કલમાગ્નીના તણખા !

દલીત–જનવાદી રચનાઓની પ્રસાદી

(નયામાર્ગ તા. ૧, ૧૧, ૦૯ના અંકમાંથી સાભાર)

*************************************************

ધાર હોય છે


તેના રચેલ શબ્દને આકાર હોય છે

આ વેદના ભલેને નીરાકાર હોય છે.

તેને   નકારનાર  નકારે   ઉજાસને

સમતા સમાનતા વીના અંધાર હોય છે.

મુક્કી નથી ઉગામતા તો માર હોય છે

સંઘર્ષ એ જ આપણો આધાર હોય છે

હારી નથી જવાના ચરણ થાકવા છતાં

પ્રત્યેક શ્વાસમાં નવો રણકાર હોય છે

ને એટલે તો કોઈ નીરાધારમાં નથી

સૌને ક્ષીતીજ પારનો આધાર હોય છે

– એ.કે.ડોડીયા.

*****

તાળું

ન સાંકળ ચડાવી અને માર્યું તાળું,

ક્ષીતીજથી ક્ષીતીજ એમ વીસ્તાર્યું તાળું !

અવીશ્વાસ પરણ્યો નરી લાલસાને,

પુરા દીવસે એક અવતાર્યું તાળું  !

વગર આંકડાની રકમ એક ધારો !

તમે એમ બોલ્યા ને મેં ધાર્યું તાળું !

ઝરુખેથી બોલ્યા – પધારો, પધારો !

હતું બારણે કીંતુ અણધાર્યું તાળું !

મને મેં જ ચહેરાનો પર્યાય પુછ્યો !

વીચારોને અંતે મેં ઉચ્ચાર્યું – તાળું !

તમે જોડણીદોષને ‘ખ્વાબ’, જીવ્યા !

તમે તો ઉધાર્યું, ન ઉધ્ધાર્યું તાળું !

મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’

*****

हमारा

गला हमारा, गाना उनका

पेट  हमारा, खाना उनका

सडक हमारी, कारें उनकी

संसद में  सरकारें उनकी

अक्षय जैन

****************************

ચાલો અંધકાર મીટાવી દઈએ આપણે

ખરી   દીવાળી  મનાવીએ   આપણે !

***

ઈસુને ખીલા જડેલા છે,

છતાં લોકોને મળેલા છે.

અરે ! ખીલા તો શું આ લોકો

દુનીયા આખીને નડેલા છે !

***

આજ નહીં તો કાલ એકતાના તારે બંધાવું પડશે,

સંગઠીત  થઈ  અતુટ  સાંકળે  ગુંથાવું   પડશે.

– માનસીંહ ચાવડા. (‘હવે તો જાગો !’માંથી)

One Response

  1. આ તણખા પેટાવી શકે છે અંતરપ્રેરણા અને બદલાવી શકે છે બહારની દુનિયાને તેવા છે..ખુબ ચુનંદી રચનાઓ અને ગઝલો માણવા મળી.
    દિલીપ

Leave a Reply