વીશ્વનાગરીક:રતીલાલ પ્રે. ચંદરયા

ગુજરાતીપ્રેમી વીશ્વનાગરીક:

કોશસ્યેવ મહીપાનાં કોશસ્ય વીદુષાનામપી |
ઉપયોગો મહાન્ યસ્માત્ ક્લેશસ્તેન વીના ભવેત્ ॥

“હાથ પર લીધેલું કામ હું ક્યારેય અધવચ્ચે છોડતો નથી. મને હંમેશાં લાગ્યું છે કે પ્રશ્નો ઉભા થાય તો તેના ઉકેલ પણ મળી રહે છે. એક દીશામાં દ્વાર દેવાઈ જાય તો બીજી દીશામાં ખુલે છે.” (રતીભાઈ)

“પોતાની માતૃભાષા પ્રત્યેના પ્રેમનો કેવો દીપક એમના હૈયામાં પ્રગટ્યો હશે કે વીસ વીસ વરસ લગી સફળતાનું નીલપંખી એમની પાસે આવી આવીને ઊડી જતું જોવા છતાં ન તો રતીભાઈ નીરાશ થયા કે ન એમણે પ્રયત્નો પડતા મુક્યા !” -ધીરુબહેન પટેલ (ગુજરાતી સાહીત્ય પરીષદનાં પુર્વ પ્રમુખ)
——————————————————————————————————
જન્મ :          તા. 24-10-1922. (નૈરોબીમાં)
પીતા :         પ્રેમચન્દભાઈ પોપટલાલ ચંદરયા
માતા :         પુંજીબહેન પ્રે.ચંન્દરયા
પત્ની :         નાઈરોબીમાં જ જન્મેલાં વીજયાલક્ષ્મી (સ્વ.ફુલચંદ શાહનાં પુત્રી)સાથે જામનગરમાં લગ્ન.
સંતાનો :       એક પુત્રી; ત્રણ પુત્રો; અને આઠ પૌત્રો-દોહીત્રો. 

પીતાનું મુળ વતન :
                  જામનગર (ગુજરાત); ત્યાંથી પુર્વ આફ્રીકામાં કેન્યા ગયા. આરંભ રૂ.20/-ના પગારની નોકરીથી કર્યો. પણ સાહસવૃત્તી અને દૂરંદેશીપણાને આધારે ટ્રેડીંગ શરૂ કરી આજના 62 જેટલા દેશોમાં ફેલાયેલા ઉદ્યોગના કબીરવડનું બીજ રોપ્યું.
પોતાનું વતન : 1] નૈરોબી  2] જામનગર  3] દાર-એ-સલામ  4] 1965થી યુ.કે.લંડન).

                  ” એક અર્થમાં અમે  બે માતૃભુમી છોડી અને યુ.કે. ને ત્રીજી માતૃભુમી તરીકે   અપનાવી” –ર.ચં. 

               
પ્રાથમીક-માધ્યમીક શીક્ષણ :
                * નાઈરોબી અને મોમ્બાસામાં.
                * શીક્ષણ દરમીયાન સક્રીય સ્કાઉટ પ્રવૃત્તી; યોગ પ્રત્યે આકર્ષણ; “જૈન યુવા લીગ”,નૈરોબીનું સભ્યપદ.

                * મહાશાળાનું શીક્ષણ લેવાનો તો તેમને લાભ જ મળ્યો નથી !      

 વ્યવસાય

                 * કીશોરાવસ્થા પુરી થતાં જ બીજા વીશ્વયુદ્ધના કારણે વતન જામનગરમાં પરીવાર સાથે વસવાટ કર્યો, જ્યાં અભ્યાસને તીલાંજલી આપી ભારતમાંથી એક્ષ્પોર્ટનો વ્યવસાય શરુ કર્યો; બીજું વીશ્વયુદ્ધ પુરું થતાં પરત આફ્રીકા.   
                 * 1946થી પુર્વ અને મધ્ય આફ્રીકાના દેશોમાં વ્યવસાય માટે.
                 * પચાસના દાયકામાં ટ્રેડીંગને બદલે નવા ઉદ્યોગો શરૂ કરવાનો પરીવારનો નીર્ણય થતાં નાનકડો  એકમ સ્થાપ્યો જે વીકસતાં વીશ્વના 62 દેશોમાં પ્રસર્યો ! 
                  * યુ.કે., અમેરીકા, જીનીવા, દક્ષીણ-પુર્વ એશીયા વ. માટે સીંગાપોરમાં પણ વસવાટ કર્યો.   ઉદ્યોગની સાથે સાથે અનેક સંસ્થાઓમાં સતત કાર્યરત રહી સામાજીકસેવાનાં કાર્યોમાં લાગી રહ્યા જેની ઝાંખી નીચેની વીગતોમાંથી મળશે :

