Posted on Friday, June 15, 2007 by jjkishor
ગુજરાતનો ઈતીહાસ (17): સીદ્ધરાજના શાસનનો ઉગમકાળ
આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . .
સીદ્ધરાજ જયસીંહને બાળવયે પાટણની ગાદી સંભાળવાની આવી. આ એક મોટો પડકાર હતો.
વળી રાજકીય પરીસ્થીતી ધુંધળી હતી અને વંશીય ખટપટો પણ અતાગ હતી. ત્યારે રાજમાતા તથા મંત્રીઓ-અમાત્યોની સલાહ પ્રમાણે રાજાએ દોરવાવાનું હતું.
કોઈ પણ રાજવી માટે આવા સંજોગો હતાશા [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | 1 Comment »
Posted on Monday, May 14, 2007 by jjkishor
.
ગુજરાતનો ઈતીહાસ (16): વીદ્વત્તાપુજક સીદ્ધરાજ જયસીંહ
આલેખક: હરીશભાઈ દવે
•
અગીયારમી સદીનો ચોથો દશકો.
ગુર્જરદેશની રાજધાની પાટણ.
સમગ્ર નગર મહા ઉત્સવના એંધાણે થનગની રહ્યું છે.
પાટણનરેશ સીદ્ધરાજ જયસીંહે માળવા પર ભવ્ય વીજય પ્રાપ્ત કર્યો છે. કટ્ટર શત્રુ માલવનરેશને હરાવી મહારાજાએ અભુતપુર્વ સીદ્ધી મેળવી છે.
ગુર્જરનરેશ આજે મહાન વીજેતા બનીને પાટણમાં પ્રવેશી રહ્યો છે.
ભારે ધામધુમથી સત્કારની તૈયારીઓ થઈ છે. મંત્રીઓ, બહુશ્રુત વીદ્વાનો [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | Leave a Comment »
Posted on Monday, May 7, 2007 by jjkishor
.
ગુજરાતનો ઈતીહાસ (15): સીદ્ધરાજ જયસીંહનું રાજ્યારોહણ
આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . .
ગુજરાતનો મહાન ચક્રવર્તી રાજા સીદ્ધરાજ જયસીંહ.
માંડલીકો માટે મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહ. ઈતીહાસકારોની દ્ર્ષ્ટીએ ત્રીભુવનગંડ, અવંતીનાથ, સીદ્ધ ચક્રવર્તી શ્રી જયસીંહ દેવ.
જયસીંહના દાદા ભીમદેવને ત્રણ રાણીઓ હતી તેવી કથા છે. તેમાંથી બે મુખ્ય: વણીકરાણી બકુલાદેવી (બઉલાદેવી) અને રજપુત રાણી ઉદયમતી.
ઉદયમતી સૌરાષ્ટ્રના [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | 3 Comments »
Posted on Sunday, April 29, 2007 by jjkishor
.
ગુજરાતનો ઈતીહાસ (14): મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ
આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . . .
અગીયારમી સદીનો પુર્વાર્ધ.
પ્રભાસપાટણ સોમનાથની સમૃદ્ધીની વાતો જગતભરમાં ફેલાઈ હતી.
પ્રભાસ તે સમયે ભારતવર્ષના પશ્ચીમ કીનારાનું અગત્યનું બંદર હતું. અહીંથી આફ્રીકા અને ચીન સાથે દરીયાઈ વ્યાપાર ચાલતો.
સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | 6 Comments »
Posted on Monday, April 23, 2007 by jjkishor
.
ગુજરાતનો ઈતીહાસ (13):
આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . .
અગીયારમી સદીના ઉદયકાળે કેટલીક મહત્વની ઘટનાઓ બની.
વાયવ્ય સરહદેથી મહમુદ ગઝનીનાં આક્રમણો ભારતવર્ષને ધ્રુજાવવા લાગ્યાં. આ સમયે વીદેશી સરદારોને મર્યાદામાં રાખનાર ભારતવર્ષમાં બે મહાન સામ્રાજ્યો હતાં :
મધ્યભારતમાં માલવપ્રદેશ અને દક્ષીણ ભારતમાં તાંજોર પ્રદેશમાં ચોળ (ચોલ) સમ્રાજ્ય.
અગીયારમી સદીના ઉદય સાથે તાંજોર અને માલવપ્રદેશ સત્તા [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | 2 Comments »
Posted on Sunday, April 15, 2007 by jjkishor
.
ગુજરાતનો ઈતીહાસ (12): મુલરાજ સોલંકીના વારસદારો અને મહમુદ ગઝની
આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . . . .
સોલંકી વંશના સ્થાપક પાટણપતી મુલરાજ સોલંકીનો પુત્ર ચામુંડ.
