શક્તિ-શિવ : ફિફ્ટી ફિફ્ટી !

                               —જુગલકિશોર.

સ્ત્રી :  ” રે સાંભળ્યું ! આ બળ્યું, ક્યારની હું
પાડું  છું  ઘાંટા, તમને ન  કૈં  પડી
મારી ચીસોની…”

પુ. :                        ” નહિ; એવું ના કહે,
તારા મધુરા  સ્વરનો   હું     ચાહક,
( સુસ્વાદુ  રે,  વાનગીઓનો   ગ્રાહક ),
સહી શકું કેમ ચીસો તમારી ? ક્હો,
કહેતાં હતાં શું ?!”

સ્ત્રી :                       ” કહું, વાત એમ છે–
આ કાલથી  થોડુંક   ચિત્ત  આપજો
ગૃહકાર્યમાંયે,  સમજ્યા !  મને હવે
‘ટાઈમ’  નૈ  રહે   ઘરકામ     માટે !
તુવેરની  ફોલીશ   ના   હું    શીંગો,
મારે   હવે     મંડળની      મીટીંગો
‘એટેન્ડ’  ર્ હેશે  કરવાની   પુષ્કળ !”

પુ. :   ” તેથી  રુડું   શું,   પ્રિય, તું  જજે ને,
મીટીંગમાં !   ને   અહિ   હું   રસોડે
પેસીશ,   શસ્ત્રો   સઘળાં   સજીને !
રાંધીશ,  થાળી    પીરસીશ  ને, રે
જોઈશ રાહો   તવ    આવવાની !!”

સ્ત્રી :  ” તમેયતે  શું, બળ્યું બોલતા હશો ?!
રાંધો તમે ?! ને ખવડાવશો મને ?!
પ્યાલોય તે પાણી  પીધું છ જાતે ?
વઘારતાં    દાળ   જરાય  ફાવશે ?
વધારશો   કામ્    ઉલટાનું   મારું !!”

પુ. :  ” સન્નારીને નહિ નહિ કશો શોભતો   આ   પ્રકોપ !
(ના એને કો’ પુરુષસમ હોવો  ઘટે   ક્રોધ-સ્કોપ !)
મીટીંગો, ને વિવિધવ્યવહારો મહીં વ્યસ્ત ર્ હેવું
ને સંગાથે  ગૃહિણીતણું જે   કાર્ય,   સંભાળી લેવું.
સ્ત્રી-શક્તિનો પરિચય ભલા કોણ ના જાણતું હો ?
બંને કાર્યો સફળ કરવા ‘સ્વાગતમ્’  આપનું હો !!”

સ્ત્રી :   “મને   મારી  રીતે, મદદ  કરવાનું   વચન     દૈ,
તમે મારી શક્તિ, સકલ અભિલાષા,  પરખી   જૈ
તકો આપી, સામાજિક-ગૃહની  સેવા   તણી મને !

  ભલે ‘ફિફ્ટી-ફિફ્ટી’,  પણ   ધગશથી આર્ય,  ધરશું
અને બંને શક્તિ-શિવ મળી, બધાં  કાર્ય   કરશું !!

2 thoughts on “શક્તિ-શિવ : ફિફ્ટી ફિફ્ટી !

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.