મારી પ્રથમ નવલીકા !!

ચાની લારીએ…
–જુગલકીશોર=========================
‘આ પાંઉંના કેટલા પૈસા ?’ વહેલી સવારે રોડ ઉપરની ચાની લારી પાસે આવીને એક વૃદ્ધે લારીવાળને પુછ્યું.
‘આઠ રુપીયા.’ જવાબ મળ્યો.
‘આઠ રુપીયા ?’ જવાબી વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચીહ્ન ઉમેરીને વૃદ્ધ ઘરાકે વાક્યનો સંદર્ભ લારીવાળાથી ખસેડીને ઘરાક સાથે જોડી આપ્યો.
‘એ પાંઉં નથી; માખણ સાથે ખાવાનું બન છે.’ લારીવાળાએ ધંધો સ્પષ્ટ કર્યો.
‘આઠ રુપીયા !!’  વૃદ્ધે હવે વાક્યની [...]

કેક ઉપરનું સુશોભન !!

નેક ને પાક મુસલમાન ઈમરાન.
                                                 -જુગલકીશોર.
બેઠી દડીનો ને ઋજુ સ્વભાવનો ઈમરાન કોઈની ભલામણ લઈને એક દીવસ ઓફીસે આવ્યો હતો. એક સુક્ષ્મ સંકોચ એના ગાલે પડતાં ખંજનોમાં જોવા મળતો હતો. વાંકડીયા વાળ ચીપીચીપીને ઓળ્યા હતા. બોલવાનુંય એનું ચીપીચીપીને થતું લાગે…
બેકરીની આઈટેમો ઈમરાન બનાવી જાણે. કેક બનાવવાની તો માસ્ટરી. હીન્દુ કુટુંબોમાં એની એગલેસ કેક બહુ વખણાય. [...]

એને પાછો વાળ્યાનું અપાર સુખ.

રઝળપાટ.                                     –જુગલકીશોર.  
તે દી કોણ જાણે શું થયું હશે કે હું સાવ જ શાંત મને ઓફીસમાં બેઠો હતો. કશું જ જાણે કામ નહોતું. સંસ્થાના ડાયરેક્ટરશ્રી પણ નીરાંતવા જીવે ઘેર વહેલા ગયા હતા. એમનો સીનીયર પ્રોગ્રામ ઓફીસર એવો હું ઓફીસે હાજર હતો એટલે એમને તો નીરાંત હતી જ.
આવનારા પ્રસંગને અનુરુપ જાણે હોય એવી નીરવ શાંતી મારા મનમાં [...]