શિશુને.

 

તારે ન વાણી, બસ કાલું કાલું
બોલ્યાં કરે  તું,અટવાય  તેમાં
તારું કહેવું-અભિવ્યક્તિ શોધતો
મથી રહે કો’કવિ જેમ બાપડો !

તારે ધીમી,નિશ્ચલ ના હજી ગતિ;
ક્યાં મૂકવો રે પગ,તે ય ના નકી!
તો યે પડી આ પગલાંની સેરમાં-
માણી રહું શોભતી શી મથામણો !

તારે નહીં  કાર્યક્રમો  ઘડાયલા-
(જોતાં તને ક્યાં ઘડિયાળ આવડે?)
તો યે તને સાચવીને  અમારે
કાર્યો સહુ ગોઠવવાં અમારાં !

આ ઢીંગલી,હાથી,સિપાઈ,મોર સૌ
પડ્યાં  અહીં  વે..રવિખે..ર;જોને
તારો-મહા વૈભવની વચે ય  આ-
પ્રકોપ  ફેલાઇ પડ્યો છ  કેવો ?!

આ પાણી તેં ઢોળી દીધું છ તેમાં
વહી જશે  આ સમય પ્રવાહી થૈ
તાણી જતો બાલવય ક્રમે ક્રમે-
તારું મને કેવળ ‘એ’નહીં ગમે!

૧૯/૧૧/’૭૦.                   ઈડર.

One thought on “શિશુને.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.