મીહીરભોજનું વીશાળ સામ્રાજ્ય

.
ગુજરાતનો ઈતીહાસ (8): મીહીરભોજનું વીશાળ સામ્રાજ્ય

આલેખક: હરીશભાઈ દવે
* * * * * * * * * * * *

આપણે ગુજરાત પર સોલંકી વંશની સ્થાપના જોઈએ તે અગાઉ પુર્વભુમિકા પર નજર કરીએ.

નવમી સદીમાં કાન્યકુબ્જ (કનોજ) ની ગાદી પર ઈક્ષ્વાકુ (?) વંશના મીહીરભોજ નામના રાજાએ સત્તા સંભાળી. તેણે ગુર્જર દેશના ઘણા પ્રદેશો પર અંકુશ મેળવ્યો.

મીહીરભોજના સમયમાં દક્ષીણમાં રાષ્ટ્રકુટ વંશમાં અમોઘવર્ષ નામે પ્રતાપી રાજા થઈ ગયો. તેના નામ- વંશ- રાજ્યકાળ- શાસન વીષે ઘણા મતભેદો છે. ભોજ નામ સાથે ઘણા રાજાઓનાં નામ જોડાયેલાં હોવાથી મીહીરભોજ વીષે ઘણી ગેરસમજ ઉભી થયેલ છે. સર્વસ્વીકૃત વાત એ છે કે નવમી સદીમાં ગુર્જર દેશના કેટલાય પ્રદેશો પર મીહીરભોજ નામના મહાસમર્થ રાજાની આણ પ્રવર્તી રહી.

મીહીરભોજનું રાજ્યારોહણ ઈ.સ. 835 અગાઉ થયું હશે તેવી માન્યતા છે.

ઈ.સ. 835 પછી મીહીરભોજનો પ્રભાવ ગુર્જર દેશ પર વધતો ચાલ્યો. ઘણા ભાગોમાં તેણે સ્થીર રાજ્યતંત્ર સ્થાપી ખ્યાતી મેળવી. તેણે સૌરાષ્ટ્ર પર કબજો કર્યો.

ઈ.સ. 864 પછીના દશકામાં મીહીરભોજ ઉત્તર ભારતમાં પોતાની સત્તા મજબુત કરી. તેણે સીંધ પ્રદેશ સુધી પોતાની આણ ફેલાવી. ઉત્તર-પુર્વ ભારતમાં તેણે બીહાર અને ઉત્તર બંગાળ સુધી વીજયો મેળવ્યા.

ઈ.સ. 888માં તેનું મૃત્યુ થયું.

તે સમયે તેનું સામ્રાજ્ય સીંધ-પંજાબથી બંગાળ સુધી અને ઉત્તરે બીહારથી દક્ષીણે નર્મદાતટ સુધી ફેલાયેલું હતું. મીહીરભોજની એક મહત્વની સીદ્ધી એ ગણાય છે કે તેણે શક્તીશાળી સામ્રાજ્ય સ્થાપી આરબોને હતોત્સાહ કર્યાં અને વીદેશી આક્રમણોને ખાળ્યાં. પરીણામે મીહીરભોજનું સ્થાન ઉંચું ગણાય છે.

. . . . . . . . . . . . . . .

2 thoughts on “મીહીરભોજનું વીશાળ સામ્રાજ્ય

 1. મીહીરભોજ ઈક્ષ્વાકુ (સૂર્યવંશી) હતા તેમને ગુજરાત પર અંકુશ મેળવ્યો તે પેલા અનુ નામે કેમ ગુજરાત અથવા ગુર્જેર દેશ કેમ પડ્યું ?

  મને વિકીપીડીયા ની માહિતી ખોટી લાગે છે
  જેમાં મીહીરીભોજ અને સોલંકી સહીત ને ગુર્જર કહ્યા છે .
  કદાચ મારી જાન મુજબ ગુર્જર તો હૂન જેવી વિદેશી આક્રમક જતી માંથી આવ્યા છે

  હું પોતે સોલંકી (ચાલુક્ય) વંશી ક્ષત્રિય રાજપૂત છું.
  તમે જણાવી શકશો ?

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.