ગુર્જરદેશને ગરીમા આપનાર રાજવી !

.

ગુજરાતનો ઈતીહાસ (11): 

આલેખક: હરીશભાઈ દવે

.

મુલરાજ સોલંકી તથા તેના રાજ્યશાસનને સંબંધીત કથાઓ કવીરાજ મેરુતુંગના “પ્રબંધચીંતામણી” ઉપરાંત વીદ્વાન જૈન મુની હેમચંદ્રાચાર્યની કૃતીઓમાં આલેખાયેલ છે.

હેમચંદ્રાચાર્યના મહાકાવ્ય “દ્વયાશ્રય”માં મુલરાજ સોલંકીની પ્રશસ્તી કરવામાં આવી છે.

મુલરાજ સોલંકી પરમ શીવભક્ત હતો. તેણે ઉત્તરથી ઔદીચ્ય બ્રાહ્મણોને આમંત્રણ આપી સારસ્વતમંડલમાં વસાવ્યા. સમય વીત્યે પાટણ વીદ્યા અને સંસ્કૃતીનું કેન્દ્ર બન્યું.

મુલરાજ સોલંકીએ રુદ્ર મહાલયનું વીશ્વવીખ્યાત મંદીર બંધાવવું શરુ કર્યું, પરંતુ તે કાર્ય તેના જીવનકાળ દરમ્યાન પુર્ણ ન થઈ શક્યું.

આ તરફ, ગુજરાતમાં મુલરાજની સત્તા પાંગરી રહી હતી ત્યારે માલવદેશમાં ધારાનગરીમાં રાજા મુંજ સત્તા પર આવ્યો. તેણે અનેક યુદ્ધો લડી રાજ્યની આણ અને શાનમાં વૃદ્ધી કરી. તેણે પાટણની સત્તાને પણ છીન્નભીન્ન કરી નાખી મુલરાજને રઝળતો કરી દીધો.

તેણે દક્ષીણના બળવાન રાજા તૈલપ સાથે વારંવાર યુદ્ધો કર્યાં. તૈલપને હરાવ્યો પણ ખરો. માલવપતી મુંજ શક્રવર્તી રાજા તરીકે અને પ્રુથ્વીવલ્લભ તરીકે જાણીતો થયો. આખરે એક યુદ્ધમાં તૈલપે મુંજને હરાવ્યો. ઈ.સ. 995માં તૈલપે કેદ પકડેલા માલવપતી મુંજને હાથીના પગે મૃત્યુદંડ મળ્યો.

મુંજના અવસાન પછી મુલરાજ શાંતીથી ગુજરાતની ગાદી સંભાળી શક્યો.

મુલરાજ સોલંકી કુનેહબાજ અને ચતુર રાજ્યકર્તા હતો. નાનકડા રાજ્યના મહાન રાજ્યકર્તા તરીકે મુલરાજ સોલંકીનું ગુજરાતના ઈતીહાસમાં વીશીષ્ટ સ્થાન છે.

અણહીલવાડ પાટણ અને ગુર્જર દેશને ગરીમા બક્ષનાર સોલંકી વંશના સ્થાપક તરીકે મુલરાજ સોલંકીની નામના અમર રહેશે.

.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.