                       * 1972માં “એમ્પ્લોયમેન્ટ વર્કીંગ પાર્ટી ઓફ ધ કો-ઓર્ડીટીંગ કમીટી ફોર ધ વેલ્ફેર ઓફ ઈવેક્યુઝ ફ્રોમ યુગાન્ડા” કમીટીનું સભ્યપદ.
                   * યુ.કે.માં ‘એશિયન એસોસીયેશન’ના સ્થાપક પ્રમુખ બન્યા.
                   * 1973માં યુ.કે.ના ‘ઓસવાળ એસોસીયેશન’ના પ્રમુખ.
                   * 1972માં યુ.કે.ની ‘ભારતીય વીદ્યાભવન’ની કાર્યકારી સમીતીના પ્રમુખ અને ભવનના ઉપપ્રમુખ.
                   * 1982માં ‘ઇન્ડીયન જીમખાના’ના ટ્રસ્ટી અને 1995થી આજ સુધી  ચૅરમૅન રહ્યા.
                   * છેક 1980થી ‘એસોસીયેશન ઑફ એશીયન વીમન :સંગમ’ના ટ્રસ્ટી રહ્યા.
                   * ‘ફેસ્ટીવલ ઑફ ઇન્ડીયા ટ્રસ્ટ’ના ભુતપુર્વ ટ્રસ્ટી; અને ‘ફેસ્ટીવલ કમીટી’ના ડિસે.-91 સુધી સભ્ય.
                   * ‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડીયન્સ’ના સ્થાપક ટ્રસ્ટી.
                   * ‘ઇન્ડીયન સ્પોર્ટ્સ એન્ડ ફીજીકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી.
                   * ‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલૉજી, લંડન અને અમદાવાદ’સંસ્થાઓના સ્થાપક અને પ્રમુખ.
                   * ‘ઇન્ટરનેશનલ સેક્રેડ લીટરેચર ટ્રસ્ટ લંડન’ના ટ્રસ્ટી.
                   * ‘ઓસવાળ યાત્રિકગૃહ,પાલીતાણા’ના ટ્રસ્ટી.
                   * ‘હાલારી વીસા ઓસવાળ દેરાસર ટ્રસ્ટ, જામનગર’ના ટ્રસ્ટી.
                      ઉપરાંત અનેકવીધ સંસ્થાઓ જેવી કે ‘મહાત્મા ગાંધી એવોર્ડ’, ‘ઇન્ડીયન જીમખાના’,  ‘જૈન સેન્ટર’, ‘જૈન ફેલોશીપ સેન્ટર’ જેવી વીશ્વની અનેક પ્રવૃત્તીઓમાં સેવાઓ આપે છે.

               * ઇન્ટેનેટ વાપરનાર દરેક ગુજરાતીએ જોવા જેવી અને વીશ્વભરના ગુજરાતી ભાષકને સમર્પીત એમની છેલ્લી યશસ્વી કામગીરી તે, વીસ વરસની જહેમત બાદ તૈયાર થયેલ વીસ લાખ શબ્દોનો ગુજરાતીકોશ–લૅક્સકોન ડૉટકોમ :        http://www.gujaratilexicon.com

પોતાના શોખ
                    * ફોટોગ્રાફી, સીને-ફોટોગ્રાફી, રમત-ગમત, નૃત્ય-નાટ્ય, સ્થાપત્ય અને કલાસાહીત્ય.   

One thought on “વીશ્વનાગરીક:રતીલાલ પ્રે. ચંદરયા

  1. આદરણીય મુ. રતિલાલભાઈ એવા વિરલ ગુજરાતીઓ પૈકીના એક છે જેમણે ગુજરાતની અસ્મિતાને વિશ્વફલક પર વિસ્તારી છે અને જેમણે સંપત્તિને સાર્થક હેતુઓ પ્રતિ દોરી લક્ષ્મીને ગૌરવાન્વિત કરી છે.

    માત્ર ઈંટરનેટ પર ઈ-મેઈલ દ્વારા અમારો પ્રથમ મેળાપ, પણ આજે ય પત્રોની આપલેમાં રતિભાઈની આત્મીયતા ઝલકે. નમ્રતા સાથે ઉષ્માભર્યું સૌજન્ય તમને અચૂક સ્પર્શી જાય. ગુજરાતી લેક્સિકોનની તેમની પરિયોજના કેવી અદભુત! આ ભગીરથ યોજના માટે સ્વપ્ન જોવાનું અને તે પરિપૂર્ણ કરવાનું સાહસ પણ રતિભાઈ જ કરી શકે.

    ગુજરાત અને ગુજરાતી ભાષાના પ્રેમીઓ રતિભાઈ ચંદરયાના સદા ઋણી રહેશે! ….. હરીશ દવે અમદાવાદ

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.