દયાનંદ સરસ્વતી

ઓમપ્રકાશ ઉદાસી.( અમદાવાદ.ફોન: 079 27410649 )

ગુજરાતના એ બાળકની કથા જાણવી રસપ્રદ છે જેણે  એક મહાશીવરાત્રીએ જાગરણ કરીને પછી રાષ્ટ્રના સુતેલા આત્માને જગાડી દીધો. પોણા બસો વર્ષ પહેલાં ઈ.સ.1824માં 12મી ફેબ્રુઆરીએ મોરબી પાસેના ટંકારા ગામમાં ઔદીચ્ય બ્રાહ્મણ પરીવારમાં પીતા કરસનદાસ ત્રવાડી અને માતા અમરતબેનને ત્યાં બાળક મુળશંકરનો જન્મ થયો . જમીનદાર સુખી કુટુંબ. કર્મકાંડ અને ભક્તીનું વાતાવરણ. શૈવપંથી. યજુર્વેદસંહીતા બાળપણમાં જ કંઠસ્થ.

ઉપવાસી મુળશંકર મહાશીવરાત્રીએ જાગે; જોયું, ઉંદરો શીવલીંગ ઉપર દોડી રહ્યા છે. પાશુપાત અસ્ત્ર, ત્રીશુલ, ગણ, બધા કેમ ની:સહાય ?  પુછ્યું પીતાને. પીતા જવાબ આપે છે, ‘ અસલી શીવ કૈલાસે વસે છે.’ અસલી શીવને ખોળવા ક્યાં ? પુખ્તવયનો થતાં જ મુળશંકરની નાનીબહેન તથા વહાલા કાકા મૃત્યુ પામ્યા હતા. હવે ઈશ્વર, જીવન અને મૃત્યુ, વગેરેના સાગમટા પ્રશ્નોના ઉત્તર શોધવાની મુંઝવણ હતી. એમાં એક ઓર મુંઝવણ ઉમેરાઈ. એના લગ્નની વાત ચાલી.
લગ્ન કરી ઠરીઠામ થયો હોત તો ટંકારા ગામને એક વધુ કર્મકાંડી બ્રાહ્મણ મળ્યો હોત. પરંતુ એ મહાશીવરાત્રીએ જ એ બાળકમાં દયાનંદનો જન્મ થઈ ચુક્યો હતો.

લગ્નની વાત આવતાં જ 21 વર્ષની વયે મુળશંકર ઘેરથી ભાગ્યો. સાયલા ભગતના આશ્રમમાં શુધ્ધ ચૈતન્યના નામે બ્રહ્મચર્યની દીક્ષા લીધી.પછીથી ચાણોદ પાસે દંડીસ્વામી પુર્ણાનંદ સરસ્વતી સામે સન્યસ્તની દીક્ષા લઈ દયાનંદ સરસ્વતી નામ ધારણ કર્યું. યોગ શીખ્યા, શાસ્ત્રો શીખ્યા. પરંતુ ગુરુ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે સમગ્ર ઉત્તર ભારતનાં તીર્થસ્થળો અને અલકનંદાના ઉદ્ગમ સ્થાન સુધી ફરી વળ્યા. ઈડા-પીંગળા, અષ્ટનાડીચક્ર શરીરમાં શોધવા ગંગાનદીમાંથી એક શબ લાવીને ચીરી નાખ્યું. જોયું કે પુસ્તકોમાં લખ્યા મુજબ કોઈ નાભીચક્ર નથી.પુસ્તકો અને શબને નદીમાં વહાવી દીધાં. 1856માં નર્મદાનાં જંગલોમાં ત્રણ વર્ષ અજ્ઞાતવાસ રહ્યા. 16 વર્ષ ભ્રમણ કરી છેવટે ઈ.સ.1860માં મથુરામાં વેદો અને વ્યાકરણના પ્રકાંડ પંડીત પ્રજ્ઞાચક્ષુ ગુરુ વીરજાનંદજીના શરણે ત્રણ વર્ષ આર્ષગ્રંથોનું ગહન અધ્યયન કર્યું. ગુરુએ ગુરુદક્ષીણા માગી લીધી,”આર્યજ્ઞાનની જ્યોતી વીલીન થઈ રહી છે; હીન્દુ ધર્મ અનેક સંપ્રદાયો, અંધવીશ્વાસ,અને ભ્રમણાઓથી ઘેરાયેલો છે.દયાનંદ ઉઠો ;  સાંપ્રદાયીક પાખંડોનું ઉન્મુલન એ જ મારી ગુરુદક્ષીણા છે.”

