યુવાનીનું કાવ્ય

લગભગ ત્રણ દાયકા પહેલાંની આ રચનાનું શીર્ષક ‘કહે,’ અને છેલ્લે આવતો શબ્દ ‘કહે –’ આ રચનાને રીપીટ કરતા રહે છે ! છેલ્લો શબ્દ ‘કહે –’ આપોઆપ શીર્ષકની યાદ અપાવતો હોઈ કાવ્યવાચન ત્યાંથી જ ફરી શરુ થઈ જવા કરે છે, ને એમ કાવ્યનું ફરી વાચન શરુ થાય છે. (કાવ્ય ન ગમે એવું હોઈ શકે છે, ને [...]

મનીષા

–જુગલકીશોર.
(ઉપજતી)

પેલો પડ્યો પથ્થર કાળમીંઢ ત્યાં
કાળાંતરે જે ન તજે કઠોરતા-
એ રુક્ષનું ભાગ્ય રુડું; મળે શો
સુસ્પર્શ તારી પગપાની કેરો !
ને કાષ્ટ આ, ઉંબરરૂપ  લેઈને
ઝીલી રહે શી પગઠેસ તાહરી !
એ કાષ્ટયે  બંધીત જીંદગીમાં
માણી રહે ધન્ય ક્ષણો સુખોની.

તારે પદે જીવનતાલી લેવા
ઝંખી રહું હુંય ક્ષણો ભવીષ્યની;
એ ઝંખના પુર્ણ થતાં થતાંમાં-
આયુષ્ય જો અંતરીયાળ આથમે
તો પથ્થરે ને તવ ઉંબરે અહીં [...]

રોકાણ

(પરંપરીત ઉપજાતી)

આરંભનો હોય સદાય અંત;
તો
અંતનોયે ક્યહીં અંત તો હશે.

સંબંધનું એમ જ ઉગવું
ને
અસ્તાચળે જૈ બસ
આથમી જવું.

આરંભ ને અંતની
આ લીલાઓ
આયુષ્યને
એમ વીતાવતી રહે;
જન્માન્તરો
એમ ખપાવતી વહે.

ક્યારેક
આ જન્મની ધન્ય કો ક્ષણે,
સંબંધ આ–જન્મ સધાઈ શો જતો !
(આશ્ચર્ય, જાણે નહીં અંત એનો)

સાયુજ્ય જે અંતરીયાળ ઉદ્ ભવે,
પ્રકાંડ–પર્ણો વળી પુષ્પ નીખરે;
જામે ઘટાટોપ વીશાળ
વીસ્તરે
સંસાર થૈ ઘેરી વળે, અને
શો અંતને [...]

કોઈ ‘મોહન’ લ્યો !!

“કોઈ ‘મોહન’ લ્યો…!”
(પરંપરિત)

યમુનાને તીર
આજ
મથુરાની ગલીઓમાં
સંભળાતો નથી
હવે
ગોપીઓનો સ્વર :
“કોઈ મોહન લ્યો…..!”

યમુનાને તીર
આજ,
દિલ્હીની શેરીઓમાં
અવ તો સંભળાય
જરા ધીમું જો સાંભળો તો,
ખાદીલા રાજવીઓનો સ્વર :
“કોઈ લઈ લ્યો,
મફતમાં લઈ લ્યો…..,
‘મોહનદાસ’ લઈ લ્યો….!!

– જુગલકિશોર.

બંધ હવે ‘બંધ’નાં એલાન !!

એક સમય હતો જ્યારે અમદાવાદમાં હાલતાં ને ચાલતાં રાજકીય પક્ષો ‘બંધ’નાં એલાનો આપી આપીને ધંધા–દુકાનો બંધ કરાવતા. વારંવારની આ હરકતોથી વાજ આવી જઈને એક રચના સુઝી હતી – તા.૨૩, ૦૨, ’૯૭ના રોજ. આજે એકાએક હાથ પડી જતાં પ્રગટ કરું છું. જુની શૈલીની આ રચના કાંઈ બધાંને તો નહીં જ ગમે. છતાં… …
 
 
બસ હવે – 
 
બંધ હવે [...]

મહાત્માની રૅર ચીજોનું લીલામ !

ગાંધી–ચીજોનું લીલામ
રાજઘાટની 
  માંડી બેઠા હાટ 
  સેવકો;
સેવકો 
  ભેળાં થઈને વેચે;
વેચે ભાતભાતની ચીજો 
  પાણી-મુલે :
[1]
“ગાંધીએ
 જેના સુતર-તાંતણે 
 લીધું હતું સ્વરાજ
 એ આ ચરખો -
 કાંતશે હવે
 સુંવાળાં ગલગલીયાંળાં રેશમી સુત્રો.”

