[આપણામાંનાં ઘણાંખરાં પાસે જોડણી કોશ નહીં હોય એમ માનીને, (અલબત્ત કોશ પુરો પાડવાની તો શક્તી નથી પણ જોડણીના નીયમો તો સૌને વહેંચી જ શકીશ એમ માનીને), સૌને ઉપયોગી એવી આ ખુબ જ ઉપયોગી સામગ્રી પીરસી રહ્યો છું. સૌ આનો યથાશક્તી ઉપયોગ કરી શકશે એ એકમાત્ર આશા સાથે સાદર કરું છું. ]
————————————–
નિયમ 1 થી 7.
1] સંસ્કૃતના તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની.
2] ભાષામાં તત્સમ તથા તદ્ભવ બંને રૂપો પ્રચલિત હોય તો બંને સ્વીકારવાં. ઉદા. કઠિન-કઠણ; રાત્રિ-રાત;દશ-દસ; કાલ-કાળ; નહિ-નહીં; હૂબહૂ-આબેહૂબ; ફર્શ-ફરસ.
3] જે વ્યંજનાન્ત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લેતા હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ. [આ નિયમ અંગ્રેજી, ફારસી, અરબી વગેરે ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે.]
4] પશ્ચાત્, કિંચિત્, અર્થાત્, ક્વચિત્, એવા શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઉદા. કિંચિત્કર; પશ્ચાત્તાપ. [આવા અવ્યયો પછી જ્યારે 'જ' આવે ત્યારે તેમને
વ્યંજનાન્ત ન લખવાં. ઉદા. ક્વચિત જ.]
5] અરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન વાપરવાં. ઉદા. ખિદમત, વિઝિટ, નજર.
6] ‘એ’ તથા ‘ઓ’ના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ. પરંતુ અંગ્રેજી શબ્દોના ’એ”ઓ’ના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે,તે દર્શાવવા ઊંધી માત્રાનો ઉપયોગ કરવો.ઉદા.કૉફી,ઑગસ્ટ,કૉલમ.
7] અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ.[નોંધ: શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકો વાપરી શકાય. ઉદા. અંત-અન્ત; દંડ-દણ્ડ; સાંત-સાન્ત; બૅંક-બૅન્ક.
————————————————————-
કુલ 33 માંના બાકીના હપ્તે હપ્તે હવે પછી.
Filed under: જોડણી અંગે
ખુબ જ અગત્યની માહીતી આજે પીરસી જુ.કાકા! દરેક્ને માટે ઉપયોગી. દરેક નીયમોનું પૃથક્કરણ કરવું ગમશે.
ખૂબ ઉપયોગી અને સરસ માહિતી… તમારી મહેનતને ખરેખર સલામ જુકાકા!
khub j sundar… amaara jeva gujarat thi ane gujarati thi dur vaselaao ne fari ek vaar maatrubhasha na vyakaran no swad yaad apaavavaa badal khub khub dhanyawaad
યે તો અભી ઝાંકી હૈ; વાક્યરચના સીખનેકા બાકી હૈ !!
આના પછી વાક્યરચનામાં આવતી મોટી મોટી ભુલો શી રીતે નીવારી શકાય તે પણ જોઈશું. પ્રત્યયો લગાડવાનું સાવ સહેલું છે તે પણ આમાં જાણીશું.
તમારા પ્રતીભાવ બદલ આભાર.
thanks you so much jukaka, its really appriciated
thank you so much jukaka, its really approcoated
નેટ પરના તમામ બ્લૉગર્સના ટોળાંની વચ્ચે આપ અલગ તરી આવો છો. જોડણીના આ નિયમો ઘણા અટપટા પણ છે. તત્સમ અને તદભવ શબ્દો અલગ તારવવા પણ અઘરા છે. આ નિયમો લખ્યા પછી નીચે ફૂદડી મૂકીને થોડો અર્થ-વિસ્તાર કરવાની જહેમત ઊઠાવી શકાશે તો સોનામાં સુગંધ ભળશે. ઊંઝા જોડણીના સમર્થક હોવા છતાં આપ સાર્થ ગુજરાતી જોડણીકોશના નિયમો યથાવત્ જોડણી સહિત અહીં લાવ્યા છો એ બદલ ઊંઝાનો વિરોધી હોવા છતાં હું સાચા દિલથી તમને આવકારું છું…
… જોડણીના નિયમોની ક્લિષ્ટતા બતાવીને આડકતરી રીતે ઊંઝાનો પ્રચાર કરવાની ચેષ્ટા અહીં ‘ટ્રોયના ઘોડા’ની પેઠે હોવાની શક્યતા હું નકારતો નથી… પણ વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવતા ઊંઝા જોડણીના પ્રચારનો હું વિરોધી નથી જ નથી…
આપનો આ પ્રયાસ બંને વર્ગ માટે આવકાર્ય અને સ્વીકાર્ય છે એમ હું માનું છું… આનાથી બંને વર્ગોને અને એટલે સરવાળે આપણી ભાષાને જ લાભ છે… એટલે આપને ફરી એકવાર હૃદયપૂર્વકના અભિનંદન અને સલામ !
