ગુજરાતના ઉચ્ચ કોટીના નવલકથાકાર,વીવેચકની વીદાય

જયંત ગાડીતની વીદાય
– ડૉ. શરીફા વીજળીવાળા

તા. ૨૬–૧૧–૧૯૩૮માં મુંબઈમાં જન્મેલા જયંત ગાડીત આપણા જાણીતા નવલકથાકાર અને વીવેચક… આખી જીન્દગી ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કરનાર જયંત ગાડીત એક પ્રતીબદ્ધ સર્જક અને બહુશ્રુત વીદ્વાન વીવેચક. ટુંકી માંદગીમાં  તા. ૨૯ મે, ૨૦૦૯ના રોજ અવસાન પામનાર આ વીદ્વાનની ખોટ સાચા અર્થમાં ગુજરાતી સાહીત્યજગતને સાલવાની..

સ્વ. જયંત ગાડીત

(૨૬ નવેમ્બર, [...]

પ્લેટો, લેખકને અન્યાય અને કાયદો

બચાડા લેખકને સજા – પ્લેટોથી માંડીને છે…ક –                           – જુગલકીશોર. 
 
પ્લેટો અંકલવાળી વાત જરા તકલીફવાળી તો ખરી હોં.
વાત જાણે એમ છે કે એમણે આ બાહ્યવીશ્વને કોઈ એક કલ્પની નકલ કહી દીધી. આપણા શાસ્ત્રોય આવું જ કાંક કહ્યા કરતાં હતાં. આ જગત મીથ્યા છે એવુંય ઈવડા ઈ હૌ કે’તા રયલા. ‘બ્રહ્મ સત્ય ને જગત મીથ્યા’વાળું એટલું બધું ખપ્યું, કે [...]

અનુવાદ–રુપાંતર–નકલ

અનુવાદ–રુપાંતર–ભાષાંતર–શબ્દાંતર–સંક્ષેપ અને નકલ                  – જુગલકીશોર.

એકમાંથી અનેક થવાની ઈચ્છા બ્રહ્મને થઈ એટલે એણે બ્રહ્માંડ સર્જ્યું; સાહીત્ય અને કલાના સર્જકને પણ નવરા બેઠાં એકલું લાગતું હશે એટલે એય કોઈ ને કોઈ પ્રકારના સર્જન દ્વારા ભાતભાતની સૃષ્ટી સર્જતો રહે છે.
કલા દ્વારા રચાતી સૃષ્ટીમાં પણ બાહ્યજગત અને આંતર્ જગત હોય છે; એ જગતના વ્યવહારોમાં પણ રમમાણ રહેતાં પાત્રો હોય [...]

સુધારાયુગમાં સ્થપાયેલાં અર્વાચીનયુગ માટેનાં માઈલસ્ટોન્સ.

1] 1845 : દલપતરામનું પ્રથમ કાવ્ય ‘ બાપાની પીપર’ પ્રગટ થયું.
2] 1848 : 28 વર્ષની ઉંમરે દલપતરામનું મિલન ભોળાનાથ સારાભાઈ દ્વારા એલેક્ઝાંડર ફોર્બ્સ સાથે થયું.અને પછી તેમની જ સહાયથી ફોર્બસે તા.26-12-1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી.
3] 1850 : ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ નર્મદે રજૂ કર્યો.
4] 1850 : ‘બુદ્ધિપ્રકાશ’ સામયિકનું નામકરણ થયું.
5] 1852 : કવિ-પત્રકાર [...]

અર્વાચીન સાહીત્યને આંગણે કંકુપગલાં !!

સુધારાયુગમાં સ્થપાયેલાં અર્વાચીનયુગ માટેનાં માઈલસ્ટોન્સ.
1] 1845 : દલપતરામનું પ્રથમ કાવ્ય ‘ બાપાની પીપર’ પ્રગટ થયું.
2] 1848 : 28 વર્ષની ઉંમરે દલપતરામનું મીલન ભોળાનાથ સારાભાઈ દ્વારા એલેક્ઝાંડર ફોર્બ્સ સાથે થયું.અને પછી તેમની જ સહાયથી ફોર્બસે તા.26-12-1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી.
3] 1850 : ‘મંડળી મળવાથી થતા લાભ’ નીબંધ નર્મદે રજુ કર્યો.
4] 1850 : ‘બુદ્ધીપ્રકાશ’ સામયીકનું [...]

