ઉડે.
બપોરિયાનું ફટાકડાનું
તેજ મથે ઢાંકવા તડતડ સંગીત
સુર્ય પ્રકાશ. ધુમાડો ગાય.
દીવાળી કાજે વર્ષા,જલથી
ચાંદની શરદની નવડાવે ધરાને
ધૉળતી ભીંતો. શારદ, દૂધે.
ગાડીમાંથી…
ઘડિયાળના વિશ્વ દોડતું-
સેકંડ-કાંટે કાળ, (સ્થિર જે.)લાગે: હું જ
હાંફતો દોડે. સ્થિર,(જે દોડું!)
===000===
Filed under: અણુકાવ્યો
ઓછા શબ્દોમાં વિચાર, ભાવ કે માત્ર રસ પણ પ્રગટ કરવો સરળ નથી જ. અભિનંદન!
… હરીશ દવે અમદાવાદ
very nice
ghana ja saras haaiku
haji vadhu lakho
mazaa avi gayi
Very nice haaikuo….
ખુબ સુંદર કાવ્યો. મને હાઇકુ એ ખુબ અઘરો કાવ્ય પ્રકાર લાગે છે. ૧૭ શબ્દોમાં માત્ર પોતાની વાત કહેવાની નથી હોતી પણ એક ચિત્ર ઊભુ કરવાનુ હોય છે. અણુકાવ્યો નો ઇંતેજાર રહેશે.
અણુકાવ્યો તો એને મેં કહ્યાં છે, હકીકતે જાપાનમાંથી આપણે ત્યાં અવતરેલાં આ મોંમાં મમળાવ્યાં જ કરીએ એવાં હાઇકુ ત્યાંની ચીત્ર-લીપીનાં જ જાણે પ્રતીનીધી જેવાં છે! ત્યાંની ચીત્ર-લીપીમાં એક ચીત્રનો એક અર્થ હોય છે; એ જ રીતે હાઇકુ દ્વારા એક જ લસરકે ઉભું કરી દીધેલું એક ચીત્રાંકન અચાનક જ ફુટી નીકળતા વાંસના કૉંટાની જેમ એક વીચારને પ્રગટાવી દે છે! એ અઘરો છતાં ફાવે તો બહુ જ મઝાનો કાવ્ય-પ્રકાર છે. આપણે સૌએ આ માધ્યમ દ્વારા ભાષાની આ બધી મજા લુંટતાં જ રહેવું રહ્યું.
ચોક્કસ, એ તો મળતાં જ રહેશે ! જુ.
સરસ વાત છે કાકા…
સરસ હાઇકુ…
અભિનંદન…