‘બ્લૉગર્સના ટોળાં’નું કોઈ ખોટું અર્થઘટન ન કરે… એમાં હું પણ સામેલ છું…
તમારી વાતનો જડબેસલાક રદીયો હું આ રીતે આપીશ:
મારી ઉપર આપેલી કોમેન્ટ વાંચો. હજી તો વાક્યરચનાની ભુલો સુધારવાનું પણ આવશે !! એમાં તમે ઉંઝાનો ટ્રૉઝન શી રીતે જોશો ?! મને કહેવા દો કે ઉંઝા નીમીત્તે જ મને ભાષાનું કામ કરતો અટકાવવા કેટલાકે ઉંઝાનો પગારદાર કહ્યો છે ! મને એ પણ પુછવા દો કે મારી જેમ ભાષાની ભુલો બતાવવાનું અને એને સુધારવાનું આજ સુધી ક્યાં અને કેટલું થયું ??? એને માટે સમયના દ્વાર કોણે ખુલ્લાં મુક્યા/રાખ્યાં ?
ટ્રૉઝન તો સૌના હૈયામાં જ હણહણતો હોય છે.ભાષા માટે ટ્રૉઝન નહીં તમારી જેવા નીવડેલા અને હીંમતવાન યુવાનોએ આગળ આવીને આજે અહીં મને પોરસાવ્યો એમ હીંમતપુર્વક પોરસાવવા જોઈએ. કોથળામાં પાંચશેરી મારનારાઓએ જ મને મારા બ્લોગ પરથી કોમેન્ટ્સ રદ કરવા મજબુર કર્યો હતો….
હવે પછી જોજો, કે ભાષાસુધારણામાં એકલી જોડણીબાઈ જ નથી હોતાં. આપણાં સૌનાં લખાણોમાંથી શોધી શોધીને (નામ આપ્યાં વગર) વાક્યરચનાની ભુલો બતાવવાની અને એ ભુલોનાં કારણો ચર્ચવાની ખ્વાહીશ છે.કોઈને માઠું પણ ન લાગે છતાં સાચાં વાક્યો લખી શકીએ એવી લાંબી યોજના છે. આશા રાખું છું કે હવે પછી મારી આ પ્રવૃત્તીને પોરસાવાય નહીં તો કાંઈ નહીં, પણ દબાવી દેવામાં ન આવે.
તમારા જેવાની આમાં જરુર પડશે.ગાળો મળી ત્યારે આડો હાથ દેવા કોઈ નહોતું આવ્યું (બે-ચાર અપવાદો સીવાય) પણ હવે જે શરુ થઈ રહ્યું તેમાં તો મદદની જરુર જરુરથી પડવાની છે. અને ત્યારે કસોટી મારી નથી થવાની, કોથળામાં મારનારની અને આઘે ઉભા તમાશો જોઈ રહેનારાંની થવાની છે !
હા, ‘જોડણીના નિયમો’ની ફુદડી મુકીને સ્પષ્ટતા કરવામાં અનેક તકલીફો હોઈ પ્રાથમીક તબક્કે એ હું નહીં કરું. સૌનો રસ અને ઉત્સાહ જોઈને અને તે પણ એમાં ટ્રોઝન જોવામાં ન આવે તો જ એ કરી શકીશ.
સૌનો આભાર.
ઊંઝા-ટ્રોઝનની બાબતમાં આટલું બધું ઉછળીને જડબેસલાક રદિયો આપવાની વાત જ ડો.વિવેકે રજૂ કરેલી શંકાનુ સમર્થન કરે છે. અને આપની તણખા ઉપર મુકાયેલી કોમેંટ (નીચે મુજબ)થી મૂળ આશય દીવા જેવો ચોખ્ખો નજરે પડે છે.
