મીલનો મજુર વીકસીને કેટલી ઉંચાઈએ પહોંચ્યો !!

(વનસ્પતીપ્રેમી; કવી; સ્વ.નરહરીભાઈ ભટ્ટની વીકાસયાત્રા.)

‘વંદું છું હું વનસ્પતી, ઔષધીઓ દેનાર, આયુષ,બળ ને જ્ઞાન દઈ, કરતી બુદ્ધીમાન.’

વનસ્પતીની વંદના કરતા ને સતત વનસ્પતીનું ઋણ અનુભવતા રહેલા સ્વ.નરહરીભાઈ ભટ્ટ ગામડાગામના એક સીધાસાદા માનવી. દહેગામ તાલુકાના ખાનપુર ગામમાં 1917 આસપાસ જન્મ. ગળથુથીમાં જ આયુર્વેદની ભક્તી પામેલા. એમનું જીવન એટલે માનવસેવા, વનસ્પતીપ્રેમ અને ઈશ્વરભક્તી—એની વીશીષ્ટ રીતભાતથી. અમદાવાદની ટેક્ષ્ટાઈલ મીલના કામદાર તરીકે આયખું વીતાવનાર તેઓ આરંભથી જ ગાંધીજીએ સ્થાપેલ મજુર મહાજન સંઘ સાથે સંકળાએલા રહ્યા હતા. તેમાંથી જ મહાજનના સેવાદળના સક્રીય સભ્ય બન્યા. એમાંથી જ એમને માનવસેવાની લગની લાગી. એમની સક્રીય સેવાના ભાગરુપે તેઓ કામદાર વીમા યોજનાના સલાહકાર બોર્ડમાં પણ ચુંટાતા રહ્યા.

મહાજન તરફથી છેક 1924થી પ્રકાશીત થતા ‘મજુર સંદેશ’માં નીયમીત રીતે તેમની કવીતાઓ પ્રગટ થતી. તેઓ સૌના માનના અધીકારી બન્યા ને છેવટ સુધી રહ્યા.

નરહરીભાઈમાં બીજો ગુણ તે તેમનો વનસ્પતીપ્રેમ. નાનપણથી જ તેમને વનસ્પતીના ઔષધીય ગુણોના ચમત્કારો જાણવા મળેલા અને તેના પ્રયોગો તેમણે ગામડામાં થતાં જોયેલા. ઘા-બાજરીયું અને કુકડવેલાના હાથવગા ઉપયોગો તેમને ગામડામાં નાનપણમાં જ જોવા-જાણવા મળેલા અને તેમાંના ઘણા ઉપાયો તેઓ જીવનભર કરતા રહેલા. 15-17 વર્ષની વયે તેમને ગાંધીજીની ‘આરોગ્ય વીષે સામાન્યજ્ઞાન’ પુસ્તીકા મળી જાય છે અને તેનો બહુ મોટો પ્રભાવ તેમના પર પડે છે. સેવાદળમાં હતા ત્યારે પુરુષોત્તમ જાની નામના વૈદ્યની પ્રેરણાથી તેઓ શરીર સૌષ્ઠવ માટે અને વનસ્પતીના ઔષધીયગુણો જાણવા માટે મથે છે.

અમદાવાદના કોચરબ આશ્રમ દ્વારા મુનીવર્યજી પાસે તેઓ યોગાસનો પણ શીખે છે.

1942માં યરવડાજેલનીવાસ વખતે આવેલી માંદગી અને 1967-’68 દરમીયાન તેમને ઈજા થઈ, એ બંનેથી એમને ખુબ જ પરેશાની થતાં તેઓ આયુર્વેદને શરણે ગયા અને ઈજાના ઉપચાર વખતે તેમનો સંપર્ક ખ્યાતનામ વૈદ્ય શોભન સાથે થતાં જ તેમના જીવનનું નવું પ્રકરણ શરુ થાય છે. એકબાજુ આ આયુર્વેદનો ચસકો લાગ્યો તો બીજી બાજુ તેમનો ઈશ્વર તરફનો ઝોક એક અચળ શ્રદ્ધા તરફ લઈ જાય છે. તેમની 87 વર્ષની ઉંમરે તેઓ ઘણી ગંભીર માંદગીમાં સપડાયા ત્યારે જ્યારે કોઈ ઉપચારો કામમાં ન આવ્યા ત્યારે ફરી એકવાર શોભનભાઈની સારવાર કામમાં આવે છે, જેની મુલાકાતો દરમીયાન શોભનભાઈ તેમને આયુર્વેદ વીષયક પોતાનાં રચેલાં ગીતોની કેસેટ સાંભળવા આપે છે.

આ કેસેટનાં ગીતો સાંભળતાં જ તેમને એક કાવ્ય સ્ફુરે છે જે લીમડા વીષે હતું ! તેમણે આ નવા જ પ્રકારના વીષય પરનું ગીત સાંભળીને નરહરીભાઈને કહ્યું કે આવાં, જ વનસ્પતી પરનાં બીજાં કાવ્યો રચો !!

