મીશ્ર ઉપજાતી છંદ

સાવ સહેલો ને સટ,   શ્રીમદ્ ભાગવતનો પ્રમુખ છંદ – મીશ્ર ઉપજાતી

આમ તો આ છંદને ફક્ત ઉપજાતી છંદ જ કહેવાય. પણ આપણે સમજવા માટે એને મીશ્ર–ઉપજાતી પણ કહીશું. આ છંદની સ્મૃતી છેક શ્રીમદ્ ભાગવત પાસે લઈ જાય છે કારણ કે લગભગ આખું ભાગવત આ છંદમાં છે એમ કહીએ તો ચાલે ! યાદ કરો –
કરારવિન્દેન પદારિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્       |
વટસ્ય [...]

“ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ”નો છંદ ઉપજાતી શીખવો છે ?

સાવ સહેલો ને સટ,   શ્રીમદ્ ભાગવતનો પ્રમુખ છંદ – મીશ્ર ઉપજાતી
 
આમ તો આ છંદને ફક્ત ઉપજાતી છંદ જ કહેવાય. પણ આપણે સમજવા માટે એને મીશ્ર–ઉપજાતી પણ કહીશું. આ છંદની સ્મૃતી છેક શ્રીમદ્ ભાગવત પાસે લઈ જાય છે કારણ કે લગભગ આખું ભાગવત આ છંદમાં છે એમ કહીએ તો ચાલે ! યાદ કરો –
 
કરારવિન્દેન પદારિન્દં [...]

વસંતતીલકામાં ‘મામ્ પાહી ઓ ભગવતી ! ભવદુઃખ કાપો’

સહયોગીઓ,
મંદાક્રાંતા અને શીખરીણી પછી આજે હવે એવો જ જાણીતો છંદ લઈએ છીએ –
વસંતતીલકા
 
અક્ષરો – આ છંદમાં ૧૪ અક્ષરો છે. તે અક્ષરમેળ છંદ (વૃત્ત) હોઈ એમાં પણ ઉપરોક્ત બન્ને છંદોની માફક માત્રા ગણવાની હોતી નથી. ૧૪ અક્ષરોને એના ગણોની ગોઠવણી મુજબ યોજવાના હોય છે.
 
યતી – આ છંદની વીશેષતા એ છે કે એમાં છંદના બંધારણ મુજબ [...]

અહો આશ્ચર્યમ્, ઉ.જોશી–સુંદરમ્ નાં શીખરીણી કાવ્યોમાં !!

 
–જુગલકીશોર.
 
નોંધ – મારું એ પરમ સદ્ભાગ્ય છે કે મુ.શ્રી કનુભાઈ જાની એમ.એ.માં મારા અધ્યાપક અને થીસીસના માર્ગદર્શક હતા. એમણે મને જે વીષય મહાનીબંધ માટે સુચવેલો તે હતો – “શ્રી સુંદરમ્ તથા શ્રી ઉમાશંકર જોશીનાં ગ્રંથસ્થ કાવ્યોમાં શિખરિણી” બન્નેના કાવ્યસંગ્રહોનાં બધાં જ કાવ્યોમાંથી શીખરીણી છંદમાં લખયેલાં કાવ્યોની બધી જ પંક્તીઓને મેં પકડી પકડીને તપાસી હતી. એમાંથી [...]

‘તને મેં ઝંખી’તી !’ વાળો છંદ શીખવો છે ?

સુંદરમ્ નાં કાવ્યોમાં ઘુંટાયેલો છંદ – શીખરીણી !

–જુગલકીશોર………………………………………………….
 
 
મંદાક્રાન્તા પછી એની સાવ નજીકનો ને બહુ જ જાણીતો–માનીતો છંદ શીખરીણી લઈશું ? મારા બહુ જ ગમતા છંદોમાંનો આ પણ એક છંદ છે. એમાંય એના ગમવા પાછળનાં અન્ય રહસ્યોમાંનું એક રહસ્ય એ પણ છે કે એ છંદમાં સુંદરમ્ ની અનેકાનેક ઉત્તમ રચનાઓ ગુજરાતીને મળી છે ! શીખરીણીની વાત [...]