 [2]
“શુદ્ધ અને અહીંસક
 આ ચંપલ-
 રાજમાર્ગ પરના
‘કાંટા-કાંકરા‘થી બચાવતાં
 આપને લઈ જશે
 છેક
 રાજભવનમાં.”

[3]
“આ
 ગરીબ બીચારી
 બકરી.
 તમારા ગગનચુંબી વૈભવમાં
 બદામનો મામુલી ચારો ચરીને
 તમારો
 જનતા સાથેનો
 ભ્રમ દુઝતી રહેશે.”

[4]
“ને
 આ તકલી.
 ચકલી ખોલો
 ને
 વહે જેમ ધારા પાણીની,
 એમ  ફેરવતાં જ એને
 વહે ધારા, વીચારની.
 કેન્દ્ર પર ફરતી
 આ તકલીની સાથે
 ફરતી રહે ધારા પણ
           વીચારની,
           સીદ્ધાંતની –
 આત્માના [...]

મનીષા

                              –જુગલકિશોર.                                                            
(ઉપજતિ)
પેલો પડ્યો પથ્થર કાળમીંઢ ત્યાં                      
કાળાંતરે જે ન તજે કઠોરતા-                            
એ રુક્ષનું ભાગ્ય રુડું; મળે શો
સુસ્પર્શ તારી પગપાની કેરો !                           
                                                                  
ને કાષ્ટ આ, ઉંબરરૂપ  લેઈને                           
ઝીલી રહે શી પગઠેસ તાહરી !
એ કાષ્ટયે  બંધિત જિંદગીમાં                           
માણી રહે ધન્ય ક્ષણો સુખોની.                          
                                                              
તારે પદે જીવનતાલી લેવા
ઝંખી રહું હુંય ક્ષણો ભવિષ્યની;                       
એ ઝંખના પૂર્ણ થતાં થતાંમાં-                          
આયુષ્ય જો અંતરિયાળ આથમે                     
તો પથ્થરે ને તવ ઉંબરે અહીં 
વસીશ [...]

લોકશાહીની ડોસી.

વચનો                    –જુગલકીશોર.
સુડતાલીસ પછી
ખેડેલા ખેતરમાં
આ ઉગ્યાં વચનો.
સાઠ વરસ લગ
ખોદી ખોદી કાઢ્યાં વચનો.
વચનો મબલક ફાલે ફાલ્યાં રે,
વચનો ખોબે ખોબે ઝીલ્યાં રે,
વચનો મલયાનીલ પવનોમાં ઉગ્યાં,
વચનો વર્ષામાં ભીંજીને ફુગ્યાં;
વચનો બારે મહીનો પુગ્યાં.
વચનો અમને રે-
વચનો તમને રે,
વચનો સૌને હેતે મળીયાં
વચનો ઝીલી ઝીલીને તો આવ્યાં પળીયાં.
વચનો સુદામાને તાંદુલ,
એને કરોડ કનૈયા 
ખોબા ભરી ભરીને વહેંચે;
સુદામો અકરાંતીયો ખાય. 
વચનો મારાં કાળીયો કંદ;
એ તો પાંચ વરહ [...]

મુળ વતન તરફ જતા ‘આદિલજી’ને કાવ્યાંજલી…

નગરને સતત યાદ કરીને વતન સાથે સાતત્ય જાળવતા રહેતા આપણા આ લાડીલા ગઝલકારને એમની જ ગઝલની પંક્તીઓ યાદ અપાવીને એક સૉનેટ મેં ઘણા સમય પહેલાં મુક્યું હતું, આ પાનાં પર. એમાં એમની વીરહવ્યથાને યથાશક્તી/મતી જવાબ વાળવા પ્રયત્ન કર્યો હતો.

આજના આ સંદર્ભે એમને ભાવાંજલી આપવા માટે આ રચના યોગ્ય ગણાશે.  

ગઝલકાર ‘આદિલ’જીને !      (સૉનેટ)
[શીખરીણી]

નદીની   રેતીમાં  નગર  રમતું   જોઈ, [...]

માયા, જીંદગી મુજ, મારા પાવાનો સુર…

છેક ૧૯૬૪ આસપાસ કેટલીક રચનાઓ સળવળી હતી; એને પછી તો મુરત આવ્યું જ નહીં, આગળ વધવાનું. એ સળવળાટ એમને એમ ફાઈલ થઈ ગયેલો.
 
આજે એને લગરીક હવામાં લહેરાવીને નવા જમાનાની હવા ચખાડવાનો વ્યામોહ થઈ આવતાં અહીં રજુ કર્યા છે. આ સળવળાટનું એથી ઝાઝું કોઈ મુલ્ય નથી…
–જુ.
 
 
પાવાના ત્રણ સુર –
 
 
૧) માયા     ( શાર્દુલવીક્રીડીત)
 
 
જાતાં જીવનની અનંત સફરે,  [...]