Posted on Friday, November 6, 2009 by jjkishor
દલીત–જનવાદી રચનાઓની પ્રસાદી
(નયામાર્ગ તા. ૧, ૧૧, ૦૯ના અંકમાંથી સાભાર)
*************************************************
આધાર હોય છે
તેના રચેલ શબ્દને આકાર હોય છે
આ વેદના ભલેને નીરાકાર હોય છે.
તેને નકારનાર નકારે ઉજાસને
સમતા સમાનતા વીના અંધાર હોય છે.
મુક્કી નથી ઉગામતા તો માર હોય છે
સંઘર્ષ એ જ આપણો આધાર હોય છે
હારી નથી જવાના ચરણ થાકવા છતાં
પ્રત્યેક શ્વાસમાં નવો રણકાર હોય છે
ને એટલે તો કોઈ નીરાધારમાં નથી
સૌને ક્ષીતીજ પારનો [...]
Filed under: પસંદગીનું પદ્ય | 1 Comment »
Posted on Sunday, October 25, 2009 by jjkishor
‘નયા માર્ગ’ દર પખવાડીયે કાવ્યોમાં સાંપ્રત એવા શીર્ષકથી કાવ્યો પ્રગટ કરે છે. આ કાવ્યો નર્યા તણખા જ હોય છે. આજે કેટલાક તીખારા અહીં પ્રસ્તુત કરું છું. – જુ.
––––––––––––––––––––––––––––––––––—————————–
બે લઘુ કાવ્યો
૧)
દીવાનો પર્યાય બનવાની
મથામણ કરનારા લોકો
દીવાનો પર્યાય બને
તે પહેલાં દીવો
એમનો પર્યાય
બની જાય છે !
૨)
બધા અડકી શકે છે
પણ બધા
સ્પર્શી નથી શકતા;
બધા લોકો
બધા લોકોને
આકર્ષી નથી શકતા !
– [...]
Filed under: પસંદગીનું પદ્ય | 4 Comments »
Posted on Wednesday, May 20, 2009 by jjkishor
આપણું રુટીન ક્યારેક નવાં જ ગતકડાં કાઢે છે !! – જુગલકીશોર.
ક્યારેક સાવ ન ધાર્યું બની જતું હોય છે. દરરોજ, દર મહીને, દર વર્ષે એકધારું ચાલ્યું આવતું આપણું રુટીન ક્યારેક દગો દઈ દે છે. સીધા સટ ને સપાટ રસ્તા પર સડસડાટ દોડી જતી ગાડી એકદમ સાઈડમાં ઉતરી જાય છે. જન્મ્યા ત્યારથી ધબકતું રહેતું હૈયું ઓચીંતા [...]
Filed under: પસંદગીનું પદ્ય | 6 Comments »
Posted on Saturday, December 27, 2008 by jjkishor
ગોખરુના રુપ ને ગુણ !!
ગોખરુ
– નરહરિભાઈ ભટ્ટ << કાવ્યોનું રસદર્શન માટે ક્લીક કરો
ઊગતા પ્રભાતમાં ચાલિયા રે લોલ,
આવ્યા ખેતરની મોજાર, મારા વાલા !
મસ્તી પ્રભાતની માણવા રે લોલ.
પગમાં પેર્યાં નથી પાવલા રે લોલ,
નથી પ્હેરી સ્લીપર કે સપાટ, મારા વાલા !
ઘૂમવા માંડ્યું‘તું અમે ખંતથી રે લોલ.
ચાલતાં પગે કંટક વાગતા રે લોલ,
કેમ કરી શેઢે પ્હોંચાય મારા વાલા !
ચરણોમાં ભારે [...]
Filed under: પસંદગીનું પદ્ય | 4 Comments »
Posted on Saturday, December 20, 2008 by jjkishor
સૂંઠ
– મુળ રચનાઃ સ્વ. નરહરિભાઈ ભટ્ટ
–––––––––––––––––––––––––––––––––––––
એને જાણજો, પ્રમાણજો, વખાણજો રે,
આ ગુણકારી સૂંઠને અપનાવજો.
આમને ઘટાડે ને રુચિને વધારે,
એ પાચનને સહજ તો સુધારે;
રોગોનું મૂળ જે, અગ્નિની મંદતા
દૂર કરે; સૌને સમજાવજો… … … … આ ગુણકારી.
ખાધી જો જનનીએ સૂંઠ સવાશેર હોય,
એના વીરપુત્રને પડકારે કેમ કોઈ ?!
