હૅરકટીંગ સલૂન !!

–જુગલકિશોર.

આ હૅરકટીંગ સલૂન !
અંદર સઘળું આડું અવળું,બહાર અફલાતૂન !…આ.

મહિને માસે અંદર જાવા બનતું,
વારો આવ્યે માંડ બેસવા મળતું;
ત્યાં સુધી કાં છાપું વાંચો, કાં બેસો સુનમુન !…આ.

કોઈ કપાવે વાળ,ફકત પચ્ચીસ રૂપિયે,
કોઈ કરાવે દાઢી, પાંચ કે સાત રૂપિયે;
કોઈ ઘડાવે વીસ રૂપિયે મૂંડો અફલાતૂન !…….આ.

ખુરશી ઉપર ખડકાતો મુજ દેહ,
ઉપર આવે   કપડું, ખૂંચે   તેહ !
કટાક કટકટ કાતર કાપે, વાળ ખરે,
જ્યમ ગાડર પરથી ઊન !…….આ.

સાધન સઘળાં સારાં, તેજ સજાવ્યાં,
ખુણો-ખાંચકો ક્યાંય  રહે ના   તેવાં;
એક લસરકે છોલી પણ દે,ચડે કદીક ઝનૂન !…..આ.

વાળંદનો આ ધંધો ગુરુજન જેવો,
અવગુણભાર વધે તે  કાપે   તેવો;
હોય ‘વધારા’નું જે કંઈ તે દૂર કર્યાની ધૂન !

આ હૅરકટીંગ સલૂન !

2 thoughts on “હૅરકટીંગ સલૂન !!

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.