Posted on Saturday, November 14, 2009 by jjkishor
સહયોગીઓ !
આજે એક સાવ અંગત એવી વાત મુકવી છે. લખનારા વીશે ને એમનાં લખ્યા વીશે લખવું એ કાંઈ અંગત વાત ન કહેવાય. પણ તોય આ વાતે મને એવું વીધાન કરવા પ્રેર્યો તેનું કારણ લખનાર ને એમના લખાયાં ને લખાતાં વીશે હું ભાવુક રહ્યો છું તે છે.
હા, તો આ વાત તે હું જેમના [...]
Filed under: પરીચય | 1 Comment »
Posted on Friday, October 2, 2009 by jjkishor
વચનચુક માફ ?
ધર્મની ગ્લાની
થઈ ક્યારની – તમે
આવશો, ફરી ?!
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
આ તો કોઈક બીજી જ ઓક્ટોબર છે, ભાઈલા !
૨ જી ઓક્ટોબર ૧૮૬૯ વાળી નહીં !!!
– જુગલકીશોર.
બીજી ઓક્ટો., ૧૮૬૯ ! આ દીવસે પુતળીભાઈએ મોહનને જન્મ ન આપ્યો હોત તો ?
મોહને સોનાનું કડું કપાવીને ચોરી ન કરી હોત તો ? એના પીતાજીએ મોહનની ચીઠ્ઠી વાંચીને આંસુ સારવાને બદલે એને [...]
Filed under: નીબંધો | 4 Comments »
Posted on Tuesday, September 29, 2009 by jjkishor
– જુગલકીશોર
રાવણને મારવાના અખતરા દર વર્ષે જાહેરમાં કરવામાં આવે છે. લાખ્ખો રુપીયાનો ધુમાડો કરીને રાવણનું કરી નાખવાના ધખારામાં રાવણ, એનો ભાઈ ને એનો ગગો એમ ત્રણેયને લાઈનબંધ ઉભા રાખીને પછી એક પછી એક સળગાવવામાં આવે છે.
આ વરસે દીલ્હીમાં ને બીજે ક્યાંક એવું થયું કે રાવળ ભડભડ બળવાને બદલે ખડખડાટ હસતો હોય [...]
Filed under: નીબંધો | 10 Comments »
Posted on Sunday, September 27, 2009 by jjkishor
પરસેવો સીંચીને ઉછેર્યાં જે વૃક્ષો… – જુગલકીશોર
ગામડામાં વહેલી પરોઢે ઢોરના ગળે બાંધેલી ઘંટડીઓના મધુરા સ્વરો અને અનાજ દળવાની ઘંટીના નાદથી જાગી જઈને પછી એ જ સ્વરોના ઘેનમાં લીન થઈ જવાનો અનુભવ હવે તો ભુતકાળનો વીષય બની ગયો છે ભલે, પણ વર્ષો, દાયકાઓ વીત્યાં છતાં હજી એ અનુભવ ભુંસાયો નથી. પરોઢના એ સ્વરો [...]
Filed under: નીબંધો | 1 Comment »
Posted on Friday, September 25, 2009 by jjkishor
–જુગલકીશોર.
સમારવું, કાપવું, છીણવું,ખાંડવું,ગુંદવું, પીસવું, દળવું-ભરડવું, ફીણવું, વલોવવું, ભેળવવું વગેરે ક્રીયાપદો રસોડા સાથે સંકળાયેલાં અને ખાસ ઉપકરણોની મહત્ત્વની સેવાઓ દર્શાવનારાં ક્રીયાપદો છે. એનું મહત્ત્વ ભાષાકીય તો ખરું જ પરંતુ વીશેષ તો માનવીના આરોગ્ય સાથે અને એ રીતે સમગ્ર જીવન સાથે સંકળાયેલું રહ્યું છે. એ ફક્ત ક્રીયાપદો નથી; પણ નક્કર ક્રીયામાં રુપાંતરીત થઈને રસોડા દ્વારા આખા [...]
Filed under: નીબંધો | 6 Comments »
Posted on Wednesday, September 23, 2009 by jjkishor
લગભગ ત્રણ દાયકા પહેલાંની આ રચનાનું શીર્ષક ‘કહે,’ અને છેલ્લે આવતો શબ્દ ‘કહે –’ આ રચનાને રીપીટ કરતા રહે છે ! છેલ્લો શબ્દ ‘કહે –’ આપોઆપ શીર્ષકની યાદ અપાવતો હોઈ કાવ્યવાચન ત્યાંથી જ ફરી શરુ થઈ જવા કરે છે, ને એમ કાવ્યનું ફરી વાચન શરુ થાય છે. (કાવ્ય ન ગમે એવું હોઈ શકે છે, ને [...]
Filed under: કવીતડાં | 6 Comments »
Posted on Saturday, September 19, 2009 by jjkishor
ધાબા–ઉત્સવ
ધાબા ઉપર સુવાનો ઉત્સવ શરુ થઈ ગયો છે.
રાત પડે છે ને સૌ આકાશપ્રેમી બનીને આકાશગામી પણ બની જાય છે. દીવસભરની ગરમીમાં શેકાયેલી પળોજણોને નીચે જ મુકીને સૌ ધાબા ઉપર સહેજસાજ ઠંડી થઈ ચુકેલી પથારીમાં લંબાવી દે છે. દીવસનો બીજો ભાગ રાતના અંધારભર્યા વાતાવરણમાં ધાબા ઉપર લગભગ ઉજવણી જેવો [...]
Filed under: નીબંધો | 3 Comments »
Posted on Thursday, September 17, 2009 by jjkishor
ૠતુ–કાવ્યો
નદી ભરાય
એટલું લૈને પાણી
વાદળી ઉડે.
ભાદરવાના
ચોક્ખા આભે ચાંદલો
રાજ ભોગવે.
દીવાળી કાજે
ચાંદની શરદની
ધૉળતી ભીંતો.
વર્ષા,જલથી
નવડાવે ધરાને
શારદી, દુધે.
– જુગલકીશોર.
Filed under: અણુકાવ્યો | Leave a Comment »
Posted on Wednesday, September 16, 2009 by jjkishor
અથ શ્રી પ્રોફેસરકથાઃ અધ્યાય –૧૬. –જુગલકીશોર
પ્રોફેસરપત્નીને દવાખાનામાં ગમતું તો નહોતું જ, પણ માંદગી જરા લાંબી ચાલી અને કદાચ હજી ચાલવાની છે એમ માનીને તેઓ મન મનાવી પલંગે વસ્યાં હતાં. બાકી હતું તે પતીદેવ પણ એ જ [...]
Filed under: પ્રોફેસર કથા | Leave a Comment »
Posted on Wednesday, September 16, 2009 by jjkishor
ગન્યાનચોરે નવું વરસ : [અંક-10]
–જુગલકીશોર.
દલો : એ ડાયરાના હંધાયને નવા વરહના રામરામ.
જીકો : લ્યો કરો વાત. એક તો હંધાય આવી ગયાં કેડ્ય આવ્યો, ને પાસો નવા વરહના રામરામ કે’છ !! એલા દલા, તને આજે સપરમા દીએ જ મોડા આવ્વાનું હુઝ્યું ?! વેલા આવીને આ ચોરાને વાળીચોળીને સાફસુથરો કરવાનું તને નૉ હુઝ્યું તે આટલો મોડો હાલ્યો આવ્યો [...]
Filed under: ગન્યાન ચોરો | Leave a Comment »