લટકતી છબીમાંના બાપુને.

      –જુગલકિશોર. (પરંપરિત)   

 

આ દેશને
પરતંત્રતાની ચૂડથી છોડાવનારા
હિન્દના બાપુ !
તમે આ ફ્રેમમાં
(કાચ જેમાં ના મળે ! )
રે, કેમ છો લટકી રહ્યા ?

સ્વતંત્રતાના હે પુજારી,
છેદવા ‘બંધન’  છબીમય
કાચનો આપે જ કરિયો ‘ભંગ-સવિનય’ ?

કે
લોકહૈયે પહોંચવા
પટ પારદર્શી યે નડ્યો શું,
જે તમે તોડી જ એને દૂર કરિયો ?

કે પછી–
પ્રેમીજને કો’ આપના
આઝાદ (ના આબાદ) ભારતની હવાને માણવા દેવા…
છે આપને લટકાવિયા
ખુલ્લી હવામાં ?!

તા.14-2-‘ 66.
            

7 thoughts on “લટકતી છબીમાંના બાપુને.

  1. પ્રીય અર્જુન !
    હવે ગુજરાતીમાં લખવા માટે અર્જુનને પક્ષીની આંખ જ દેખાવી જોઈએ !
    વીનુ સાથે વાત થઈ છે, તમારા અમેરીકાગમનના સમાચારે એ ખુબ રાજી થયો. મનીષને એ માટે એણે ગાંસડી ભરીને અભીનંદન આપ્યાં. તું લખીશ તે એને પહોંચાડીશ.
    -જુ.

    Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.