આ દિલાંજલી !
–જુગલકીશોર
૧
આદિલ ગયા –
ભરચોમાસે કોરી
નદીએ રેત.
૨
આદિલ ગયા –
નગર મૌન; શબ્દો
ગઝલે દ્રવે.
૩
વતન માટે
રચી ગઝલો; હવે
‘વતન’ વાટે !!
૪
આદિલ ગયા
ગઝલે ભીનાં સૌનાં
આ દિલ, રહ્યાં !!
૫
કબર પર
ફુલોમાં ગઝલના
મહેકે શબ્દો.
Filed under: અણુકાવ્યો
–જુગલકીશોર
Filed under: અણુકાવ્યો
Aanathi moti anjli koi hoi shake..!!
‘આદિલ’નું ઊંઝાકરણ ન કર્યું તે સૌથી મોટી અંજલી
Vasant ma pan fulo na chehra utri gaya hashe,
kadach tara j rang-rup ni vaat thayi hashe!
– Adil Mansuri
Respected Jugalkishorbhai,
Salute for Aa-Dilanjali – Shashank Tripathi
સુંદર ગઝલ
શ્રી આદિલ સાહેબને ભાવપૂર્વક શ્રદ્ધાંજલી
કવિ અને શાયરો, આ મુશાયરો છોડી ચાલ્યા
શબ્દો સદા તમ ગૂંજશે, સાથીઓ ના હૈયામાં
દર્શન અને સ્પર્શન તમારા હવે કદિ થાય ના
ગીત,ગઝલ ને શાયરીઓ ગુંજશે અમ હ્રદયોમાં
જવાનું નક્કી હતુ ને, હોંશિયાર હરદમ રહ્યાં
શ્વાસે શ્વાસે નામ સ્મરીને, મરીને પણ તરી ગયા
આદિલસાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ…
આદિલ ગયા,
કવિ શાયરો,
મુશાયરો છોડી.
કબર પર
ફુલોમાં ગઝલના
મહેકે શબ્દો.
વતન માટે
રચી ગઝલો; હવે
‘વતન’ વાટે !!
કબર પર
ફુલોમાં ગઝલના
મહેકે શબ્દો.
DILTHI SALAM
Ramesh Patel(Aakashdeep)