જોડણીના નિયમ જણાવવાનું કામ હાથ પર લીધું એ માટે ધન્યવાદ. આ કામની સહુ કદર કરે જ છે- ચાહે ઊંઝાના સમર્થકો કે વિરોધીઓ. પણ આ કામ ઊંઝા-ટ્રોઝન નથી એ આટલા જોરથી સાબિત કરવાથી એ શંકા બહુ મજબૂત બને છે કે આ કામ ઊંઝા-ટ્રોઝન છે. આપના બ્લૉગ વાંચતા દરેકને મૂળ આશયની ખબર છે એટલે ઊંઝા-ટ્રોઝનથી કોઈ આઘાત પામવાનું નથી.
———-
આપની તણખા ઉપર મુકાયેલી કોમેંટ
————
કેટલીક સ્પષ્ટતા :
1] આ સુધારાને ક્યારેય કોઈએ ઠોકી બેસાડવાની વાત કરી હોય કે દુરાગ્રહ કર્યો હોય એવું તો છે જ નહીં; લોકશાહીમાં એ શક્ય પણ નથી.
2] 1999માં ભરાઈ તે ગુજ.સા.પરીષદ નહીં પણ ગુજ.ભાષા પરીષદ. આ એક સ્વૈચ્છીક સંસ્થા છે.એના ઠરાવો સ્વીકારવાનું કોઈને માટે બંધનકર્તા ન હોઈ શકે. સરકાર એને ન સ્વીકારે તો પણ સંસ્થા આ કાર્યને સમજાવવા માગે છે. એને કોઈ ન સ્વીકારે તો પણ સમજાવવાનું કામ એણે બંધ કરવું પડે એટલી હદે એના પ્રત્યે અસહીષ્ણુતા દાખવવી તે પણ લોકશાહીમાં યોગ્ય ન ગણાય.
3] સરકારે જોડણી સુધાર કમીટી સ્વ.કે.કા.શાસ્ત્રીજીની રાહબરી નીચે નીમી હતી. એમણે જે સુધારા સુચવ્યા તે સરકારે સ્વીકારી લીધા પછી પણ એનો અમલ ખુદ સરકારી પરીપત્રોમાંય ન થયો ! બીજી બાજુ સાર્થ જોડણીકોશની જોડણી સર્વસ્વીકૃત હોવા છતાં સરકારી અધીકારીઓ, એમના પરીપત્રો. સરકારી પ્રકાશનો, સરકારી ગ્રાંન્ટ લેતાં પ્રકાશનો-સામયીકો, છાપાંઓ, ટી.વી. લેખકો-સાહીત્યકારો, અરે,ગુજરાતીના શીક્ષકો-પ્રોફેસરો (!) વગેરે સૌ સાર્થ જોડણીના નીયમો પુરેપુરા પાળીને જોડણી કરતાં જ નથી ! ( પ્રુફ રીડરોની સેવાઓ ન લો તો કેટલા સાહીત્યકારોની જોડણી શુદ્ધ છે તે જાણવા મળે !આઘાતજનક બાબતો બહાર આવી જાય !) એટલે આ સંસ્થાનો ઠરાવ કોઈ સરકાર ક્યારે સ્વીકારશે તેની રાહ તે જોવા તૈયાર નથી. પણ તે સંસ્થા આગ્રહ કે હઠાગ્રહ પણ કરવા માગતી નથી એટલું એનું જમા પાસું ગણી શકાય ?
