નટનો અનુભવઃ ભાવ કે રસ ?

કેશોદના શાળાનાટકનું એક દૃષ્ય.

ભાવ અને રસઃ પાત્રો અને પ્રેક્ષકોમાં.                                           – જુગલકીશોર.

સાહીત્યમાં કે કલાના અન્ય કોઈ સ્વરુપમાં માનવમનના ભાવોનું નીરુપણ સર્જકોની ઉચ્ચ કલાશક્તીને આધારે પ્રગટે પછી વાચકો કે પ્રેક્ષકોના મનના એ જ ભાવોનું રુપાંતર રસમાં થાય. ચીત્રમાં શું, કે શીલ્પમાં શું; વાર્તામાં શું, કે કાવ્યમાં શું કે પછી નાટકમાં…પણ સર્જક દ્વારા પ્રગટેલા માનવમનના ભાવો જ્યારે ભાવક પાસે પહોંચે છે ત્યારે એ રસ બની રહે છે ને એટલે એનું વારંવાર પાન કરવા મન થયા કરે છે. ભાવ એ પોતીકી બાબત છે જ્યારે રસ એ સાર્વજનીક બાબત છે. અંગત બાબતે માણસને થાય તે દુઃખ–શોક કે રતી કે ક્રોધ કે આશ્ચર્ય કે જુગુપ્સા વગેરે…પરંતુ જ્યારે કલાના કોઈ સ્વરુપ મારફતે કે કલાના કોઈ માધ્યમથી તે સામે આવે ત્યારે એ અંગત હોતા નથી બલકે સૌના હોય છે (સૌમાં એ પોતે પણ શામેલ હોય જ છે). 

હવે નાટકનો દાખલો લઈને થોડો કલ્પનાવીહાર કરીએ –

નાટકમાં સ્ટેજ પર પાત્રો હોય છે અને સામે હોય છે પ્રેક્ષકો. હવે જોવા જઈએ તો પ્રક્ષકો છે તે તો ભાવકો છે. તેઓની પાસે જ્યારે કલા દ્વારા સંદેશ પહોંચે છે ત્યારે તેનું રસરુપાંતરણ થાય તે સહજ છે. (અહીં યાદ રાખવાનું કે રસરુપાંતરણ થવા પાછળ નાટકકારની ઉચ્ચ કલાશક્તી, નાટકના નટોની ઉચ્ચ કલાશક્તી, સ્ટેજની યોગ્ય ગોઠવણી વગેરેના ઉપર રસનીષ્પત્તીનો ઘણો આધાર હોય છે.)

પરંતુ નાટક ભજવનારા અભીનેતાઓ માટે તે રસરુપ હોય છે કે ભાવરુપ ? અને કઈ રીતે / શા માટે ? 

કોઈ કહેશે ?

Categories: સાહીત્ય વીષે | 6 Comments

Post navigation

6 thoughts on “નટનો અનુભવઃ ભાવ કે રસ ?

