શબ્દ છે, ભૈ !!

જુગલકીશોર.
અર્થને તો શબ્દ છળતો હોય છે;
શબ્દને શું અર્થ છળતો હોય છે ?!
શબ્દ છે, એને ન ઓછો આંકવો,
બુંદમાં દરીયો ઉછળતો હોય છે !
શબ્દ–લીલા વાંસળીની ફુંક, એને
રાધીકા શો અર્થ મળતો હોય છે.
શબ્દ એક, અનેક અર્થો ગોપવીને
રાસલીલા મહીં ભળતો હોય છે.
શબ્દનું શાસન બધે, ને રાજ્યમાં
અર્થ કારણરુપ  રળતો  હોય છે.
શબ્દનું તો કોચલું એવું કઠણ,
અર્થનો આભાસ ‘ભળતો’ હોય છે.
શબ્દ ખાલી [...]

તને ફાવશે ?!!

(ગાગા લગા લગા લગા લગા લગા લગા)

આ તો ગઝલનું વીશ્વ, તું અહીં ચાલશે નહીં,
આ છે ગઝલજગત, તનેય  ફાવશે નહીં !!

ઈશ્કેમીજાજી તું  નથી, તું  ચાલશે નહીં;
ઈશ્કેહકીકી  બનવું  તને ફાવશે નહીં !!

રદ્દીફ  જેમ  એકધારું ચાલવાનું   શીખ,
જીવનમાં કાફીયાને તું અપનાવશે નહીં.

છે  કાફીયાનું  કામ, કાફીયા  ભલે  કરે;
ભુલે–ચુકે   રદીફને   પકડાવશે   નહીં.

મત્લા બની તું [...]

એક હળવી રચના

ફેર છે.
ચા અને ચા–ઘર વચાળે ફેર છે;
ગામ ને પાદર  વચાળે  ફેર છે.

ભુખનું તો દુઃખ સહુને; તોય આ
સીંહ ને  સાબર  વચાળે ફેર છે.

ભાર ભણતરનો વધ્યો છે કેટલો –
બાપ ને  ફાધર  વચાળે ફેર છે.

ઓઢવા–ઓઢાડવાની  વાતમાં
ચુંદડી–ચાદર  વચાળે  ફેર  છે.

‘નામમાં શું ?’ ના કહો, તોફાનમાં
કાંતિ  ને  [...]

તપાસી જુઓ

તપાસી જુઓ કૈં ગયું તો  નથી ને ?
તપાસી જવાનું  રહ્યું તો  નથી ને ?

ભલે વર્ષ વીતી ગયાં હોય  ઝાઝાં,
થવાનું હતું તે થયું તો  નથી ને ?!

મને એમ કે આ બધું છે  બરાબર,
ભલા, એ જ શંકાભર્યું તો નથી ને ?

મને પુર્ણ વીશ્વાસ મારી વ્યથા પર,
તમે આંગણે ડગ ભર્યું તો [...]

શબ્દ છે, ભૈ !!

અર્થને તો શબ્દ છળતો હોય છે;
શબ્દને શું અર્થ છળતો હોય છે ?!
શબ્દ છે, એને ન ઓછો આંકવો,
બુંદમાં દરીયો ઉછળતો હોય છે !
શબ્દ–લીલા વાંસળીની ફુંક, એને
રાધીકા શો અર્થ મળતો હોય છે.
શબ્દ એક, અનેક અર્થો ગોપવીને
રાસલીલા મહીં ભળતો હોય છે.
શબ્દનું શાસન બધે, ને રાજ્યમાં
અર્થ કારણરુપ  રળતો  હોય છે.
શબ્દનું તો કોચલું એવું કઠણ,
અર્થનો આભાસ ‘ભળતો’ હોય છે.
શબ્દ ખાલી [...]

શબ્દનો ધ્વજ આભ ફરકાવે ગઝલ !

ગઝલ
-જુગલકીશોર————————– 
સાંભળું  તો  કંઈક  સંભળાવે ગઝલ,
સમજવા ધારું,તો  સમજાવે ગઝલ.
શબ્દની છલના-લીલા શી આ બધી
અર્થને જ્યાં શોધું, ટટળાવે  ગઝલ!

