– જુગલકીશોર.
ભારતીય કાવ્યમીમાંસામાં કાવ્ય અર્થાત્ સમગ્ર સર્જનાત્મક સાહીત્યના મુખ્ય હેતુ બે કહ્યા છે : 1)આનંદ અને 2) ઉપદેશ. ઉપદેશની વાત બાજુ પર રાખીને જોઇએ તો આનંદ એ કોઇપણ ઉત્તમ રચનાનું અંતીમ પરીણામ છે. કાવ્ય કે સાહીત્યમાં નવ રસોની જે વાત આવે છે તે બધાએ રસો આપણા સ્થાયી ભાવોના પરીવર્તનમાંથી જન્મે છે. સમગ્ર માનવજીવના નવ ભાવો છે; દુનીયાને ગમે તે છેડે પણ તે સરખા જ હોય છે. સર્જક એ ભાવોને પોતાની રચના દ્વારા જગાડે છે. તેથી વાચકને મઝા પડે છે. પણ મઝા એ કાવ્યનો હેતુ નથી.
માનવના મનમાં પડેલા ભાવોનું જ્યારે સાધારણીકરણ થાય છે ત્યારે જ કાવ્યનું લક્ષ સીધ્ધ થાય છે, કારણ કે સાધારણીકરણ થાય તો જ ભાવોનું રસમાં પ્રગટીકરણ કે પરીવર્તન થાય છે. આ પ્રક્રીયામાંથી જ આનંદ પ્રગટે છે; પણ આ આનંદ તે દુન્યવી આનંદ નથી. જેમ કે દુ:ખ એ દુનીયાભરના લોકોનો સ્થાયીભાવ છે અને કવી જ્યારે કાવ્ય દ્વારા વાચકમાં શોકનો ભાવ જગાડે છે ત્યારે તે દુ:ખ રહેતું નથી પણ કરુણ રસમાં પરીવર્તીત થયેલો આનંદ હોય છે. નહીંતર દુ:ખદ ઘટના કોઇનેય વારંવાર સાંભળવી ન ગમે ! પણ કરુણરસનું સાહીત્ય વારંવાર માણવું ગમે. આનું નામ જ ભાવોના સાધારણીકરણ દ્વારા થયેલો આનંદ. અતી ઉત્તમ કોટીનું સાહીત્ય જે પરમ અને દીવ્ય આનંદ આપે છે તેને કાવ્યશાસ્ત્રમાં બ્રહ્માસ્વાદસહોદર આનંદ કહ્યો છે. આવો આનંદ જ્યારે વ્યાપી વળે અણુઅણુમાં, ત્યારે ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થૈને વીગલીત થૈ જાય છે, અર્થાત ઓગળી જૈને એક જ અનુભુતી કરાવે છે : કેવળ અને કેવળ આનંદની અનુભુતી !! આ આનંદાનુભુતીને જ વીગલીતવેદ્યાંતરઆનંદ કહે છે !! સાહીત્યનું આ જ લક્ષ્ય છે.
આપણું સાહીત્ય આ ક્ક્ષાના આનંદને વહેંચતું હતું એટલે જ એ શાશ્વત બન્યું, બાકી તો ફટકીયા મોતી જેવું ઘણું સર્જાતું હોય છે.

