ગુજરાતનો ઈતીહાસ-(2)

                                                   –હરીશ દવે 

 .

ગુજરાતના ઈતીહાસ પર આપણે એક દ્રષ્ટીપાત કરી રહ્યા છીએ. સાથે આપણે ભારતના ઈતીહાસની અતી મહત્ત્વની ઘટનાઓને સંદર્ભ(રેફરન્સ) તરીકે લેતા જઈશું.

.

પ્રાચીન ભારત વર્ષના ઈતીહાસમાં, ઉત્તરનાં મગધ અને લીચ્છવીઓનાં રાજ્યો ઉલ્લેખનીય ગણાતાં. આશરે 2300 વર્ષ અગાઉ મેસેડોનીયા-ગ્રીસના સમ્રાટ એલેકઝાંડરની હીંદ પર ચઢાઈ એક મહત્ત્વપુર્ણ ઘટના હતી. એલેકઝાંડરે ઉત્તર ભારતમાં જીત તો મેળવી, પરંતુ તેના મૃત્યુ સાથે ભારતમાં ગ્રીસની સત્તા નામશેષ થતી ગઈ.

.

તે સમયે ચંદ્રગુપ્ત મૌર્ય નામે સમર્થ રાજવી ઉત્તર ભારતના મગધ રાજ્ય(હાલ બીહારનો પ્રદેશ)ની ગાદી પર આવ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય ( ઈ.પુ. 322-298) ભારતના ઈતીહાસનો પ્રથમ ચક્રવર્તી, સમર્થ સમ્રાટ ગણાય છે. શોણ (સોન) અને ગંગાના સંગમ પર પાટલીપુત્ર તેની રાજધાની. તેણે ઉત્તરમાં એલેકઝાંડરના પ્રતીનીધી સમા ગ્રીક શાસનના સુબા સેલ્યુકસને હરાવી ગ્રીક સત્તાનો અંત આણ્યો. ઉપરાંત ચંદ્રગુપ્તે ભારતના અન્ય ઘણા પ્રદેશો જીતીને મૌર્ય રાજ્યનો વીસ્તાર કર્યો. ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા ગુજરાત સુધી ફેલાયેલી હતી.

 .

ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર બીંબીસાર. બીંબીસારને ઘણા પુત્રો હતા. તે પૈકી અશોક પ્રભાવશાળી હતો જે બીંબીસાર ના મૃત્યુ પછી ગાદીએ આવ્યો. સમ્રાટ અશોક ( ઈ.પુ. 293237)ના નામ સાથે આપણને કલીંગના યુદ્ધની અને અશોકના હૃદયપરીવર્તનની વાત યાદ ન આવે?

સમ્રાટ અશોકે પ્રજાવત્સલ, ધર્મપ્રેમી રાજવી તરીકે નામના મેળવી. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પ્રયત્નો કર્યા. અશોકે સ્તંભો, ખડકો અને ગુફાની ભીંતો પર લેખો કોતરાવ્યા. ઉત્તરમાં હીમાલયથી દક્ષીણમાં મૈસુર સુધી તથા પુર્વમાં બંગાળાના ઉપસાગરથી પશ્ચીમમાં અરબી સમુદ્ર સુધી આવા ત્રીસેક લેખો મળી આવ્યા છે. તે લેખો પરથી અશોકના શાસન, રાજ્યનીતી તથા વીચારો અંગે  માહીતી મળે છે.

ગુજરાતમાં જુનાગઢ પાસે ગીરનાર પર્વત પરનો શીલાલેખ ગુજરાતમાં અશોકના શાસનનો પુરાવો છે.  

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.