ખાંડણિયે બંધાણા શામળો.*

                                       —જુગલકિશોર.

ખાંડણિયે બંધાણા શામળો.

બંધાણા હાથ-પગ, તનડાં તરડાયાં રુડાં
મનડાંની મનમાની ગઈ ;
બહારે  રખડવાનાં બંધ  થયાં   દ્વાર, કાં,
ગામમાં  ફજેતીય   થઈ!
ગાંઠે નઈં કોઈનું; કેવળ જશોદાજી !
કાન એના તમે કેવળ આમળો !…ખંડણિયે.

દુ:ખના દા’ડા આજ એને યે આવિયા, તે
લોકોનાં દુ:ખ એને જાણિયાં;
કરમોની   કઠણાયું   દૂર  કરે, આજ એનાં
કરમોને રાશ્યુંથી તાંણિયાં !
છૂટવાનું,  કાનજી !  તું  લૈશ  નહીં   નામ,
તને છૂટકારો આ ભવે ના મળો !…ખાંડણિયે.

બંધનની મઝા વ્હાલા, મુક્તિમાં ના મળે,
બંધન તો હાથવગો લ્હાવો ;
મુક્તિમાં  તારી  કનડગતને   માણવાનો
લાભ ક્યાંથી મળવાનો આવો ?!
ફેંકી દે  તારી   પીતાંબરી,  આ ઓઢી લે,
સંસારી માયાનો કામળો !…ખાંડણિયે.

………………………………………………………….

એક પ્રેમાળ પણ તોફાની સ્વભાવના સંબંધીને દવાખાને ખાટલામાં જોઈને સુઝેલી કવિતા.
 

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.