Posted on Wednesday, August 13, 2008 by jjkishor
ક્ષમા,
ગ્રીષ્મ જ્યારે પુરબહારમાં તુટી પડી હતી ત્યારે થતું ‘તું જાણે હવે પછી કોઈ જ ૠતુ નહીં હોય. આકાશથી વરસી રહેલો તાપ એ જ કાયમી છે; એ જ સત્ય છે, ને બીજું બધું કેવળ કાલ્પનીક અને મીથ્યા !
પરંતુ એક દીવસ ઓચીંતાં જ કેટલીક વાદળીઓને દક્ષીણ–પુર્વ દીશાએથી નીકળીને ઈશાન તરફ નીકળી પડેલી જોઈ. પછી તો એની સંખ્યા [...]
Filed under: પત્રો, ક્ષમાને | 6 Comments »
Posted on Friday, June 13, 2008 by jjkishor
ક્ષમા–નીખીલના પત્રોમાંનો ૨૦મો પત્ર
સંવેદનશીલા ક્ષમા !
તારા પત્રની છેલ્લી પંક્તીઓ પહેલાં રજુ કરીને પછી જ મારે કહેવાનું છે તે લખીશ.
“જેમને સાંજનું વાળુ મળવાનું નથી એમની ‘હાશ’ આપણે ક્યારે સાંભળીશું ?!!!!!
–ક્ષમાની વેદનાભરી ને અસહાય યાદ !”
ગઈ કાલે મળેલા તારા પત્રના અનુસંધાને એક અખબારમાં વાંચેલા આ સમાચાર વાંચ !!! :
ફક્ત અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ જ [...]
Filed under: પત્રો, ક્ષમાને | 2 Comments »
Posted on Wednesday, January 9, 2008 by jjkishor
કરમની કઠણાઈના કાગડા કાળી કીકીયારીયું કરે છે.
–જુગલકીશોર.
*******************************************
સ્નેહલ ક્ષમા,
તારો પ્રકૃતીપ્રેમ મને પહોંચ્યો છે. આ પત્ર એની પાવતી રુપે સ્વીકારજે. આ પ્રકૃતીવંદના મેં જ શરુ કરી હતી, ગયા પત્રથી. એના જ અનુસંધાને આ તારો પત્ર હોઈ એનીય વંદના કરી લઉં તો એને નકારીશ નહીં.
પણ પ્રકૃતીને હમણાંથી નવા જ સ્વરુપે જોવાનું બને છે. આ સખત રીતે [...]
Filed under: પત્રો, ક્ષમાને | 2 Comments »
Posted on Friday, December 21, 2007 by jjkishor
**********************************************************************************
મંગલમય આકાશમાં શીતળ શીતળ ચાંદલીયો.
–જુગલકીશોર.
**********************************************************************************
સ્નેહલ ક્ષમા,
તારો પત્ર મળ્યાને ઘણો સમય વીતી ગયો. જવાબવાનું શક્ય જ નહોતું. હુંય બબ્બે મરણોને સાવ નજીકથી જોઈ આવ્યો. બંને અત્યંત વૃદ્ધત્વ સાથે પનારો પાડનારાં હતાં. પણ આજે એની વાત કરવી નથી.
વચ્ચે ચુંટણીઓય આવીને જતી રહી. લોકશાહીને નામે જે કાંઈ જોયું -સાંભળ્યું એણે પણ ખાસ્સો સમય માંગી લીધો, મનના [...]
Filed under: પત્રો, ક્ષમાને | Leave a Comment »
Posted on Wednesday, September 26, 2007 by jjkishor
યુવાનને બચાવીને એણે અંતરનાં ઉંડાણો તાગ્યાં !!
ક્ષમા દેવી !
ક્ષમા દેવી ના દેવી તે તો તમારા હાથની વાત છે. પણ તમારા ગયા પત્રમાં તમે વરસાવેલા ઉપાલંભોના જવાબ દેવાની મારી ફરજ ગણીને તમને આ લખી રહ્યો છું, સમજ્યાં દેવી ક્ષમા !
વરસાદમાં હું અને મારાં પુસ્તકો પલળ્યાં એનાથી તને દુ:ખ થયાનું તારા પત્રમાંથી ટપકે છે. આટલું એકાત્મ્ય [...]
