આપણું ગુજરાત.

                                                                                        –જુગલકીશોર.

 

આપણો ગુજરાત પ્રદેશ સ્વતંત્ર રીતે રાજ્યનો દરજ્જો પામ્યો આઝાદી પછી પણ 13 વર્ષ બાદ ! ત્યાં સુધી તો તે દ્વીભાષી રાજ્ય તરીકે મહારાષ્ટ્ર સાથે જોડાયેલું હતું.તા.1-5-1960ના શુભદીવસે રવીશંકર મહારાજના વરદ હસ્તે સ્વતંત્ર ગુજરાત અસ્તીત્વમાં આવ્યું.

 

પરંતુ પૃથ્વી પરના અનેકાનેક પ્રદેશોની જેમ આ ગુર્જર ભુમી ઉપર માનવ વસવાટનો ઈતીહાસ જોવા જઈએ તો પુરાં પાંચ લાખ વર્ષનો અતી અતી લાંબો ઈતીહાસ મળી આવે છે !! આ ગુર્જરભુમી ઉપર પોતાનો વસવાટ કરનારાં આપણાં પથ્થરયુગીન વડવાઓએ પાંચ લાખ વર્ષ પહેલાં અહીં જીવન વીતાવ્યું હતું !ગુફામાં રહીને પથ્થરનાં હથીયારો-સાધનો વડે જીવન વ્યવહારો કરનારાં એ મહાનુભાવોને ત્યારે કલ્પના ય ક્યાંથી હોય કે એનાં વારસદારો એક દી’ કોમ્પ્યુટર ઉપર અમારા વીષે કલ્પનાના ઘોડા દોડાવીને લેખો લખશે !!!

 

પણ આજે આ એક નક્કર હકીકત છે કે આપણે ગુફાથી શરુ થયેલી સંસ્કૃતીને ગીગાબાઈટની ગણતરી સુધી  લઈ જઈને સુક્ષ્માતીસુક્ષ્મ હકીકતોને માપી-જાણી શકીએ છીએ ! અને એના જ ફળ સ્વરુપ આપણે આજે આ ઈ-મૅગૅઝીન પર પાંચ લાખ વર્ષ પુર્વેની વાત દ્વારા આપણા સૌથી પહેલાંના વડવાઓને યાદ કરીને શ્રી ગણેશ કરી રહ્યાં છીએ.આ એક બહુ જ રોમાંચીત કરી મુકનારી બાબત છે.

 

આપણા આ ગુજરાત પ્રદેશને અલગ વીસ્તાર તરીકે ઓળખવાનું ક્યારે શરુ થયું હશે ? સવાલનો જવાબ સહેલો નથી.છેક પ્રાગૈતીહાસીક યુગમાં જઈએ તો પણ કોઈ જ નક્કર હકીકતો વીનાના ફાંફાં મારવાં પડે એવી સ્થીતી છે.જે કંઈ માહીતી મળે છે તે પણ પથ્થરયુગ પછીના ધાતુયુગની મળે છે,જ્યારે ધાતુઓનો ઉપયોગ શરુ થઈ ચુક્યો હતો.

 

આ પ્રંલંબ સમયગાળાને સગવડ ખાતર આપણે પાંચ ભાગમાં વહેંચી શકીએ :

One thought on “આપણું ગુજરાત.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.