4] આપણાં બાળકોને આપણે એવું કહી શકીશું કે આજ સુધી ( સરસ્વતીચન્દ્રના લેખક અને પંડીત યુગના પુરોગામી એવા ગોવર્ધંરામ ત્રીપાઠીએ એક જ ઈ-ઉ વાપરવાની ભલામણ કરી ત્યારથી માંડીને આજ સુધી ) અમે જે શીખ્યા હતા તેમાં કેટલીક ક્ષતીઓ હતી એટલે તમે હવે વધુ સાચી જોડણી શીખો ?! (ગુજરાતી શીક્ષકોને આજે પણ એવું શીખવાય છે કે આપણી બારાખડીમાં એક જ ઈ અને એક જ ઉ છે.તે વાત કોઈ યદ કરતું નથી. એવી રીતે…
5] સાર્થ જોડણીકોશનો સૌથી પહેલો જ નીયમ છે કે તત્સમ શબ્દો(મુળભાષાનો, ત્યાંથી આવેલો શબ્દ)ની જોડણી જેમની તેમ(યથાવત્)રાખવી. આ એક જ નીયમ જાણીએ તો એનો અર્થ એ થાય કે સંસ્કૃતમાંથી આવેલા શબ્દની જોડણી યથાવત રાખવા માટે સંસ્કૃતના નીયમો પણ આપણે જાણવાપડે. એ શક્ય છે ?! ગુજરાતીના ય યાદ રહેતા નથી ત્યાં સંસ્કૃતનાય ?! આવું ન કરીએ તો નાપાસ થવાય.અંગ્રેજીના પોતાના નીયમો છે. બહારથી આવનારા શબ્દોની જોડણી અંગે એ ભાષાનો અભીગમ શું છે ?
6] મરાઠી ભાષાએ વર્ષો પહેલાં બધા જ સંસ્કૃત શબ્દોની છેડે આવતા હ્રસ્વને દીર્ઘ બનાવી દીધા છે ! એને કારણે કોઈ બીજી ભાષાના સ્પેલીંગ-સૅટને કોઈ તકલીફ પડી નથી,પડી શકે ય નહીં. સંસ્કૃતનું ક્યાંય કોઈને અપમાન લાગ્યું નથી.ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી અહીં સુધી પાંચ પેઢીએ પહોંચી છે. વચ્ચેના ગાળામાં અનેક ફેરફારો થયા છે, જેમાં આ એક ઈ, એક ઉ નો સુધારો પણ સદીઓ સુધી ચાલ્યો જ હતો !! સાર્થ જોડણીકોશે એને ફરી માથે મુકી દીધો. એ અંગે આપણે ધ્યાન પણ ન દોરી શકીએ શું ?! આટલી બધી બીક ? કોઈ ફક્ત ધ્યાન દોરવા જ માગતું હોય તો તેને અસહીષ્ણુ બનીને નીંદવું કે વખોડવું તે કેટલું વાજબી ?
આપણે આ ચર્ચાને કેવળ અને કેવળ બૌધીક બાબત ગણીએ તો ?
આપ સૌને એક વીનંતી કરી શકું ? સાર્થ જોડણીકોશના 32 નીયમો 32 વખત વાંચી જુઓ !! ત્યાર પછી પણ જો આપને સૌને એમાં બધું બરાબર લાગે તો કહો. આ આખી યોજના બંધ કરાવી શકાય !
ક્યાંય પણ વીવેકભંગ થઓ હોય તો આગોતરી ક્ષમાયાચના કરી લઉં છું.
Comment by Jugalkishor — June 4, 2007 @ 9:39 am
ALL IS NICE AS LONG AS ONE CAN UNDERSTAND GUJARATI ON THESE BLOGS .
ONE CAN READ ANY JODANI OR UNZA IS FINE..
BUT, THOSE FEW WHO ARE VYAKRANACHARYA AND BHASHA NISHSHNAT READ THEY WILL BE LOST AND LAUGHFING ! IF NOT FIGHTING.
