મા, હું શી વીધ ગાઉં ?

–‘નીરાલા’જીના કાવ્ય “ક્યા ગાઉં ?”નો અનુવાદ.                                  


મા, હું શી વીધ ગાઉં ?
જ્યહાં   ગુંજતી  સદા  રાગરાગણીઓ,
ગાય મધુર કીન્નરીઓ, કંઈએ પરીઓ,
ને કૈં કૈં કામીનીઓ;
ત્યહાં એક  લૈને  વીણા કર દીન,
તારો જેના સાવ  બન્યા છે ક્ષીણ,
જેમાં કોઈ  નથી  ઝંકાર   નવીન-
રુદ્ધ કંઠનો, રાગ અધુરો કેમ તને સંભળાવું ?!
મા, હું શી વીધ ગાઉં ?

છાયો તારા મંદીરમાં મા, કેવો આ અનુરાગ !
ફુલ ચડે તારાં ચરણો પર કોમલ, શતદલ પુર્ણપરાગ;
ગંધ-મોદ-મદ પીને મંદ સમીર,
રણકે એને  નુપુર  પાય  અધીર,
ત્યહાં એક  નીર્ગંધ પુષ્પ ઉપહાર,
જેમાં ના છે લવ પરાગ-સંચાર, સુરભી-સંસાર,
ક્યમ  હું  કહો, ચઢાવું ?
મા, હું શી વીધ ગાઉં ?!

                           –અનુવાદ :  જુગલકીશોર.

4 thoughts on “મા, હું શી વીધ ગાઉં ?

 1. લોકભારતીમાં ભણતો ત્યારે આ અનુવાદ કરેલો.મનુભાઈ પંચોળી ‘દર્શક’ મને ઘણીવાર આવું કામ બતાવતા. એકવાર એક અંગ્રેજી કવીતાનો ભાવાનુવાદ કરવાનું કહેલું, મારો અનુવાદ એમને પસંદ પડ્યો ને એમણે કોઈ જગ્યાએ મોકલેલો !
  ઉમાશંકર આવેલા ત્યારે મારાં કવીતડાં એમણે પોતે કવીશ્રીને બતાવેલાં !! મને તો કવીશ્રીએ ( નગીનદાસભાઈ પણ હતા) બોલાવ્યો અને ‘ આ મેઘરાજ શો નૃત્ય કરે’ રચના ગાઈ સંભળાવવા આગ્રહ કર્યો ત્યારે જ મનુદાદાની તરકીબનો ખ્યાલ આવેલો !
  વાત નીકળી જ છે ત્યારે એય કહી દઉં કે મારા તંત્રીપણાનીચે સમીધ નામનું ભીંતપત્ર ચાલતું.મેં એમાં મુકવા માટે કવીશ્રી પાસે વીનંતી કરી તો એમણે બે કવીતાઓ આપી ! ‘ સમીધ હે !’ કરીને એ વીષય પરનાં બંને કાવ્યો એમની ‘સમગ્ર કવિતા’માં જોવા મળે છે.
  ગજબના હતા એ દીવસો ! બુચભાઈ,મુળશંકરભાઈ.મનુભાઈ આ ત્રીપુટી વીશ્વમાં ક્યાંય ન મળે એવી એક સાથે અમને મળેલી !! એ સંસ્થા વીષે મારો એક લેખ પણ મોકલીશ. તમને થશે કે આવી પણ સંસ્થા હોઈ શકે ?
  મારી માતૃસંસ્થાની વાત વીષયાંતર કરીને લખાઈ ગઈ; ક્ષમા કરશો.

  Like

 2. તમે સરસ વાત કરી ! નીરાલાજીએ તો એમાં પોતાના બેસુરા બની ગયેલા સુરો ને વાદ્યની ઝંકૃતી નષ્ટ થયાની વાત કરી છે પણ તેને કેવા શબ્દોમાં ને કેવી અસરકારક રીતે એ વાત મુકી છે કે આપણા તાર ઝંકૃત થયા વીના રહેતા નથી.!

  મહાન કવીઓની એ જ તો ખુબી છે. પોતે ઝંકૃત નથી એ વાત પણ કેવી ઝંકૃતીથી મુકી બતાવી છે !! ( એમની ભાષા એટલી સરળ અને ગુજરાતી શબ્દોની નજીકની હતી કે અનુવાદ સરળતાથી થઈ શક્યો હતો. કોઈપણ કરી શકે એવો સહેલો હતો.) આભાર.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.