દુર્બળતા દેહની કરવાને દૂર,
એનું સેવન કરવાને લલચાવજો !… આ ગુણકારી.
શરદી ને [...]
Filed under: પસંદગીનું પદ્ય | 7 Comments »
Posted on Tuesday, December 16, 2008 by jjkishor
– રતિલાલ ‘અનિલ’ –
પથ્થરોનું શિલ્પ નીરખીને હસી ઉઠે છે દિલ,
કોઈનું પથ્થર–હૃદય નીરખી રુદન થઈ જાય છે !
હાસ્ય ઓથે હું છુપાવું છું હૃદય–સંવેદના,
હાસ્ય જાણે કે રુદન કેરું કફન થઈ જાય છે !
***
અધૂરું હાસ્ય કેવું ભાગ્યશાળી !
સુકોમળ બે અધર વચ્ચે દબાયું !
અમરતાને પછી તો કોણ વાંછે ?
જીવનથી મોત જ્યાં ઉત્તમ ગણાયું.
સહન કરનાર કંઈ હિમ્મત ન હારે,
‘અનિલ’ મેં [...]
Filed under: પસંદગીનું પદ્ય | 1 Comment »
Posted on Friday, November 28, 2008 by jjkishor
પવનની લહેરખીઓ
(શ્રી રતિલાલ ‘અનિલ’ની મજાની પંક્તીઓ)
ધીરે ધીરે વ્હેતાં ઝરણાં ગાતાં ધીરે ધીરે,
સાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે !
ગા મન ધીરે ધીરે !
***
શરમ રોકે છે તમને આવતાં, મુજને વિનય રોકે,
તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો !
કરે છે જુલ્મ પણ જાલિમની ઉપમા હું નહીં આપું,
કવિ છું, પુષ્પને પથ્થરથી સરખાવી નથી શકતો !
‘અનિલ’ આ પાનખર [...]
Filed under: પસંદગીનું પદ્ય | 1 Comment »
Posted on Monday, November 24, 2008 by jjkishor
મારા બ્લોગ પર મુકેલા ટાઈટલ ચીત્ર પરથી કાવ્યસર્જન કરવાની કરેલી અપીલના જવાબમાં મને ત્રણ રચનાઓ મળી છે !
બે રચનાઓ શ્રી પરિન્દની તથા એક શ્રી ‘આકાશદીપ’ની છે. બન્ને સર્જકોનો આભાર માનીને એમને શુભેચ્છાઓ સાથે આ ત્રણેય રચના મારા બ્લોગ પર મુકવાનું ગૌરવ અનુભવું છું.
રચના – ૧
પડતું મૂકું તારા ખોળામાં, ને હે મા, તું ઝીલી [...]
Filed under: પસંદગીનું પદ્ય | Leave a Comment »
Posted on Friday, November 21, 2008 by jjkishor
હોય છે
અશ્કની ને ઈશ્કની દુનીયા નીરાળી હોય છે,
આશકોના ઘેર તો રોજે દીવાળી હોય છે.
ચાંદનીનું મુલ્ય સાચું એ જ જાણે છે અહીં,
માત્ર જેઓના નસીબે રાતપાળી હોય છે.
આમ તો કાંટા જ હીફાઝત કરે છે ફુલની,
ક્યાં બધાયે બાગમાં હંમેશ માળી હોય છે ?
ઘર બળે, દુનીયા બળે એ તો ફીકર કરતો નથી,
જીંદગી જેણે સુરાલયમાં જ ગાળી હોય છે.
જાય ક્યાં [...]
Filed under: પસંદગીનું પદ્ય | Leave a Comment »
Posted on Saturday, November 15, 2008 by jjkishor
જીવનની નક્કર વાસ્તવીકતાને વાચા આપતું ગુજરાતનું જાણીતું પાક્ષીક “નયામાર્ગ” દરેક અંકમાં વાસ્તવલક્ષી અને જીવનદર્શી કાવ્યો ‘કાવ્યોમાં સાંપ્રત’ શીર્ષકથી પ્રગટ કરે છે. આ કાવ્યોમાં નર્યું અને નક્કર જીવન ધબકતું સંભળાય છે.
‘કલા ખાતર કલા’ ને ‘જીવન ખાતર કલા’નો ઝઘડો એક કોરે મુકીને આપણું દલીત સાહીત્ય આપણને બળુકી રચનાઓ આપતું રહ્યું છે. ‘નયામાર્ગ’માં દર અંકે પ્રગટ થતાં આ [...]
Filed under: પસંદગીનું પદ્ય | Leave a Comment »