વંદનીય જુગલકાકા,
તમારી ‘જોડણીના નિયમો’ વાળી આ પોસ્ટ મારે માટે ખુબ જ ઉપયોગી થઈ પડશે. જોડણીના નિયમોને હું બૂલી ગયો છું ત્યારે ગુજરાતી શબ્દકોશ પાસે રાખીને હું લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ આપણાં ગુજરાતમાં થી જ ધીમે ધીમે (ક્દાચ ઝડપથી) ઓછો થવા માંડ્યો છે ત્યારે કઈ રીતે ત્યાંની શાળાઓમાં ફરી એ પ્રેમને આપણે જીવંત રાખવાનો પ્રયત્ન કરી શકાય એ પણ અગત્યનું છે.આ જે જ એક નવો જ દાખલ થયેલો ગુજરાતી વિદ્યાર્થિ મને મળવા આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે એને ગુજરાતી લખતાં કે વાંચતાં જરા પણ આવડતું ન હતું. આ વર્ષે લગભગ ૧૫ ગુજરાતી વિદ્યાર્થિઓ ને હું અહીં મળ્યો. બધાં જ નવાં નવાં ભારતથી આવેલાં અને કોઈને પણ ગુજરાતી પ્રત્યે લગાવ હોય એવું જણાયું નહિ. અહીંની યુનિવર્સિટી ઓફ પેન્સીલવેનિયાની લાયબ્રેરીમાં ઘણાં બધાં પુસ્તકો છે. લખતાં ઘણું જ દુ:ખ થાય છે કે આપણાં જ વિદ્યાર્થિઓ લાયબ્રેરીમાં આવશે, જોહન ગ્રીશમનાં પુસ્તકો વાંચવાં લઈ જશે, પણ ગુજરાતી વિભાગના પુસ્તકો એમ ને એમ પડી રહ્યાં છે. નાના ગામડાઓમાં ક્દાચ કોમ્પયુટરની સુવિધા ન હોય પણ મારાં મત પ્રમાણે ‘બ્લોગ્સ’ ભૂલકાઓને ગુજરાતી શીખવાડવામાં ઘણુ મદદરૂપ થઈ પડશે.જોડણી પણ શીખવાડી શકાશે. તમારા જેવા અસંખ્ય પ્રમાણિક પ્રયત્નોની જરૂર છે. બે-ત્રણ દિવસ પર ‘શેષ-વિશેષ’ કાર્યક્રમમાં એક શિક્ષક જોડણી વિષયક જ્ઞાન વિધ્યાર્થિઓને આપી રહ્યાં હતાં એ જોઈ ને પણ ખુબ આનંદ થયો.
આપણાં સૌના ગુરુ તરીકે તમને શત શત પ્રણામ.
જય
પ્રિય જુગલભાઈ,
મને ડર હતો કે ઊંઝા-જોડણીના અન્ય ચાહકો મારી ઘેંટાવાળી વાતનો અનર્થ કાઢશે એટલે તરત જ વળતી કૉમેન્ટે જ મેં ‘હું પણ એમાંનો જ એક છું’ એમ કહી સ્પષ્ટતા કરી. મારી આખી કૉમેન્ટ ધ્યાનપૂર્વક વાંચશો તો એમાં ક્યાંય આપના પરત્વે દ્વેષભાવ નથી કે નથી ઊંઝા-જોડણી વિશે એકેય અઘટિત શબ્દ… આપને હૃદયપૂર્વકના અભિનંદન અને સલામ આપવા જ હું તો માંગતો હતો… તટસ્થતાપૂર્વક એમાં રહેલું ભયસ્થાન બતાવવાની ભૂલ કરી બેઠો. આપના આ સરાહનીય કાર્યમાં મારી કૉમેન્ટના કારણે વિવાદની બિનજરૂરી આગ ભભૂકી ઊઠી એ માટે મને દુઃખ થાય છે. પણ સૌથી મોટું દુઃખ મને એ વાતનું થયું, શ્રી જુગલભાઈ, કે આપે આખી વાતનું ખોટું અર્થઘટન કર્યું અને આટલો જોરથી -બૂમ પાડવાની કક્ષાએ- રદિયો આપવાની જરૂરત સમજી લીધી…
આપ જે કાર્ય કરો છો એ સાચે જ પ્રશંસનીય છે… પણ આપને મનદુઃખ થયેલું લાગે છે એટલે માફી માંગીને હું આ ચર્ચામાંથી નિવૃત્ત થાઉં છું અને ફરીથી આપના બ્લૉગ પર પ્રતિભાવ આપવાથી દૂર રહીશ…
વિવેકભાઈ,
તમે મારી કોમેંટને બરાબર વાંચી નથી ! આ વાક્ય એમાંનું જ છે, જુઓ :
“તમારી જેવા નીવડેલા અને હીંમતવાન યુવાનોએ આગળ આવીને આજે અહીં મને પોરસાવ્યો એમ હીંમતપુર્વક પોરસાવવા જોઈએ. કોથળામાં પાંચશેરી મારનારાઓએ જ મને મારા બ્લોગ પરથી કોમેન્ટ્સ રદ કરવા મજબુર કર્યો હતો….” (અહીં આપોઆપ તમને અલગ તારવીને તમારી વાતનું વજન બતાવ્યું છે.)
તમે લખો છો કે ઉંઝાના ચાહકો ઉંધો અર્થ તમારાં લખાણનો લેશે…પણ તમે જુઓ કે ઉંધો અર્થ લેનારા ઉંઝા-તરફી કોઈ નથી. ( હું આ શબ્દોને જ માન્ય કરતો નથી-”તરફી અને વીરોધી”.એ કંઈક અસુયા જગાવનારા શબ્દો છે.)