મંદાક્રાન્તા છંદ – કાલીદાસનો અને ઉમાશંકરનો !!

આષાઢસ્ય પ્રથમ દીવસે…..!!
 
મંદાક્રાન્તા છંદની વાત કરીએ એટલે સૌથી પહેલાં યાદ આવે કાલીદાસનું મેઘદુત ! ભારતીય કાવ્યજગતમાં મંદાક્રાન્તા છંદની વાત કાલીદાસના મેઘદુત વગર કરાય નહીં એવો એના દ્વારા ઘુંટાયેલો એ છંદ છે.
 
અધુરામાં પુરું અઠવાડીયામાં જ અષાઢ મહીનોય બેસી જશે ને “આષાઢસ્ય પ્રથમ દીવસે….” યાદ આવ્યા વીના નહીં રહે….
 
તેથી જ તો એ કાવ્યના બે શ્લોકો સમશ્લોકી [...]

મંદાક્રાન્તા છંદમાં પદ્યરચનાઓ કરીએ !!

ચાલો છંદમાં પદ્યરચનાઓ કરીએ !! : ( 1 )
–જુગલકીશોર………………………………………………………………………………………………….
 
છંદમાં લખવા માટે સૌ પ્રથમ છંદને સમજવા પડશે. છંદો અંગે મેં લગભગ ૧૫ જેટલા લેખો મારા બન્ને બ્લોગ ઉપર લખીને મુક્યા હતા. ઘણાંએ એનો સંગ્રહ કર્યો પણ છે. આજે એક નવી રીત, શોર્ટ કટની મુકી રહ્યો છુ. એ રીત સીધી જ સૌને છંદાનંદ આપશે !!
 
છંદનું નાનામાં [...]

શીખરીણી છંદની કેટલીક વધુ વાતો :

                                                 –જુગલકીશોર.
1]   છંદમાં કાવ્ય લખનારાઓનો આ ગમતો છંદ છે. એ ઘણાંને સરળ લાગે છે એનું એક કારણ એ પણ છે કે એમાં શરુઆતમાં સળંગ પાંચ ગુરુ અને પછી સળંગ પાંચ લઘુ અક્ષરો આવીને એક સરસ લય ઉભો કરે છે. આ છંદનું નામ પણ એ જ બતાવે છે જાણે એક લઘુ અક્ષરનું પહેલું પગલું ભરીને પછી [...]

પરંપરીત છંદની કેટલીક મઝાની વાતો.

                                                      –જુગલકીશોર.
1] અક્ષરમેળ છંદોમાં પંક્તીઓમાં આવતા કોઈ એક ખંડને બેવડાવીને ખંડ શીખરીણી; ખંડ સ્રગ્ધરા; ખંડ શાર્દુલવીક્રીડીત ઉપરાંત ખંડ પૃથ્વી વગેરે છંદો રચાય છે. પરંતુ માત્રામેળમાં સંધીઓની સંખ્યા ઘટાડી-વધારીને પરંપરીત છંદની યોજના થતી હોય છે. (ઉદાહરણો આગળ જોઈશું.)
2] અક્ષરમેળ છંદોમાં જેમ છંદપંક્તીનું એકમ ‘ગણ’ (જગણ, મગણ વગેરે)હોય છે તે જ રીતે માત્રામેળ છંદોમાં છંદ-પંક્તીનું એકમ [...]

અગેય પદ્યરચના.

                                           –જુગલકીશોર.
 
આપણે ત્યાં એક એવી છાપ હતી કે ગાઈ શકાય તે પદ્ય અને વાંચી શકાય તે ગદ્ય. પદ્યને વાંચી શકાય પણ ગદ્યને ગાઈ ન શકાય. (ટી.વી.ની કેટલીક વાહીયાત જાહેરાતોમાં નરી ગદ્યપંક્તીઓને ગાઈને રજુ કરવામાં આવે છે ત્યારે આ ગદ્યને ગવાતું સાંભળવાનો અનુભવ થતો હોય છે.)
 
કવીતાના છંદને લાંબા રાગે ગાઈને  કવીતાના રાગડા તાણનારા લોકો પણ [...]