નીખીલને ક્ષમા તરફથી જન્મદીનની કાવ્ય-ભેટ !

સ્નેહીજન !
આપને આજે મુબારકબાદી રુપે એક કાવ્ય મોકલું છું.
આજ સવારથી ચારચાર જ્ઞાનેન્દ્રીયે મને જાણે ઈંગીત પર ઈંગીત આપીને કહી જ દીધું હતું કે આજે કશુંક અદ્વીતીય છે !
જન્મદીનના સ્નેહસભર અભીનંદન સાથે, મને પ્રાપ્ત થયેલો ચતુરેન્દ્રીય આનંદ તને અર્પણ કરું છું.
प्राप्त थयेला  चतुरेन्द्रीय आनंदनो वीनीयोग !
આજ અચાનક
પુર્વ દીશાનો સુર્ય
સામટાં
રંગ રંગનાં પુષ્પ
વેરતો દીઠો.
પવન લ્હેરખી
હળવે હળવે
-અંગ અંગને સ્પર્શે [...]

નીખીલને ક્ષમા તરફથી જન્મદીનની કાવ્ય-ભેટ !

સ્નેહીજન !
 આપને આજે મુબારકબાદી રુપે એક કાવ્ય મોકલું છું.
આજ સવારથી ચારચાર જ્ઞાનેન્દ્રીયે મને જાણે ઈંગીત પર ઈંગીત આપીને કહી જ દીધું હતું કે આજે કશુંક અદ્વીતીય છે !
જન્મદીનના સ્નેહસભર અભીનંદન સાથે, મને પ્રાપ્ત થયેલો ચતુરેન્દ્રીય આનંદ તને અર્પણ કરું છું.  
प्राप्त थयेला  चतुरेन्द्रीय आनंदनो वीनीयोग !
આજ અચાનક
પુર્વ દીશાનો સુર્ય
સામટાં
રંગ રંગનાં પુષ્પ
વેરતો દીઠો. [...]

ચપટી મીઠામાં ગાંધીએ અણુશક્તી ભરી દીધી !!

નીખીલ,
 
હજી હમણાં જ ગાંધીજીનો જન્મ દીવસ, જેને રેંટીયા બારસ તરીકે મનાવાય છે, ગયો. પણ દર વર્ષે આ દીવસની આજુબાજુ જ અંગ્રેજી મહીના ઓક્ટોબરની ૨જી તારીખ પણ આવે જ ! આ ટુંકા સમયગાળામાં આપણા રાષ્ટ્રપીતા બહુ યાદ આવ્યા કરે છે ! (આખું વરસ તો યાદ કરવાના દીવસો જ રહ્યા નથી જાણે )
 
રેંટીયા બારસે મને માળીયેથી રેંટીયો [...]

અર્જુનને પક્ષીની આંખ; ક્ષમાને ઝુંપડીઓ દેખાઈ !!

ક્ષમાનો પત્ર – ૨૨
 
નીખીલ,
 
મારી વેદનાના સ્પર્ષે તુંય વ્યથીત થયો ! આમ તો મારે  તારી આ જ કારણસર ક્ષમા માગવી રહી, પણ હું સાક્ષાત્ ક્ષમા (આપનારી નહીં, માગનારી ) બીજું કહી પણ શું શકું ? આ વાત જ એવી વેદનાની છે કે જેટલાંને વહેંચી શકાય તેટલું સારું !! આપણે હવે એવી પરીસ્થીતીએ પહોંચી ચુક્યાં છીએ [...]

ઠરી રહેલો જઠરાગ્ની જ્વાળામુખી બની શકશે ?!

ક્ષમાનો પત્ર : 10 
જુગલકીશોર===============================================  
વ્યથીત નીખીલ,
તારી વ્યથા ગયા પત્રમાં વાંચી. ભુખ્યાં જનોના જઠરાગ્નીને હવે જાગવાપણું જ રહ્યું નથી !! એ હવે ઠરી ગયો છે. જ્વાળામુખી બની શકે એવો એ જઠરાગ્ની હવે ધીમે ધીમે બુઝાઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ભુખ અને વેદના જ જોવા મળે છે. દરરોજ છાપામાં કોઈ ને કોઈ આત્મહત્યા કરીને જઠરાગ્નીમાં આહુતી – [...]