બસ પછી વેદોનો જયઘોષ કરવા જ્ઞાનનું શસ્ત્ર લઈને ધર્મ, સમાજ અને રાષ્ટ્રની સમસ્યાઓની શલ્યચીકીત્સા શરુ થઈ. અવતારવાદ,મંદીરો,મુર્તીપુજા,અંધશ્રધ્ધા,પ્રતીક ઉપવાસો, તીર્થયાત્રાઓ, વ્રત ઉપવાસો, પંડા પુજારીઓ, મઠાધીશો,મહંતો,સંપ્રદાયો,નાતજાતના વાડાઓ,અસ્પૃશ્યતા,બાળવીવાહો, વગેરે મર્મસ્થાનો ઉપર દયાનંદે પ્રહારો ઉપર પ્રહારો અને આઘાત કુઠાઘાત આપીને ચીર નીદ્રાધીન સમાજને હલબલાવી નાખ્યો. શરુઆતમાં સંસ્કૃતમાં પરંતુ પછી હીન્દીમાં પ્રવચનો,શાસ્ત્રાર્થ કર્યાં. હરીદ્વારના કુંભમેળામાં ‘પાખંડખંડન’ની પતાકા લગાવી હોહા મચાવી દીધી. દયાનંદે 46 જેટલા મોટા શાસ્ત્રાર્થ કર્યા. વીષયો હતા,વ્યાકરણ,ન્યાય,અવતારવાદ,મુર્તીપુજા,ઈશ્વર,સૃષ્ટી વગેરે.

1869નો ઐતીહાસીક કાશી શાસ્ત્રાર્થ થયો. 27 પંડીતો સામે એકલા દયાનંદ હતા.બંગાળમાં દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચન્દ્ર સેન,ઈશ્વરચંદ્ર વીદ્યાસાગર, મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવીંદ રાનડે વગેરેએ તેમનાં રાજ્યોમાં પ્રવચનો ગોઠવ્યાં.દયાનંદે 32 જેટલા ગ્રંથોની રચના કરીને આશરે 15000 પાનાંઓમાં પોતાનું જ્ઞાન પાથર્યું છે.પ્રખ્યાત પુસ્તક ‘સત્યાર્થ પ્રકાશ’ ઈ.સ.1875માં કાશીથી પ્રસીધ્ધ થયું. જે 14 પ્રકરણોમાં (સમુલ્લાસ)માં છે. દયાનંદે ઠેરઠેર વૈદીક પાઠશાળાઓ શરુ કરી હતી.

ઈ.સ.1881માં પહેલી વસતી ગણતરી થઈ ત્યારે દયાનંદે હીન્દુઓને ધર્મ તરીકે ‘વેદ ધર્મ’ અને જાતી તરીકે ‘આર્ય જાતી’  લખવાનો આગ્રહ કરેલો.. ” કૃણ્વંતો વીશ્વમાર્યમ્ ” બધાં આર્ય અર્થાત્ શ્રેષ્ઠ મનુષ્ય થાય એ મંત્ર હતો . એક ધર્મ,એક ભાષા, (આર્ય ભાષા હીન્દી) અને એક રાષ્ટ્ર  એ દયાનંદનું સ્વપ્ન હતું. આ માટે તેમણે ઈ.સ. 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી જેમાં દસ સીધ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે.