Filed under: પત્રો, ક્ષમાને | 4 Comments »
Posted on Monday, August 20, 2007 by jjkishor
સેવાભાવી ક્ષમા,
તારો પત્ર મળ્યો ત્યારે હું એક નવા જ કાર્યક્ષેત્રે વ્યસ્ત અને ત્રસ્ત હતો ! તને કહીશ તો તુંય એકબાજુ હસવાનું અને બીજી બાજુ મારી દયા ખાવાનું શરુ કરી દઈશ.
બન્યું એવું કે મારા ભાડાના મકાનમાં ગઈકાલના તોફાની વરસાદે તોફાન મચાવી દીધેલું. રાતે ‘કોઈ’ને યાદ કરતો કરતો સુઈ ગયો ને એવી મજાની ઘાટા કસુંબા [...]
Filed under: પત્રો, ક્ષમાને | 3 Comments »
Posted on Friday, August 10, 2007 by jjkishor
–જુગલકીશોર.
વૃક્ષઘેલી ક્ષમા !
તારો વૃક્ષપ્રેમ મને સાવ જુદા જ સંદર્ભ સાથે વળગી ગયો. તારો પત્ર મને જે રીતે મળ્યો એમાં તારો વૃક્ષપ્રેમ અને તારી વર્ષાપ્રીતી પણ પ્રગટતી હતી. તું જાણીશ ત્યારે તને પણ નવાઈ અને મઝા મઝા થઈ પડશે….!
બન્યું એવું કે હું કોઈના નહીં ને તારી વનસ્પતીપ્રીતીના વીચારોમાં મગ્ન હતો. મનમાં સતત એક બાજુ બળી ગયેલા [...]
Filed under: પત્રો, ક્ષમાને | 1 Comment »
Posted on Friday, August 10, 2007 by jjkishor
Published June 27th, 2007 ક્ષમા-નિખિલના પત્રો 2 Comments Edit
ક્ષમા !
તને આજે સંસ્કૃત શબ્દકોશમાં શોધીને ઓળખવા મથ્યો ! તું ક્ષમા રુપે ‘નામ’ છે, જેના અર્થો થાય છે માફી અને પૃથ્વી. પણ ‘ક્ષમ’ રુપે તું વીશેષણ છે !! તને લગતાં વીશેષણોમાં ક્ષમાશીલ, સહનશીલ, સમર્થ, શક્તીમાન,અનુકુળ, યોગ્ય, લાયક વગેરે જોતાં તારા ગુણોનો પાર નથી. તું ગુણોનો ભંડાર છે બાપ [...]
Filed under: પત્રો, ક્ષમાને | Leave a Comment »
Posted on Friday, August 10, 2007 by jjkishor
સ્નેહલ ક્ષમા,
આકાશથી થઈ રહેલી અગ્નીવર્ષા મારી બધી જ સંવેદનાઓને (તારી સાથેના પત્રવ્યવહાર સીવાયની)ઓગાળી રહી છે.
વસંત હતી ત્યારે આવી રહેલી ગ્રીષ્મને યાદ કરીને ગરમાળો અને ગુલમહોર અને કોયલ અને સુગંધ-સ્વાદના સાયુજ્યશી કેસરીયા રંગની વૈભવી જુનાગઢી કેરી વગેરેને યાદ કરી કરીને મારું અંતર ગ્રીષ્મને આવકારવા થનગની રહ્યું હતું, પરંતુ આ વખતની એની આ અગ્નીવર્ષાએ મારી [...]
Filed under: પત્રો, ક્ષમાને | Leave a Comment »
Posted on Friday, August 10, 2007 by jjkishor
સ્નેહલ ક્ષમા,
આપણા પત્રોની વાત, આપણા મનમાં ઝાંકવાની વાત બની જતી લાગી મને તો.. રૂબરૂ મળવાનું અને પત્રોમાં વહેવાનું બંને સાવ નોખી વસ્તુ જ છે એય જણાઈ ગયું ! આજ દિન સુધી આપણું મળવું કંઈ કેટલીય વાતોના આદાન-પ્રદાન માટેનું સાધન, માધ્યમ હતું. એ વાતો, વિચારો આપણા મળવાના કાર્યની સાથે કોઈ હોમવર્ક નહોતા લઈ આવતા. જે [...]
Filed under: પત્રો, ક્ષમાને | Leave a Comment »