  1. નટની બહુ જાણીતી પ્રેરણાદાયી વાત છે
    રાત ઘડી ભર રહી ગઈ, પીંજર થાક્યો આય;
    નટી કહે સુનો નાયક, મધુરી તાલ બજાય.’
    હવે રાત થોડી જ બાકી છે, એ થાકેલા દેખાય છે તો બહુ ગતિમાં તાલ ન આપો, ધીમી લય કરો.
    આ સાંભળીને નાયક પિતા કહે છે.
    ‘બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાયે,
    થોડી દેર કે કારણે, તાલ મેં ભંગ ન આયે.’
    …પછી નટનું મન તો સંસાર પરથી ઊઠી ગયું હતું જ, નટીનું મન પણ સંસારમાંથી ઊઠી ગયું અને સંસાર માણવાના કોડ ત્યજી બંનેએ દીક્ષા લીધી.
    બધાજ સારા નટની સ્થિતી હોય છે.કરુણ પ્રસંગે તેમને ગ્લીસીરીનના આંસુ પાડવા પડતા નથી.એક કરુણ પ્રસંગે નટની ગંમ્મત કરતા થોડા તોફાની પ્રેક્ષકો હસ્યા અને નટ બેભાન થઇ ગયો!
    નાના હતા ત્યારે ગાતા
    . જો ને પાંચ વેંતની પૂતળી અને મુખ લોઢાના જો ને દાંત
    હે…. ………..નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર
    ધીન-ધાક ધીન-ધાક
    રંગ-રંગીલું સાંબેલું…
    જગત એક રંગભૂમિ છે ને રંગોની મિલાવટ છે બધાનું છે જીવન નાટક બધાએ માનવી નટ છે અહીં દેખાય છે જે દ્રશ્ય એ જૂઠી જમાવટ છે બને છે જે બનાવો એ બધા કેવળ બનાવટ છે હકીકતમાં જુઓ તો ભૂમિકા નકલી કરે છે આમાં સચો નટ જીવન જીવી જાય છે.માયાથી લેપાતો નથી અને શ્રધ્ધા પ્રમાણે પામે છે .મૂળ વાત સારા નટને તેની ભૂમિકા માટે પ્રેમ હોય તેમાંથી ભાવ પ્રગટ થાય પછી રસ થાય.તેનું શ્રેષ્ટ ઊદાહરણ કબિરની સાખી નટવર કૃષ્ણ
    સ્વાદ અનંત કિછુ બરનિ ન જાઈ, કૈ ચરિત્ર સો તાહિ સમાઇ
    નટ વટ સાજ સજિયા સાજી, જો ખેલૈ સો દેખૈ બાજી
    મોહા બપુરા ૨જુગુતિ ન દેખા, શિવ શક્તિ બિરંચિ નહિ પેખા -
    સાખી : પરદે પરદે ચલિ ગયે, સમુઝિ પરી નહીં બાની
    જો જાનહિ સો બાંચિહૈ, હોત સકલ હી હાનિ.
    સ્વામી સત- ચિત-આનંદ પ્રમાણે ભાગવત રસની બે પત્નીઓ છે, સુરૂચી અને કુરૂચી.કુરૂચીમાંથી સુરૂચીમાં ગાંઠ વાળી આપે તેનું નામ સત્સંગ. ચંદ્ર રસરૂપ છે. શરદ પૂનમ વિશે. પરમેશ્વર રસરૂપ છે. જેમાંથી રસ ઉત્પન્ન થાય તેનું નામ રાસ. વૃંદા એટલે તુલસી અને વૃંદાવન એટલે ભક્તિનું વન. તુલસી ભક્તિનું પ્રતિક છે. જ્યાં ભક્તિ હોય ત્યાં રાસ રચાય. .તુલસી વિવાહનો ખરો અર્થ. ભાગવતમાં વૃન્દાનો પતિ રાક્ષસ છે અને તેને મારીને ભગવાન સાથે તુલસીના લગ્ન કરવાના છે એટલે આમ કહેવાય તુલસી વિવાહ. જેમાંથી માનવતા નીકળે તેમાં ભગવાન રાજી રહે. તુલસીનું ઘાઢ વન એટલે ત્યાં ખુબ ભક્તિ હોય અને ૧૬ કળાએ ખીલેલો શરદ પુનમનો ચંદ્ર હોય ત્યાં ભગવાન વાંસળી વગાડે. વાંસળી પોલી છે એટલે કે તેમાંથી અહમ નીકળી ગયો છે એટલે તેમાંથી સપ્ત સુર નીકળે છે. રામકૃષ્ણ પરમહંસ વિશે. વાંસળી વાગે ત્યારે ગોપીઓ (૧૬૦૦૦ નાડીઓ) રાસ રમવા આવે અને ભક્તિમાં તરબોળ રાસ ચાલે, શાસ્ત્રના ઊંડાણમાં પહોચશો તો ખબર પડશે કે ભાગવત બરાબર ગીતા બરાબર ઉપનિષદ બરાબર વેદ, ત્યારે ચારે શાસ્ત્રો એકરૂપ લાગશે. જેમ કૃષ્ણ કોઈ વ્યક્તિ નથી તેમ રાધા પણ કોઈ વ્યક્તિ નથી. રાધા એ આલ્હાદીની શક્તિ છે, કે તેનાથી તમને ઝૂમી ઊઠો, નાચી ઊઠો, અંદરથી આનંદનો ફુવારો ઊડે. આ આનંદનું નામ છે રાધા, એટલે આપણે રાધા અને કૃષ્ણને સજોડે બેસાડ્યા છે અને તેને આપણે અદ્વૈત બતાવ્યું છે. આ ઉપરના આપણા સગુણ આકાર છે અને જો આ સમજમાં આવે તો આપણી વહેંચાઇ ગયેલી પ્રજાની ભ્રમણા દુર થાય અને પ્રજામાં એકત્વ લાવી શકાય. આવો આપણે બધા હળીમળી ભગવાનને આગળ કરી એકતાનો રસ્તો અપનાવીએ

    • ભગવાન શંકરને નટરાજ અને કૃષ્ણને નટનાગર કહીને નટનું માહાત્મ્ય ગાયું છે.

      આજનો નટ તો નફ્ફટ હોય છે કારણ કે હવે નટી પણ સાથે હોય છે. નટની વચ્ચે ફ્ફ મુક્યો તેમ નટીની વચ્ચે ફક્ત ક જ મુકવાનો રહે છે.

      જીવનની રંગભુમી પર તો આપણે સૌ નટ જ છીએ. કોણ, કયો ખેલ કેટલો ને કેવો પાડશે તે તો ખળે ખબર્યું પડે.

      આપનો આભાર.

  2. નટવર કૃષ્ણ….કબિરની સાખી

    સ્વાદ અનંત કિછુ બરનિ ન જાઈ,
    કૈ ચરિત્ર સો તાહિ સમાઇ.

    નટ વટ સાજ સજિયા સાજી,
    જો ખેલૈ સો દેખૈ બાજી.

    મોહા બપુરા ૨જુગુતિ ન દેખા,.
    શિવ શક્તિ બિરંચિ નહિ પેખા.

    સાખી પરદે પરદે ચલિ ગયે,
    સમુઝિ પરી નહીં બાની.