શબ્દના   ઘોંઘાટ    વચ્ચે    આટલા
કાન   પાસે    હોઠ   ફફડાવે  ગઝલ.
શબ્દના  રસથાળ  વણબોટ્યા રહ્યા,
સ્વાદની  કૈં  યાદ  મમળાવે ગઝલ.
સાત  સાગર    ઉછળે   અંદર  બધા,
અંજલીમાં  ઓઘ   છલકાવે   ગઝલ.
આભથી   દરીયાની   વરસે  વેદના,
આંખથી બે,  શબ્દ ટપકાવે ગઝલ.
ક્યાંકથી   સંતાપની   સાપણ   ડસે-
અંગ અંગે  દાહ   પ્રસરાવે   ગઝલ.
સોગઠાંને   ગોઠવ્યાં    ચોપાટ   પર
ચાલ [...]

આ ગઝલ ચાલશે ??

મારા કાલ્પનીક મીત્રો, નીખીલ અને ક્ષમા !

આજે આ પત્ર સીધો તમને બન્નેને લખીને હું તમારા બન્નેના પત્રવ્યવહારમાં કોઈ અડચણ
ઉભી કરવ માગતો નથી, પણ વાત જાણે એમ છે કે મારા બધા બ્લોગ હમણાંના રોકાઈ
ગયા છે ! શાણી વાણી પર બે ચાર સૉનેટો મુકવાનાં બાકી હોઈ આ કહેવાતી ગઝલ તમને બન્નેને
મોકલીને હું મારા રોકાયેલા [...]

અંજલીમાં ઓઘ છલકાવે ગઝલ !

ગઝલ
-જુગલકીશોર————–
સાંભળું  તો  કંઈક  સંભળાવે ગઝલ,
સાનમાં એ  કંઈક   સમજાવે ગઝલ.
શબ્દની છલના,શી લીલા આ બધી-
અર્થને જ્યાં શોધું, ટટળાવે  ગઝલ!
શબ્દના   ઘોંઘાટ    વચ્ચે    આટલા
કાન   પાસે    હોઠ   ફફડાવે  ગઝલ.
શબ્દના  રસથાળ  વણબોટ્યા રહ્યા,
સ્વાદની  કૈં  યાદ  મમળાવે ગઝલ.
સાત  સાગર    ઉછળે   અંદર  બધા,
અંજલીમાં  ઓઘ   છલકાવે   ગઝલ.
આભથી   દરીયાની   વરસે  વેદના,
આંખથી બે,  શબ્દ ટપકાવે ગઝલ.
ક્યાંકથી   સંતાપની   સાપણ   ડસે-
અંગ અંગે  દાહ   પ્રસરાવે   ગઝલ.
સોગઠાંને   ગોઠવ્યાં    ચોપાટ  [...]

બે મૃત્યુ-ગીતો.

                                

મરણપથારીએ
હાડપીંજરમાં  શ્વસે   છે જીંદગી;
નસનસોમાં શી લસે છે જીંદગી!
આટલાં વરસોનાં જે  સંભારણાં;
સાથમાં લઈને ખસે  છે જીંદગી.
દર્દને લાગુ પડે એવી  દવા શી?!
દર્દને   ખુદને   ડસે   છે  જીંદગી !
આજુબાજુ    વીંટળાઈ   જે  ઉભાં
લાગણી  સૌની   કસે  છે  જીંદગી.
ગામ,ફળીયું,ડેલી,  ને  આ ઓરડે
બાકી   સંબંધો  ઘસે   છે   જીંદગી.
સૌના વ્યવહારો કર્યા,ને સાચવ્યા;
ખુદનો આ છેલ્લો  રચે છે જીંદગી !
જીંદગી   વીતી  [...]

રાહત છાવણીમાં.

–જુગલકીશોર.

જાણી ન શકું, આભ ઝરે ચાંદની કે આગ ?
દાઝેલી  ચામડી  ને  આંખ  લઈ ફરું છું હું.
ભુલી ગયો છું હું હતો હીન્દુ કે મુસલમાન,
મારા જ  માણસોથી   માર  ખઈ ફરું  છું હું.
કોને કહું,ઘર ક્યાં ગયું,ઘરનાંય ક્યાં ગયાં ?
ખુદની  જ શોધ  છાવણીમાં રહી કરું છું હું.
કહેવાતું  મારું  જે  હતું  તે  તો   બધું   ગયું;
અંગોય જાણે કોઈનાં જ લઈ  ફરું   છું  [...]