શૃંગાર‚ વીર‚ કરુણ‚ હાસ્ય‚ અદભૂત‚ શાંત‚ વાત્સલ્ય અને ભક્તિરસની ધારાઓ એકમેકમાં ભળી જઈને જીવનરસ નિપજાવે છે. એક સામૂહિક ચેતનાની ભાવાભિવ્યક્તિ શબ્દ‚ સૂર‚ લય‚ ભાવ‚ તાલ‚ નૃત્ય ને વાદન એમ જુદા જુદા અંગોને સાંકળીને કલાસ્વરૂપ ધારણ કરે છે ત્યારે એની માલિકી સમસ્ત જનસમુદાયની બની જાય છે હૃદય સુધી સોંસરી ઉતરી જતી કવિતાની પંક્તિઓને માણવાનો નશો હોય છે. એમાં કસક હોય છે એક ટીસ જાગે છે, જે સૂક્ષ્મ આનંદ આપે છે. આને આપણે કરુણરસ કહીએ છીએ..રુદન કરીએ ત્યારે વિચાર્યું છે કે આંસુ ખારા કેમ હોય છે ? આંખને હૃદયનું દર્પણ કહે છે અને એમાંથી બહાર આવતા આંસુ એ તમારા અંદરની ખારાશને બહાર લાવીને તમારા હૃદયના ભારને ઓછો કરે છે રડવા જેવું સુખ નથી સુખમાં પણ અને દુખમાં તો ખાસ .દરેક વ્યક્તી થોડું રડી લે તો હૃદયરોગના ચિકિત્સકોનો ઘરાકી ચોક્કસ ઘટી જાય !
જિંદગીમાં બનતી કરુણ ઘટના થકી જ આપણને ખરી ખુશી કે સુખ નો સાચો એહસાસ થાય છે દુખ વગર સુખ જિંદગીને રસવિહોણી બનાવી દે એ વાત નકારી ના જ શકાય .કરુણ એક વણચાહ્યા અંતનું પ્રતિબિંબ છે .એમાં હોઈ ખુશીનો એહસાસ નથી હોતો …પણ એવો કોઈ જીવ પણ નથી હોતો જેના જીવનમાં કારુણ્ય ના હોય!.કરુણરસનું સાહીત્ય વારંવાર માણવું ગમે. આનું નામ જ ભાવના સાધારણીકરણ દ્વારા થયેલો આનંદ. અતી ઉત્તમ કોટીનું સાહીત્ય જે પરમ અને દીવ્ય આનંદ આપે છે તેને કાવ્યશાસ્ત્રમાં બ્રહ્માસ્વાદસહોદર આનંદ કહ્યો છે. માનવીની તમામ સંવેદનાઓનો સમન્વય થાય છે .ગામડાંના અભણ લોકો આ ગીતો ગાય .મરશિયા જેવી ભક્તિભાવથી ભરેલી રચનાઓથી લઇને ઉત્તેજના જગાવતી રચનાઓ પણ સામેલ થાય !
આપે બ્લોગ પર કરુણ રસ અંગે અવારનવાર ચર્ચા કરી જ છે. દયા ભાવમાંથી કરુણરસમા પરીવર્તન થયેલો આનંદ હોય છે.આવો આનંદ જ્યારે વ્યાપી વળે અણુઅણુમાં, ત્યારે ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થઈને વીગલીત થઈ જાય છે, અર્થાત ઓગળી જઈને એક જ અનુભુતી કરાવે છે: કેવળ અને કેવળ આનંદની અનુભુતી ! આ આનંદાનુભુતીને જ વીગલીતવેદ્યાંતરઆનંદ કહે છે !!’ આ વાત બે-ત્રણવાર વાંચી ત્યારે સમજાયું અને આનંદ થયો..
હમેશ આ વિચારતી હતી કરૂણ નોવેલમાં કેમ વધારે મજા આવે..પણ હવે સમજાય છે આપની વાત સાથે સાથે પ્રજ્ઞાજુબેનની વાત ટેકો આપે છે….આપણે ભાવ વહેતા જઈયે અને આપણે પણ એક પાત્ર બની જઈયે છીયે ..જ્યારે હું શૈલજા આચાર્ય વિજયભાઈ સાથે લખતી હતી ત્યારે એમની પહેલી સલાહ હતી કે પાત્ર લખતાં લ્ખતાં એ પાત્ર બની જઈયે તો લખવાની ચરમસીમા સુધી પહોંચી શકો..પણ હા જ્યારે લખવાનું પુરૂ થાય ત્યારે ફરી તમારાં પાત્રમાં ત્વરીત આવી જાવ આ વાત હું જીવનભર યાદ રાખીશ..
સપના