કારતીકીને માગશરને પોષ થથરે
આંગણે નવું વર્ષ ; તાપણે ટાઢ રમે ગરમાવો ગોદડે
રંગોળી ખુશ સૂરજ મૂંગો. તારલા ટાઢા.
માઘ વાગોળે ફાગણ ખેલે
હુંફાળી સ્મૃતિ, શોકે બુલ્બુલ કરે જાણ
ખરે પાંદડાં. કેસૂડો ધગે.
ચૈત્રને આંબે ચૈત્રને સોંપી વસંત વીત્યે
કેસરિયાં શમણાં ટ્ હૌકો, વસંત પોઢે કોયલ ઘુંટે રાગ
મંજરી સેવે. ફૂલ-સાથરે. મરસિયાનો.
વસંત વીતી, આંબે મંજરી
લાલ આંખો નીતારી વસંતની અવેજી
ખાખરો રડે. ભરવા મથે.
વસંતવ્યથા વૈશાખી ઝૂલે વૈશાખી ધૂણે
ભૂલવા મથે આંબો આંબા ડાળે, રાગિણી આકાશે વંટોળિયો
મંજરી મ્હેંકે. કોયલ છેડે. આંબો ટ્ હૌકે.
જેઠ ઊજવે જેઠ-ઉત્સવ
ગુલમ્હોરી ઉત્સવ ગુલમહોર–આંબે
આંબાની ‘સાખે’. કોયલ સાક્ષી.
જેઠ ઊકળે; ચીંટિયો ભર્યો સંદેશો આવ્યો
આમ્રકુંજે કોયલ કેરીના ગાલે ગ્રીષ્મે; આષાઢી; ગગડીને
સાંત્વના રેલે. કોયલ ગાંડી. વાદળાં વાંચે.
પહેલી વર્ષા ભાદરવાના
આભધરા મિલન ચોક્ખા આભે ચાંદલો
માટી ગહેંકી. રાજ ભોગવે.
વર્ષાએ દીધો ઈશ્વરે દીધી કોડિયાં મથે
લીલો વૈભવ ;ચાંદો અજવાળી અમાસ અંધારાં ઉલેચવા
રાતરખોપે. આસો લાડકી. વર્ષભરનાં.
–જુગલકિશોર.
Filed under: અણુકાવ્યો
બારમાસી કાવ્ય મહેકી ઉઠે છે. ખૂબ ખીલેલું કાવ્ય.હૃદસ્પર્શી જાય તેવું છે.
તમારી કોમેન્ટ મને ફરીવાર ત્યાં લઈ ગઈ. મને એ ઋતુઓ બદ્ધી જ બદ્ધી બહુ ગમે છે. આપણે કેવાં ભાગ્યશાળી છીએ ! દરેક ઋતુ એના ચારેય મહીનાઓમાં આપણા માટે કેટકેટલું કરતી રહે છે ! એમાંય પલાશ, મંજરી, કોયલનો પંચમસ્વર, ગરમાળો, કેરીના ગાલ ઉપરની લાલી, મેઘગર્જના,ધરતીની સોડમ, વરસાદનો રાતભર જગાડતો રહેતો એઅકધારો ગંભીર રાગ, શરદનો ચન્દ્ર ને દીવાળીનાં કોડિયાં !! આંખે ઝાકળબીંદુ લાવી દીધાં આ બધાં સગલાંઓએ ! તમારો ખૂબ આભાર, બહેન ! મારું મોસાળ આ બધાંની વચ્ચે જ ક્યાંક હશે. જુગલકિશોર.