    જો જાનહિ સો બાંચિહૈ,
    હોત સકલ હી હાનિ.

    Thanks pragnaben and Jugalbhai….

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

  3. (૧) પ્રઞ્જાબેનનો ભંડાર તો અખૂટ છે. જુગલભાઈ, તમારા બ્લૉગ પર આવવામાં બે લાભ થાય છે. એક તો તમારા લેખો, જે માત્ર રસપાન નથી કરાવતા; નવું આપે છે અને આજની જેમ ક્યારેક પડકાર પણ ફેંકે છે. તે ઉપરાંત બોનસમાં પ્રઞ્જાબેનનો પ્રતિભાવ. સોનામાં સુગંધ.
    (૨) તમારા ” પરંતુ નાટક ભજવનારા અભીનેતાઓ માટે તે રસરુપ હોય છે કે ભાવરુપ ? અને કઈ રીતે / શા માટે ?” પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરૂં? પણ, “હસવાની મનાઇ છે” એવું બોર્ડ પહેલાં જ લગાડી દ‍ઉં છું.
    નટ અથવા કલાકાર પોતે પાત્ર ન બની જાય ત્યાં સુધી એ રસ ઉત્પન્ન ન કરી શકે. એટલે એની મનોસ્થિતિ રસની ન હોય, અનુભાવકની હોય એમ મને લાગે છે. કથા અને પાત્રના અંતરતમ સુધી એ પહોંચે તો જ કામ થાય. કથાનો કે વિષયવસ્તુનો રસ નટની મનોસ્થિતિમાંથી ચળાઇને દર્શકો કે શ્રોતાઓ સુધી પહોંચે છે અને નટ પોતે જીવંત વ્યક્તિ હોવાથી એ એમાં કશુંક ઉમેરે છે કે એમાંથી કશુંક ઓછું કરે છે. ઓછું કરે ત્યારે એ કંજુસ બનીને વર્તે છે અને દર્શકો સુધી પહોંચવું જોઈએ એમાં આડે આવે છે. એટલે એ એના માટે પણ એ ભાવરૂપ જ હોય.
    મુ. પ્રઞ્જાબેને પણ આ જ જવાબ આપ્યો છે -”…પછી નટનું મન તો સંસાર પરથી ઊઠી ગયું હતું જ, નટીનું મન પણ સંસારમાંથી ઊઠી ગયું અને સંસાર માણવાના કોડ ત્યજી બંનેએ દીક્ષા લીધી.
    બધાજ સારા નટની સ્થિતી હોય છે.કરુણ પ્રસંગે તેમને ગ્લીસીરીનના આંસુ પાડવા પડતા નથી…..મૂળ વાત સારા નટને તેની ભૂમિકા માટે પ્રેમ હોય તેમાંથી ભાવ પ્રગટ થાય પછી રસ થાય…”
    (૩) આ કારણે, મને તમારા લે્ખનો પહેલો ફકરો આ રીતે વાંચવાની ઇચ્છા થાય છે: “સાહીત્યમાં કે કલાના અન્ય કોઈ સ્વરુપમાં માનવમનના ભાવોનું નીરુપણ સર્જકોની ઉચ્ચ કલાશક્તીને આધારે પ્રગટે પછી વાચકો કે પ્રેક્ષકોના મનના એ જ ભાવો પેદ્દા થાય ત્યારે મંચ(અથવા કૃતિ) અને પ્રેક્ષકો (અથવા વાચકો) વચ્ચે રસનો સેતુ બને છે. ચીત્રમાં શું, કે શીલ્પમાં શું; વાર્તામાં શું, કે કાવ્યમાં શું કે પછી નાટકમાં…પણ સર્જક દ્વારા પ્રગટેલા માનવમનના ભાવો જ્યારે ભાવક પાસે પહોંચે છે ત્યારે સર્જક અને ભાવક વચ્ચેના મૂક સંવાદને કારણે એ રસ બની રહે છે ને એટલે એનું વારંવાર પાન કરવા મન થયા કરે છે. ભાવ એ પોતીકી બાબત છે જ્યારે રસ એ સાર્વજનીક બાબત છે.” ગુસ્તાખી માટે માફીની પ્રાર્થના.

  4. નટ અને કલા એ હૃદયના ભાવ જગત પર રાજ કરે છે. પાત્રને આત્મસાત
    કરી એ ભજવે ત્યારે એક છાપ છોડી જાય છે. આપણી સંસ્કૃતિક કથાઓ,
    પાત્રને પણ એવા સારા આદર્શો સાથેના જીવન સાથે જોડતા અને તેથી
    તે યુગજીવી બની પ્રેરણા આપતા. સુશ્રી પ્રજ્ઞાબેનની આપૂર્તિ એ મોટો
    લાભ સૌ વાચકો માટે છે એમાં બે મત નથી.
    આદરણીય શ્રી જુગલકિશોરજીની કલમ એટલે વિચારોની સુગંધ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  5. Pingback: » નટનો અનુભવઃ ભાવ કે રસ ? » GujaratiLinks.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.

Join 69 other followers