તું આવ, આવ !

( ઉપજાતિ)         –જુગલકિશોર.

આજે…ય  ના’વી….!
અવ કાલ આવશે-
આશાભર્યો એમ જ આજ દી લગી
ઝૂરી  રહ્યો       દર્શન   કાજ   તાહરાં !

તું આવશે  તો….(ફટ રે ભૂંડા, ‘તો’ ! )
સત્કારવા     આંગણિયે     ઉતાવળો
આવીશ;   ને બેઉ  કરો    થકી તને
ચાંપીશ  હૈયે.

ભીંજાવીને   સ્નેહ થકી    હું   માહરા
ખોલીશ તારું  દિલ,     મુગ્ધ     હૈયે;
જાણીશ  તારા   ઉરની    કથા      જે,
મારો  અજંપો      ઉરનો   શમાવવા.

સંદેશ     કોઈ    મમ    કાજ    લાવ-
ટપાલ  દેવી !  ઝટ     આવ  આવ.
(ટપાલિ, ભાઈ ! ટપ્-આલ આલ !! )

4 thoughts on “તું આવ, આવ !

 1. અરે બાપુ ! આ નેટના જમાનામાં ય? રોજ ટપાલ્યુંના ઢગ પર ઢગ તો થાય છે!
  પણ આ ઉમ્મરે તમે કોની ટપાલની રાહ જુઓ છો કાકા?
  કાકીને જરા કવિત વંચાવજો વીરા !

  Like

 2. ઉપજાતિ એ બીજું કાંઈ નહીં પણ આગળ જોયેલા ચારેય છંદોનું બબ્બેનું મિશ્રણ ! તમે ઇન્દ્રવજ્રાને અને ઉપેન્દ્ર.ને કે ઇન્દ્રવંશા-વંશસ્થને એકમેકમાં ભેળવેલા રજુ કરો એટલે ઉપજાતિ ! ઘણાં ‘મિશ્રોપજાતિ’ એમ પણ લખે છે, હુંય લખતો. પણ ઉપજાતિ એટલે જ મિશ્ર.
  હવે દેવા માંડો ધુબાકા, બાપલા!

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.