સહપાઠીઓ, આ કોઠો જ આપણને મુગ્ધ બનાવી મુકનારો મેં કહ્યો હતો ! એને જરા ઝીણવટથી જોઈને યાદ રાખવા પ્રયત્ન કરશો તો મઝા પડશે.
સૌથી પ્રથમ જોઈએ તો આ પાંચ પાંચ અક્ષરોની પાંચેય આડી લાઈનો જીભની અને હોઠની અટકાયતને કારણે ઉચ્ચારાતા વ્યંજનોની છે જે આપણે જોઈ ગયાં છીએ. હવાની અટકાયત જ્યાં જ્યાં થાય છે તે સ્થાનના નામ પ્રમાણે તે તે અક્ષરોને ઓળખવામાં આવે છે.
પરંતુ ઉભી લાઈનો જે છે તે દરેક ઉભી લાઈનમાં આવેલા અક્ષરોના કુલ ત્રણ પ્રકારો બતાવે છે.
પ્રથમ બે ઉભી લાઈનો અઘોષ અક્ષરોની છે જેને આપણે બોલ્ડ કર્યા નથી. બીજી બે લાઈનો સ-ઘોષ અક્ષરોની છે જે બોલ્ડ અક્ષરોમાં છે. આ થયો પ્રથમ પ્રકાર. ઘોષ અને અઘોષ અક્ષરોનો.
બીજો પ્રકાર છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ અક્ષરોનો. બંને ઉભાં ખાનાંમાં [ઘોષ ખાનું અને અઘોષ ખાનું] પ્રથમ ઉભી લીટી કે જે ઈટાલીક અક્ષરોમાં છે તે અલ્પપ્રાણ અક્ષરોની છે જ્યારે બીજી ઉભી લીટીના અક્ષરો કે જે ઈટાલીકમાં નથી. આ બંને મુખ્ય ખાનાંઓમાંની બન્ને પ્રથમ લાઈનોનો રંગ એક સરખો છે વાદળી છે જ્યારે બીજી બન્નેનો રંગ લાલ રંગનો છે.
આ કોઠાનો ત્રીજો પ્રકાર અનુસ્વારોનો છે જેને વીષે આત્યારે વાત કરવાની નથી.
અઘોષ – સઘોષ અક્ષરો :
એ જ રીતે હવે એક નવી રમત કરી જુઓ : અઘોષ-સઘોષ બન્ને ખાનાંઓમાની એક જ રંગની આડી લાઈનમાંથી કોઈપણ અલ્પપ્રાણ વીભાગના અક્ષરને ઉચ્ચારો દા.ત. પ્રથમ આડી લાઈનમાંનો અલ્પપ્રાણનો ક ઉચ્ચારો. હવે ક ને જ ઉચ્ચારવાનો છે પરંતુ આ વખતે ક ને ઉચ્ચારતી વખતે ગળામાંથી હવા [પ્રાણ]ને વધુ જોરથી ફેંકવાની છે.
યાદ રાખો કે બોલવાનો તો છે ફક્ત ક ! પરંતુ પહેલી વાર સાધારણ હવા ફેંકવાની છે જ્યારે બીજી વાર હવા જોરથી ફેંકવાની છે !! એ જ રીતે ચ નો ઉચ્ચાર કરી જુઓ. એક વાર ઓછી હવા ફેંકો અને બીજી વાર વધુ અને જોરથી હવા ફેંકતાં જ ચ નો ઉચ્ચાર કરો.
તમે ગમે તેટલી કોશીશ કરશો તો પણ વધુ હવા ફેંકતી વખતે તમે ક કે ચ બોલી જ નહીં શકો !! હવા વધુ ફેંકતાં જ ક નો ખ થઈ જશે અને ચ નો છ થઈ જ જશે !!! આ છે મહાપ્રાણનો જાદુ !
અહીં હું અટકું છું. પણ આ પાંચેય આડી-ઉભી લાઈનો શા માટે ગોઠવાઈ છે ?! શા માટે ક પછી ખ ને મુક્યો છે, અને ચ પછી છ ને જ મુક્યો છે ?! ક અને ગ ની તથા ખ અને ઘ ની વચ્ચે શું સંબંધ છે ?!
*******=======*******
Filed under: વ્યાકરણ
કાકા, ભારે રમત આદરી છે.
અલ્પપ્રાણ ‘ક’ને મહાપ્રાણ રીતે બોલવા જતા ‘ખ’ બોલાય છે.
અલ્પપ્રાણ ‘ચ’ને મહાપ્રાણ રીતે બોલવા જતા ‘છ’ નો ઉચ્ચાર નીકળે છે.
ટુંકમાં, અઘોષ જુથમાં ‘ક’ અને ‘ખ’ પ્રાણ-જોડકા છે. એમ જ, ‘ચ’ અને ‘છ’ સઘોષ જુથમાં પ્રાણ-જોડકા છે.
અઘોષ ‘ક’ને સઘોષ રીતે બોલવા જતા ‘ગ’નો ઉચ્ચાર નીકળે છે.
અઘોષ ‘ખ’ને સઘોષ રીતે બોલવા જતા ‘ઘ’નો ઉચ્ચાર નીકળે છે.
ટુંકમાં, અલ્પપ્રાણ જુથમાં ‘ક’ અને ‘ગ’ ઘોષ-જોડકા છે. એમ જ, ‘ખ’ અને ‘ઘ’ મહાપ્રાણ જુથમાં ઘોષ-જોડકા છે.
ખૂબ સુંદર !
બીજા લેખ પર કૉમેન્ટ શક્ય કેમ નથી?
ઘણી વાત એવી છે જે કદી ભણવામાં આવી જ નથી અને કોઈ શિક્ષકે કદી શીખવી જ નથી…
વાહ જુકાકા
આ ક્લાસમાં થોડો મોડો પડ્યો પણ મઝા પડી હો !
જુ.કાકા,
શાળામાં તો અમે પણ નથી શીખ્યા પણ
મમ્મી શિક્ષક એનો આટલો ફાયદો કે
અમે ઘરે શીખેલા અને ભૂલી પણ ગયેલાં
આજે ઘણી મજા આવી ફરીથી શીખીને ……!!
શિક્ષકોને પણ શીખવા મળે એવી નેટ પર ઉપલબ્ધ શ્રી જુગલકીશોરજીની વિદ્યા પ્રસાદી.જે શીશૂ વયે ના જાણવા સમજવા મળેલ ,તે આપે આપી ગ્યાનમાં વધારો કર્યો.
રમેશ પટેલ(આકાશદીપ)
sar sar sar par sadhar anusar ka ka var dhar maher kare