બીજાં શું કરે છે એ જોવા કરતાં…

ગન્યાનચોરે નવું વરસ : [અંક-10]
–જુગલકીશોર.

દલો  : એ ડાયરાના હંધાયને નવા વરહના રામરામ.
જીકો  : લ્યો કરો વાત. એક તો હંધાય આવી ગયાં કેડ્ય આવ્યો, ને પાસો નવા વરહના રામરામ કે’છ !! એલા દલા, તને આજે સપરમા દીએ જ મોડા આવ્વાનું હુઝ્યું ?! વેલા આવીને આ ચોરાને વાળીચોળીને સાફસુથરો કરવાનું તને નૉ હુઝ્યું તે આટલો મોડો હાલ્યો આવ્યો [...]

બુદ્ધીજીવીઓ રેશનીંગની દુકાને લાઈનમાં !!!

ગન્યાન ગપાટા
 
જીકો – એલા, આજ કાં કોઈ ચૉરે દેખાણું નૈં ? હંધાયને બપોરની ઉંઘ ચડી ગૈ કે હું ?
ટભાશેઠ – આવશે, આવશે, ભાઈ મારા. તું આજ ટૅમસર આવી ગ્યો એટલે ?! કે‘ જોઈ, કાંઈ
નવાજુની હોય તો.
જીકો – નવાજુની તો જેવી કો‘ એવી છે. બોલો, તમનેય થાહે કે આ વળી નવું !!
ટભાશેઠ – એમ [...]

જ્ઞાનચોરાની સફાઈનો ખરો હક્ક માસ્તરનો ગણાય !

ગન્યાનનો ચોરોઃ  ૧૧
 
 

જુગલકીશોર…………………………………………………………………………………..
 
 
 
 
માસ્તરઃ  (મનમાં)આજે તો કોઈ આવે એ પહેલાં મારે જ ચોરો વાળી નાખવો છે, જોઈએ તો ખરા, કેવું ફાવે છે ! (ચોરો વાળવા લાગે છે)
રઘોઃ     (દુરથી જોઈને) અરે, અરે માસ્તર સાબ્ય, આ હું કરો છો ? ચોરો
વાળવાનું તમે કાં લીધું, અમને ભુંડા લગાડવા કાં બેઠા ?!
માસ્તરઃ  તું આઘો રે જે હો રઘા! કોઈને [...]

બીજાં શું કરે છે એ જોવા કરતાં…

ગન્યાનચોરે નવું વરસ : [અંક-10]         
                                                –જુગલકીશોર.
દલો  : એ ડાયરાના હંધાયને નવા વરહના રામરામ.
જીકો  : લ્યો કરો વાત. એક તો હંધાય આવી ગયાં કેડ્ય આવ્યો, ને પાસો નવા વરહના રામરામ કે’છ !! એલા દલા, તને આજે સપરમા દીએ જ મોડા આવ્વાનું હુઝ્યું ?! વેલા આવીને આ ચોરાને વાળીચોળીને સાફસુથરો કરવાનું તને નૉ હુઝ્યું તે આટલો [...]

માતૃભાષાના સંમેલન માટે ગામડેથી આમંત્રણ !!

 કંજુસ શેઠ પણ ખીસામાં હાથ નાખવા તૈયાર થ્યા !!
                                                                      - જુગલકીશોર.

જીકો :
લ્યો, આજ તો મંજુબુન, તમે જ એકલાં આવ્યાં. કંયુંનો હઁધાયની વાટ જોઉં સું,  હજી  કેમ કોઈ દેખાતું નથી ?
મંજુ :
આવશે. બધાં જ આવશે. તમે જીકાભાઈ આ ચોરાનું પાથરણું હવે બદલવાનું કરો. બધેથી ઝળી ગયું છે…
દલો : (આવતાં વેંત)
ઈ તો જીકાને હું [...]

નૅટને માળે પંખીની જેમ ગુજ.સાહીત્ય કેવું ચહેકે છે !!

[ખાસ નોંધ : આપણી ગુજ.માં સ અને હ ઉચ્ચારોની વચ્ચે એક ઉચ્ચાર એવો છે જેને લખી શકાતો નથી ! સાણસી કે સરખું કે સાચું ની જગ્યાએ જે બોલાય છે તેને 'હ' અક્ષરથીય પણ દર્શાવી શકાતું નથી. મારાં લખાણોમાં કાઠીયાવાડી લહેકામાં આ 'સ' અને 'હ'ની વચ્ચેના એ ઉચ્ચાર માટે હવેથી હું 'હઁ' ટાઈપ કરું તો એને સ્વીકારી [...]

સાંકડું મન છે, મકાન નહીં; પછી તો નોખાં જ રહે ને !

ગન્યાન ચોરો.                               –જુગલકીશોર.

જીકો  : એ આવો, આવો ગોર બાપા. આજ તો તમે ને હું જ બધાંથી પહેલા આવી ગયાને કાંઈ.
બાપા : હા ભાઈ, તારો ખાસ ભાઈબંધ ન આવ્યો તે હું એને બદલે આવી ગયો !
જીકો  : અરે, અરે, બાપા ! એવું કાં કો’ ? એક તો તમને કાંઈ દલા દાઢીની હારે બેહાડાય [...]

'ગન્યાન-ચોરે કોઈની ટીકા કરી મોઢું ગંધવવું નથ્ય.'

વચલી :  એ પાય લાગું ગોરબાપા ! તમે આજે બહુ વહેલા આવી ગયા ?!
બાપા  :  ના રે, આ તો સીમમાંથી ભાજી વીણીને આવતો’તો ને ટાઈમ થઈ જવા આવ્યો’તો એટલે પછી ચોરા પર જ બેસી રહ્યો. તું આજ આ તારું લેપટોપીયું લઈને આવી પણ ચોરે તો લાઈટ જ નથી. બેટરીથી ચાલશે ?
વચલી :  હા વળી ચાલશે [...]

ગન્યાન-ચોરે પધાર્યા, પ્રાણાયામવાળા રામદેવ સ્વામી ?!

ડાહીમા : કેમ આજ હજી બધું સુમસામ લાગે છે ? ચોરા ઉપર આજે બધા આમ સોગીયાં મોઢાં કરીને કાં બેઠા ?
જીકો    : માડી તમે ય હમણાં ઢીલાં થઈ જાહો. વાત જ એવી થઈ છેને કે….
શેઠ     : ઈ તો માસ્તર સાહેબને છાતીમાં દુખાવો ઉપડ્યો એકદમ એટલે બધાં એમને શેરમાં દવાખાને દાખલ કરવા ગયાં છે. એમના ઘરના [...]

ચોરાના લેપટોપ ઉપર ઉંઝાનાં જીરું, વરીયાળી ને જોડણી !!

ડાહીમા   :  એલા દલા, આજ આ ચોરે શણગાર શેના કર્યા છે ?
દલો      :   શી ખબર્ય માડી. ગામમાં કોકે માનતા માની હશે, બીજું શું ?
વચલી   : આ સારું હો.કોઈની માનતા ફળે એટલે ચોરાની સીકલ ફરી જાય. તમેયે દલાકાકા,કાંઈક માનતા રાખોને !
દલો     :    હું તો રાખું, લ્યોને. મારા મકાનનાં નળીયાં સોનાનાં થઈ જાય ને ખપેડો ( છાપરું)ચાંદીનો થઈ [...]