વસંત

 

મારી બારીમાં હમણાંની હલચલ.


અંદર ને બહારની અધવચ્ચે ચોગઠામાં
  અણકથીક કંઇક કંઇ ચહલ પહલ.

તાજી ફુટેલ કોઇ લીલીછમ આંગળીયો
અંદર શી આવવાને મથતી !
આવી કે આવશેની મીઠી સંભાવના
ગલી ગલી કરી કશુંક કથતી;
આવ્યાંનાં અંમથાંક એંધાણે આમ કાં
ઘરવખરી થઇ  ઉઠી  ચંચલ !

પાંદડીએ આરપાર ચાળીને મોકલી
આછેરા  તડકાની   ઝાંયમાં
કલમું બોળીને થાય લખવાનું મંન
એના આવ્યાંની મીઠડીક લ્હાયમાં;
અક્ષરમાં અવતરતાં નંદવાઇ જાશેની
ભીતી   આંગળીઓને  પલપલ !

ટહુકો   ખંખેરતું  પીંછું   હળવેકથી
હોડી  લઇ  તરતરતું    આવ્યું,
સ્પર્શોમાં સળવળતું સળવળતું પળમાં તો
નસનસ મય થઇ જઇને ભાવ્યું!
આવતલ ઋતુનાં એંધાણોના ઉભરાટે
ભીતર ને બહાર બધું છલક છલ !

વાસંતી  વાયરાની  ડાળખીએ  કાલથી
મઘમઘતી   ઝુલશે      સવારો ;
મંજરીની   ગંધ  હવે કેસરીયા સ્વાદના
સાખોમાં   સજશે       શ્રૃંગારો;
અંતરને  આંગણે  ઉમંગોના   સાગમટાં
મંગળમય  ઓચ્છવનાં અંજળ !

મારી  બારીમાં   હમણાંની  હલચલ !

                                         —જુગલકિશોર.

5 thoughts on “વસંત

  1. વિનોદભાઈનો સંદેશ સમજાયો નથી. શ્રી શંભુજીનો પણ કોઈ પ્રતિસાદ નથી. આજે ફોન કર્યો. પણ 91265 ને બદલે 95265 કોડનંબર જોઈએ ને ? જુગલકિશોર.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.