જનેતાનેય ભુલી જતો માનવી પ્રકૃતીને ભુલી જાય તો શી નવાઈ ?!

–જુગલકીશોર.

પ્રીય નીખીલ,
તેં આકાશની વાત કરી, ગ્રહોનીય વાતો કરી. પણ ગ્રહોની સાથે તેં આગ્રહોનેય જોડીને તો વાતને એક સ્થાનેથી સાવ નવા જ સ્થાને લાવી મુકી દીધી. બાકી હતું તે મારી કુંડળીમાં કયા ગ્રહો [ને આગ્રહો પણ !] પડ્યા છે એની ઈન્ક્વાયરીય કરી લીધી !
ભઈ, આપણે તો માંગલીકેય નથી અને અમાંગલીકેય નથી. શબ્દોની કેવી રામાયણ [...]

ટ્રાન્સ્પરન્સીના ચમત્કારો, ક્ષમાની પત્રપંક્તીઓમાં !

નીખીલ,
તારી સંવેદનશીલતા તારા પત્રની સોંસરી મને વીંધી ગઈ. કોઈ અજાણ્યાને પાછો વાળ્યાનું સુખ છેક મનેય અહીં અડી ગયું. કેવી પરીસ્થીતીનો માર્યો એ યુવાન ટાંકી ઉપર ચડ્યો હશે ! વીદાય લઈને માવતરને છોડવાનો નીર્ણય કરતાં એને શું શું નહીં થયું હોય !! એમાંય પાછાં પ્રામાણીક અને મહેનતુ માણસોને જ આવું થાય ત્યારે વધુ વેદના આવી [...]

ઉપાલંભોથી નીખીલને નવડાવતી ક્ષમા !!

શ્રીમાન્ નીખીલજી !
તમે નળના પાણીને બદલે છતથી અવતરીત જલથી નાહ્યાની વીગતો જાણી. તમારી ઉંઘને પણ જાણી. તમારી રહેવાની સંકડાશ પણ જાણી.
વર્ષામાં કોણ, ક્યાં અને કઈ રીતે નહાય તે સૌની અલગ અને પોતીકી બાબત છે. તમે તમારી સ્થીતી જાતે કરીને જ સ્વીકારી હોય પછી એને વીષે વધુ તો શું કહીએ ? તમને તમારા અભ્યાસ દરમીયાન અને [...]

નીખીલને ગામડે પરણાવવા પ્રસ્તાવ મુકતી ક્ષમા !!

મારા વરસાદી મીત્ર !
તારી વરસાદગી માણી, મન ભરીને માણી ! હવે આ એનો જવાબ પણ હાજર કરું છું, અલબત્ત ઘણો મોડો. મેં તો પત્ર દ્વારા વરસી પડીશ એવું વચન પણ તને આપ્યું હતું, પણ સંજોગો ક્યાં આપણું ધાર્યું થવા દે છે !
મારા અક્ષરોને અને મારા પત્રના વર્ષાના આગમને થયેલા વધામણાંને તેં જે રીતે વધાવ્યા તે [...]

વર્ષા અને વનસ્પતીપ્રેમે ક્ષમા બની રહી ‘ક્ષમાવેલી’ !

                               –જુગલકીશોર.  
નીખીલ !
તારો પત્ર વીજળીની ઝડપે મળ્યો.
ઝાડ ઉપર પડતી વીજળી તેં જોઈ તે જાણીને મને થયું, ઝાડ જેવા વર્ષોના સાથીને આમ અચાનક ભસ્મ થઈ જતું જોવું એ મનુષ્યના અકાળ અવસાનથી ઓછું કરુણ નહી જ હોય. તું એ જોઈ શક્યો એટલે તને કેટલી ને કેવી અનુભુતી થઈ હશે તે સમજી શકું છું. તારો સાથી ગયો [...]