મહત્ત્વની વાત તો એ છે કે મેં જડબેસલાક કહ્યું તેનો અર્થ ઉછળી ઉછળીને એવો થતો જ નથી. આ જ તો તકલીફ છે, લોકોને લખતાં તો શું વાંચતાંય આવડતું નથી ને વચ્ચે કુદી પડે છે !(જુઓ અન્ય કોમેન્ટ્સ.) તમે જોઈ શક્યા હશો (જોડણીકોશમાં) કે આ શબ્દનો અર્થ ‘મક્કમ’એવો થાય છે !! તમારી વાતમાં બધી જ સારી વાતો છે પણ એમાં રહેલી તટસ્થ વાતને મેં એક ભયસ્થાન તરીકે ગણીને મારી વાતને મક્કમ રુપે મુકી અને કહ્યું કે પાંચશેરી મારનારાઓની સામે મારે તમારા જેવા સ્પષ્ટ લખનારાની અને જરુર પડ્યે આડો હાથ રાખનારાની જરુર પડશે. આખી કોમેન્ટમાં મેં તમારી વાતનું ઓછું મુલ્ય આંક્યું જ નથી.( આ મારી વાતને પણ કોઈ ટેકો આપનાર હશે ?!!)
એટલે આમ આઘા થઈ જવાનું તમારા જેવા શબ્દને સશક્ત રીતે પ્રયોજી જાણનારાઓએ નહીં કરવું જોઈએ. તમે “હું કોમેન્ટ નહીં લખું” એમ કહીને આઘા થઈ જાવ તે આ સમગ્ર બ્લોગ જગતની ખોટ ગણાય.
ગાળો કેવી કેવી લખાઈ રહી છે !! આપણે તો એની સામેય લડવાનું છે, ઉંઝા કે એવી અત્યંત સાધારણ બાબતો સામે નહીં. કોઈ ગમે તેમ લખે, ગમે તે જોડણીમાં લખે, અરે, મોટાભાગનાંઓ લખે છે તેવી અ-જોડણી કે ન-જોડણીમાંય ભલેને લખે ! કોઈનેય સાચી (સાર્થની) જોડણી ક્યાં આવડે છે ?! આ લોકશાહીમાં ઘણું ખોટું થઈ રહ્યું છે. સંસ્કૃતીના કપડાં ફાડવાવાળાં આજના યુવાનો, આજના રાજકારણીઓ, ગુરુઓ, ‘ભાઈ’ઓ વગેરે સંસ્કૃતીનાં છાજીયાં લે છે ને લેવડાઅવે છે, આપણે એની સામે તો થઈ શકવાનાં નથી.
આપણે તો, વિવેકભાઈ, ભાષાને અને સાહેત્યને, શબ્દને અને અર્થને ‘પામવાનાં’છે. તમે એમાં ઘણા આગળ નીકળી/નીવડી ચુક્યા છો !! આ જ તો મારી તમને શબ્દાંજલી છે. રીસાવાનું,ખીજાવાનું/આઘા જતા રહેવાનું તમને હવે ન જ કરવા દેવાય. છાવણી ભલે સામસામી હોય, શબ્દને તો મારે ને તમારે સાથે જ સેવવાનો છે,હો !
ઝાઝું લખ્યું થોડું (ઘનીષ્ટ)કરી વાંચજો.
અમે સૌ બ્લોગરો આપણા અંગત સમયનો ભોગ આપીને આપણા બ્લોગો પર સામગ્રી પીરસવાનું કાર્ય કરીએ છીએ. અમારા બધાની વચ્ચે ભાષા વીજ્ઞાનના ના જ્ઞાની તમે એકલા જ છો .
આ કાર્ય સૌને જરુર ઉપયોગી થશે જ.
‘વીરોધીઓ અને તરફીઓ’ એવા ભેદ ભુલી, સૌ બ્લોગો પર મુકાતી રચનાઓના સત્વ પર જ ધ્યાન રાખે તો આ ભેદ ભુલાતા જશે અને ભ્રાતૃભાવ પોસાશે.
