પુત્રને હીંચકાવતાં…

પુત્રને હીંચકાવતાં…

ધીમે ધીમે  હાલરડાતા
આ હીંચકાની હેઠ,
ટપકતા મૂતરના રેલાની
સડકે સડકે
હું તો ચાલ્યો.

મઘમઘ બાળોતિયું આ મહેંકે-
એની ગંધ ઓઢીને
ચાલ્યો..

કડાંના કીચૂડાટનો
શમણે લઇને ભાર,
ઝીણા ઘૂઘરિયાળા રવને મારગ
ચાલ્યો..

ઘોડિયે બેઠેલો આ પોપટ
પાંખમાં વર્ષો લઇને
ફડ ફડ ઊડી જાય…

મારાં અંગ ઉઘાડાં કરી,
ઘોડિયે પગ ઉલાળતો કરી મૂકીને
‘મને’
હવે આ કોણ હીંચોળે ?!

15/1/73.             સમોડા.

6 thoughts on “પુત્રને હીંચકાવતાં…

 1. છ વર્ષનો છોકરાં રાખવાનો મને અનુભવ છે, તેના આધારે કહું કે, જો આપણે અભિગમ બદલીએ તો દાદા – દાદી થવું એ નવું જીવન અને બાળપણ મેળવવાની બહુ મહામૂલી તક છે.
  જગજીતસિંહ બીચારો કાગજકી કશ્તીને રડે, પણ દાદો થાય તો એ કશ્તી પાછી મળેને?
  તમે દાદા થયા કે શું ? !!

  Like

 2. અરે સાહેબ મારા,કાવ્યની લખ્યા તા.તો વાંચો !એ બંને શિશુ કાવ્યો અનુક્રમે મારા મોટા પુત્ર અને વચેટ પુત્ર સાથેના અનુભવોની વાત કહે છે.હવે એ બંનેને ઘેર અનુક્રમે ભૂમિ,હસિત્ તથા માર્ગી,પ્રાચી અનુક્રમે 15,10–9,7ની ઉંમરે ભણે છે.
  આ કાવ્યો તો જીવનનાં આરંભના અનુભવનાં વર્ષો-ધન્યતાની ચરમસીમાનાં-છે.
  કાવ્યમાં એ ભાવો કેટલી સફળતા પામ્યા છે તે જોવાનું (અને તમારે સૌએ તપાસવાનું) છે.જુ.

  Like

 3. મઝાની વાત તો એ છે કે ગમે તેવડી ઉંમરે પણ હીંચકાવતાં હીંચકાવતાં ખુદ આપણે પણ ઝૂલી જઈએ ! બાળકને હીંચકાવવાનો અનુભવ તો જીવનના મહામૂલા અનુભવોમાંનો એક છે.આભાર, બહેના.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.