ઈ.સ. 996 (997 ?) માં પાટણની ગાદી પર ચામુંડનો રાજ્યાભીષેક થયો. તેણે આશરે ઈ.સ. 996થી ઈ.સ. 1009 સુધી – એમ 13 વર્ષ રાજ્ય કર્યું.
ચામુંડને ત્રણ પુત્રો [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | Leave a Comment »
Posted on Tuesday, April 10, 2007 by jjkishor
.
ગુજરાતનો ઈતીહાસ (11):
આલેખક: હરીશભાઈ દવે
.
મુલરાજ સોલંકી તથા તેના રાજ્યશાસનને સંબંધીત કથાઓ કવીરાજ મેરુતુંગના “પ્રબંધચીંતામણી” ઉપરાંત વીદ્વાન જૈન મુની હેમચંદ્રાચાર્યની કૃતીઓમાં આલેખાયેલ છે.
હેમચંદ્રાચાર્યના મહાકાવ્ય “દ્વયાશ્રય”માં મુલરાજ સોલંકીની પ્રશસ્તી કરવામાં આવી છે.
મુલરાજ સોલંકી પરમ શીવભક્ત હતો. તેણે ઉત્તરથી ઔદીચ્ય બ્રાહ્મણોને આમંત્રણ આપી સારસ્વતમંડલમાં વસાવ્યા. સમય વીત્યે પાટણ વીદ્યા અને સંસ્કૃતીનું કેન્દ્ર બન્યું.
મુલરાજ સોલંકીએ રુદ્ર મહાલયનું વીશ્વવીખ્યાત મંદીર [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | Leave a Comment »
Posted on Monday, April 2, 2007 by jjkishor
.
ગુજરાતનો ઈતીહાસ (10): ગુજરાતનો સુવર્ણયુગ
.
આલેખક: હરીશભાઈ દવે
* * * * * * * * *
ગુજરાતના ઈતીહાસમાં સોલંકી યુગ સોનેરી અક્ષરોએ ઝળહળી ઊઠે છે. સોલંકી રાજ્યશાસનનો યુગ એટલે ગુજરાતનો સુવર્ણયુગ.
દસમી સદીમાં ઉદય પામેલા સોલંકી શાસનનો સ્થાપક રાજવી મુલરાજ સોલંકી હતો.
મુલરાજ સોલંકીના પુર્વજો વીષે મતમતાંતર છે. પ્રચલીત મત પ્રમાણે મુલરાજના પુર્વજો મુળ ઉત્તર ભારતના ચાલુક્યો. તેઓ [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | 1 Comment »
Posted on Monday, March 26, 2007 by jjkishor
.
ગુજરાતનો ઈતીહાસ (9): સોલંકીકાળ પુર્વે ગુજરાત: એક દ્રષ્ટીપાત
આલેખક: હરીશભાઈ દવે
સોલંકીકાળ પુર્વેના ગુજરાતના શાસનકર્તાઓનો ઈતીહાસ આપણે સંક્ષેપમાં જાણ્યો.
ઈસવી છઠ્ઠી સદીમાં ગુર્જરદેશ (વલભી – સૌરાષ્ટ્ર- કચ્છ સહિત હાલનું ગુજરાત) તેમજ રાજપુતાના અને માળવા પ્રદેશોની સભ્યતા-ભાષા- રીતીરીવાજ- સમાજવ્યવસ્થામાં આશ્ચર્યજનક સામ્ય હતું. તે સમયે ગુજરાતમાં- તે કાળના ગુર્જર દેશમાં – સુદ્રઢ સમાજવ્યવસ્થા હતી. સમગ્ર ભારતવર્ષમાં સુનીયોજીત વર્ણવ્યવસ્થા [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | Leave a Comment »
Posted on Monday, March 19, 2007 by jjkishor
.
ગુજરાતનો ઈતીહાસ (8): મીહીરભોજનું વીશાળ સામ્રાજ્ય
આલેખક: હરીશભાઈ દવે
* * * * * * * * * * * *
આપણે ગુજરાત પર સોલંકી વંશની સ્થાપના જોઈએ તે અગાઉ પુર્વભુમિકા પર નજર કરીએ.
નવમી સદીમાં કાન્યકુબ્જ (કનોજ) ની ગાદી પર ઈક્ષ્વાકુ (?) વંશના મીહીરભોજ નામના રાજાએ સત્તા સંભાળી. તેણે ગુર્જર દેશના ઘણા પ્રદેશો પર અંકુશ મેળવ્યો.
મીહીરભોજના [...]
Filed under: ગુજરાત–ઐતીહાસીક | Leave a Comment »