જુગલભાઈ,
આપની વાતો સર-આંખો પર…
મળતા રહીશું, શબ્દના રસ્તે…
શબ્દને રસ્તે હવે મળતાં રહીશું,
શબ્દ છે, કૈં કેટલું રળતા રહીશું !
-જુ.
તમારો અનુસ્વાર પરનો લેખ વાંચ્યો પણ હજી મને અનુસ્વારની સાચી જ્ગ્યાએ મૂકવામાં ખૂબ તકલીફ પડે છે. ચારે બાજુ બધાં જુદી જુદી રીતે લખે છે.
તમારાં ઉપરના વાક્યમાં’મળતાં’માં અનુસ્વાર છે પણ ‘રળતા’માં નથી એવું કેમ?
એ ભુલ જ છે. ક્રીયાનું ચાલુ હોવું અનુસ્વાર લાવે છે. રળતાં જ જોઈએ. ધ્યાન ખેંચવા બદલ આભાર.
અનુસ્વાર પણ વીદ્યાર્થીઓના માર્ક્સ કપાવવામાં મોટો ફાળો આપે છે. એને સમજવાનું બહુ અઘરું નથી. ચીવટ પુર્વક વાચનથી આવી બાબતો યાદ રહી જાય છે. મહાવરો જ સાચો ઉપાય છે.
khub j rasprad charcha thai gai comments ma.
khub j upayogi niyamo
aabhar
આભાર જુ.ભાઇ
જુગલકાકા
ગઈ કાલે જ તમારી આ શ્રેણી જોઈ, ડો. વિવેક ના વિચારો જાણીને દુ:ખ થયુ, બાકી આ ઊંઝા-ટ્રોઝન (શિવાંસ) અને અનુસ્વાર (એમ.એમ.પટેલ) એ બંન્ને તો પાણીના દેડકા છે, એ શું વિચારે છે એનાથી કોઈ ને ફરક નથી પડતો.
શુદ્ધિનો ઠેકો લઈને બેઠી હતી
એ જમાત આખી શરાબી નીકળી
અમૃત ઘાયલ
ડૉ. વિવેકની વાત સા…ધારણ બાબતે જરા જુદી ફંટાતી હોય એવો ભ્રમ ઉભો કરે છે; એમણે પોતે જ આ અંગે તરત જ જણાવી દીધું છે એટલે એમની વાતની ગેરસમજ કરવા જેવી નથી લાગતી. મેં પણ ‘જડબેસલાક’ શબ્દ વાપર્યો તેથીય ગેરસમજ તો થઈ જ !!
પ્રદ્યુમ્નભાઈ, આપનો પરીચય આજે જ થયો. આ રીતે મળતાં રહેવા આમંત્રણ છે. મારા અન્ય બ્લોગ્સ પણ જોઈ જશો. તમારો ખુબ આભાર.
FIRST
ONE NEEDS TO LEARN TO LISTEN,SPEAK AND ATTEMPT TO WRITE.
ONE NEEDS UNIFORM RULE.
GUJARATI IS VERY EASY IF,WE KNOW IT FIRST.
AND KNOWING REQUIER WISDOM AND TIME.
શ્રી જુગલભાઈ,
જોડણી અને અનુસ્વારના નિયમોને બ્લૉગ પર લઈ આવવાની આપની મહેનતને પ્રણામ.
નિયમો જાણ્યાં પછી કોઈપણ બાબત વધારે સરળ થઈ જાય છે.
આપનો આભાર.
એક વાત શ્રીમાન પ્રધ્યુમનસિંહ માટે,
નામ બદલીને લખવાની તમારા જેવી મારી આદત નથી.
કોઈના વિચારો જાણીને તમને દુઃખ થયું એ જાણી આશ્ચર્ય થયું, તો તમારા વિચારો બાબતમાં પણ તમારે જ વિચાર કરવો પડે.
જુગલકાકા
જોયુ ને સાંપને બખોલમાંથી બહાર કેમ કાઢ્યો, સિવાંસભાઈ કેવા ઠેકડો દેતાક બહાર આવ્યા !! હજી ઓલો એમ્.એમ્.પટેલીયો પણ બખોલમાંથી બહાર આવશે.
એલા ભાઈ સિવાંસ, તુ પહેલાથી જ તારુ નામ લખી દે તો હો તો શું વાંધો છે, અહિયા બધા જાણે કે કોણ ક્યાં છે, કોણ કાળા કામ કરનારા છે, ને કોણ સજ્જન છે.