સાહીત્યના રસોની રસપ્રદ વાત અને સંખ્યા.

                                                                     —જુગલકીશોર.
માણસના જીવનમાં બનતી ઘટનાઓ અને સાહીત્યમાં આવતી ઘટનાઓ સરખી જ હોય છે. મોટા ગ્રંથો કે મહાકાવ્યોનાં ઉદાહરણો લઈએ તો સીતાજીને જે દુ:ખો પડ્યાં એવાં કે એનાથીય વધારે દુ:ખો રોજીંદા જીવનમાં બનતા જ રહેતા હોય છે. આવાં દુ:ખો જીવનમાં બને છે ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ એટલું જ નહીં પણ એવું ફરી ક્યારેય ન બને [...]