–જુગલકિશોર.
મારા પાવાનો સૂર !
છેડ્યો જ્યાં,છટકીને,ઘડી જરી અટકીને જાય અહો દૂર દૂર દૂર.
નાનકડી વેણુમાં બેઠો અણદીઠ એને
હળવેથી વહેવડાવ્યો બહાર;
હૈયાના નાદ શો નેહ ભર્યો નિસર્યો ને
જૈ પ્રસર્યો ગગને એ વાર,
ઘૂંટાયો ગુંબજમાં રવ,એના પડઘાનાં પ્રગટ્યાં શાં પૂર પૂર પૂર !
અહો, પાવાનો સૂર !
Advertisements
sundar rachana………
LikeLike