અર્વાચીન સાહીત્યનું અતી તેજસ્વી પરોઢ !!

સુધારા યુગ :  અર્વાચીન ગુજરાતી સાહીત્યનો પ્રથમ તબક્કો.
 
( ઈ.સ.900થી 1852 સુધીનો તબક્કો ગુજરાતી સાહીત્યનો મધ્યયુગનો ગણાય છે છેક દયારામ સુધી..  દયારામ મધ્યયુગના છેલ્લા અને એમની હાજરીમાં જ પ્રગટી ચુકેલા દલપતરામ અર્વાચીનયુગના પ્રથમ સાહીત્યકાર. બંને દદ્દાઓ એક દયા અને બીજા દલપત (કમળ)રામ !
અહીં આજે આપણે અર્વાચીન સાહીત્યના ત્રણ તબક્કાઓ –સુધારાયુગ/પંડીતયુગ/આધુનીકયુગ-માંના પ્રથમ વીષે સાવ ટુંકામાં જાણવા મથીશું.)
 
1]  [...]

ગદ્ય અંગે કંઈક.

 ’ગદ્યકાવ્ય’ને સમજતાં પહેલાં ગદ્ય અંગે થોડું જોઈ લઈએ. ( આ બાબત ઘણી અટપટી અને મારા જેવા માટે પણ અઘરી છે છતાં આપણે આજે આ બંને બાબતોને સમજવા મથીશું. હું આ અંગે આપણાં સામાન્ય વાચકોથી બહુ આગળ નથી; ફક્ત થોડું હોમવર્ક કરીને લખવા બેઠો છું, અને આપણી કક્ષાએ ચાલી જશે એમ માનીને જ આ વીષય હાથ [...]

તાન્કા એક કાવ્ય સ્વરુપ.

–શ્રી ચંદ્રકાન્ત ટોપીવાલા 
સાતમી સદીમાં જાપાને આપણને આપેલો આ પણ એક કાવ્યપ્રકાર છે.
કુલ 31 અક્ષરો એમાં હોય છે જે પાંચ પંક્તિઓમાં વહેંચાયેલા હોય છે. એની રચના 5/7/5/7/7 એ રીતે પાંચ પંક્તિમાં વહેંચવાથી થાય છે.
આ સ્વરૂપને ‘વાકા’ કે પછી ‘ઉટા’ તરીકે પણ ઓળખાય છે. જો કે આ પ્રકાર બહુ પ્રચલિત થયો નથી. એમાં એક રચના જોઈએ :
ખેતર, [...]

સર્જક, ભાવક અને સમાલોચક.

–જુગલકીશોર.
ગદ્યમાં કે પદ્યમાં મૌલીક રચના આપે તે સર્જક. (સર્જકની કક્ષા જોવાની હોય છે જોકે. વેદ વ્યાસ, કાલીદાસ વગેરે આગળ જુ.વ્યાસ પોતાને બેસાડી ન શકે !)
સર્જક દ્વારા રચાયેલી કૃતીને જે વાંચે, ગાય કે નાટ્ય હોય તો જુએ તે ભાવક. ટુંકમાં કૃતીને માણે તે. ભાવકની પણ કક્ષાઓ હોય છે. ફક્ત વાંચી જવાથી કે માણ્યું એમ કહેવાથી  ભાવક [...]

સુધારા યુગ : અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ તબક્કો.

 
( ઈ.સ.900થી 1852 સુધીનો તબક્કો ગુજરાતી સાહિત્યનો મધ્યયુગનો ગણાય છે છેક દયારામ સુધી..  દયારામ મધ્યયુગના છેલ્લા અને એમની હાજરીમાં જ પ્રગટી ચૂકેલા દલપતરામ અર્વાચીનયુગના પ્રથમ સાહિત્યકાર. બંને દદ્દાઓ એક દયા અને બીજા દલપત (કમળ)  ’ રામ ‘ ! અહીં આજે આપણે અર્વાચીન સાહિત્યના ત્રણ તબક્કાઓ –સુધારાયુગ/પંડિતયુગ/આધુનિકયુગ-માંના પ્રથમ વિષે સાવ ટુંકામાં જાણવા મથીશું.)
 
1]   કનૈયાલાલ મુનશીએ ” [...]