એમનામાં પડેલી કવીત્વશક્તી અને આયુર્વેદભક્તી ઉપરાંત નાનપણથી પડેલી વનસ્પતી અંગેની જાણકારી એમ ત્રીવીધ તત્વોએ એમની પાસે એક-બે કે દસ-પંદર નહીં પણ 200 ઉપરાંત કાવ્યો-ગીતો લખાવ્યાં !! આ બધાં ગીતો-કાવ્યો કવીત્વની દૃષ્ટીએ નબળાં અને અવ્યવસ્થીત હતાં, પણ આયુર્વેદની ચકાસણી-મુલવણીએ ઉત્તમ કક્ષાનાં હતાં. ગુજરાતને એક મોટો અને અ-પુર્વ ખજાનો મળી રહ્યો હતો ! શોભનભાઈ આયુર્વેદપ્રેમી અને શક્તીશાળી પ્રચારક હતા. તેમણે આ અદ્ભુત રચનાઓને ઓળખી લીધી. એ વખતે આ લખનાર એમની સાથે જ રહીને આયુર્વેદના એક અતી કીમતી સામયીક ‘આયુ-ક્રાંતી’નું સંપાદન કરતો હોવાથી અને પદ્ય રચનાની હથોટી હોવાને કારણે શોભનભાઈએ કહ્યું, ” જુગલભાઈ, તમે તૈયાર હો તો આ ગીતોને આપણે પ્રચારીએ. બહુ મોટું કામ થશે.” તેમણે તૈયારી બતાવી એટલું જ નહીં, 175 જેટલાં કાવ્યો–ગીતોને સંમાર્જીત કરીને વ્યવસ્થીત રુપ આપ્યું.

પરીણામ એ આવ્યું કે ‘ઔષધીગાન’ નામનો એક બહુ જ કીમતી સંગ્રહ, ગુજરાતનો આ પ્રકારનો પ્રથમ, પ્રગટ થયો ! શ્રી શોભનના અવસાન બાદ, એમણે જ આપેલી પ્રેરણા અને તાકીદને ધ્યાનમાં લઈને આ જ શીર્ષકથી બીજો ભાગ પણ પ્રકાશીત થયો. આમ પ્રથમ ભાગમાં કુલ 92 કાવ્યોમાં 82 જેટલી વનસ્પતી પદ્યમાં રજુ થઈ હતી જ્યારે બીજા ભાગમાં 71 જેટલાં કાવ્યોમાં 60 જેટલી વનસ્પતીઓનો પરીચય થાય છે. આ ગીતોમાં વનસ્પતીના ગુણો ઉપરછલ્લી રીતે લખાયાં નથી. આયુર્વેદના કોઈપણ તજજ્ઞ તપાસીને કહી શકે કે આમાં તો વનસ્પતીનાં સચોટ વર્ણનો તો મળે જ છે પણ દરેક વનસ્પતીના લગભગ બધા જ ગુણો અને સાથોસાથ એના અનેકવીધ ઉપયોગોનું પણ સરળ અને સચોટ નીરુપણ થયું છે ! કોઈપણ વ્યક્તી આમાં બતાવ્યા મુજબના ઉપચારો કરી શકે છે. ( અલબત્ત, દરેક દર્દી વૈદ્ય નથી હોતો; એણે પોતાના દર્દની સમજ અને એ માટે જાણકાર વૈદ્યની સલાહ લેવાની હોય જ.)

આજે નરહરીભાઈ આપણી વચ્ચે નથી. તેઓ લગભગ 94 વર્ષની વયે અવસાન પામ્યાં.તેઓ વેદોના પણ અભ્યાસી હતા. પણ એક પ્રેમાળ, ભક્તીભર્યા અને આયુર્વેદના પરમ પ્રેમી તરીકે સદા યાદ રહેશે. તેમણે રચેલાં આ બધાં ગીતો એમનું આ ક્ષેત્રનું અદ્ભુત અને અદ્વીતીય કાર્ય કાયમ માટે ગણાતું રહેશે તે ની:શંક બાબત છે.

One thought on “મીલનો મજુર વીકસીને કેટલી ઉંચાઈએ પહોંચ્યો !!

 1. આવી વ્યકિતોથી જ સમાજ સભર બને છે.
  સરસ પરિચય આભાર.

  ગુજરાતમાં ચાલતી સારી બાળ સંસ્થાઓ અનાથ બાળકો માટે કામ કરતી સંસ્થાઓ વિશે જાણકારી મળી શકે.?થોડી માહિતિ છે.પણ પૂરી નથી.એના માટે કંઇક કરવાની ઇચ્છા છે.તેથી .મળી શકશે?

  thanks
  nilam doshi
  http://paramujas.wordpress.com

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.