દયાનંદની કર્મભુમી પંજાબ બની. બધે આર્યસમાજની ધુમ મચી હતી. કાળગ્રસ્ત થયેલી સીંધુ અને પંજાબની નદીઓના કીનારાની સંસ્કૃતીને દયાનંદજીએ જાણે પુન: વેદઘોષ કરીને  જીવીત કરી હતી. સ્વરાજ, સ્વદેશી અને સ્વમાન જેવા શબ્દો દયાનંદે ભારતને પહેલીવાર આપ્યા. થીયોસોફીકલ સોસાયટીના  કર્નલ આલ્કીટ અને મૅડમ બ્લાવત્સ્કી થોડો સમય તેમની સાથે જોડાયા હતા.તેઓ દયાનંદને ‘લ્યુથર’  કહેતાં.

રાજસ્થાનનાં દેશી રજવાડાંઓને તેમણે રાજધર્મ સમજાવ્યો. જોધપુરના ઐયાશી રાજાને તે પસંદ ન હતું. નન્હીજાનના કાવતરાથી સ્વામીજી ઉપર વીષપ્રયોગ થયો. અગાઉ અનેક સ્થળોએ વીષપ્રયોગ થયા હતા પરંતુ આ વખતે તે વીષ જીવલેણ નીકળ્યું. 30મી ઑક્ટોબર 1883 દીવાળીની સાંજે 6 વાગે સ્વામીજીનો જીવનદીપ અજમેરમાં બુઝાઈ ગયો. ” હે દયામય, તારી ઈચ્છા પુર્ણ થાઓ ” કહી આજીવન ગર્જના કરનાર, વેદોનો ઘોષ કરનાર નરકેસરી શાંત થયો, પરંતુ સ્વાતંત્ર્યની ચળવળના ક્રાંતીકારોમાં સ્વામી દયાનંદના વીચારો પ્રેરણારુપ અને માર્ગદર્શનરુપ બની રહ્યા.

કનૈયાલાલ મુનશી લખે છે : ” સરસ્વતીના રુપમાં રાષ્ટ્રીયતાનો ઉદય થયો. 1857ના બળવાની નીષ્ફળતામાં જે અપમાનબોધ થયો તેમાંથી જ દયાનંદે રાષ્ટ્રીયતાનાં સુત્રો શોધી કાઢ્યાં.”

ગાંધીજી કહે છે :” હું જ્યાં જઉં છું,આગળ દયાનંદજીનાં પગલાં દેખાય છે.”

મહાશીવરાત્રીનું એમણે નાનપણમાં કરેલું જાગરણ પોતાના મોક્ષ માટે નહીં, જાણે રાષ્ટ્રના શીવત્વ માટેનું બની રહ્યું !!   

3 thoughts on “દયાનંદ સરસ્વતી

  1. ખુબ જ સરસ માહિતી આપી છે જુગલકાકા! પહેલીવાર આવું વાંચવામાં આવ્યું… આભાર!!

    1969નો ઐતીહાસીક કાશી શાસ્ત્રાર્થ થયો. તમારી ટાઇમ-લાઇન મુજબ આ પેરેગ્રાફમાં કદાચ 1869 હશે… ટાઇપીંગમાં ભુલ?

    Like

  2. બહેના ! સરસ્વતીની દયા તારા પર ઉતરી જણાય છે ! દયાનંદ સરસ્વતી અંગેનું ભાવપુર્ણ, સાવ સાચું અને ઝીણવટભર્યું નીરીક્ષણ.બહેનબા ! 1869 જ. આભાર.
    હવે આવી જ રીતે બીજે પણ ક્યાંય ભુલ હોય તો બતાવીને આ નવા પ્રયાસને મદદ કરતાં રહેજો. જુકાકા.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.