.
ગુજરાતનો ઈતીહાસ (13):
આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . .
અગીયારમી સદીના ઉદયકાળે કેટલીક મહત્વની ઘટનાઓ બની.
વાયવ્ય સરહદેથી મહમુદ ગઝનીનાં આક્રમણો ભારતવર્ષને ધ્રુજાવવા લાગ્યાં. આ સમયે વીદેશી સરદારોને મર્યાદામાં રાખનાર ભારતવર્ષમાં બે મહાન સામ્રાજ્યો હતાં :
મધ્યભારતમાં માલવપ્રદેશ અને દક્ષીણ ભારતમાં તાંજોર પ્રદેશમાં ચોળ (ચોલ) સમ્રાજ્ય.
અગીયારમી સદીના ઉદય સાથે તાંજોર અને માલવપ્રદેશ સત્તા અને શક્તીની દ્રષ્ટીએ પ્રબળ બનતા ગયા.
દક્ષીણ ભારતમાં કર્ણાટક પ્રદેશમાં તૈલપના વંશજોના શાસનની પડતી થતી ગઈ ત્યારે તાંજોરના ચોળ રાજાઓની સત્તા ફેલાતી ગઈ. દક્ષીણમાં કૃષ્ણા-તુંગભદ્રાથી માંડીને કન્યાકુમારી સુધી ચોળ શાસન સ્થાપનાર તાંજોરનરેશ રાજરાજ રાજકેસરી (ઈ.સ. 985-ઈ.સ. 1014) તે યુગનો સૌથી સમર્થ ભારતીય રાજવી હતો.
તેના પછી તેનો પુત્ર રાજેન્દ્ર પરકેસરી સત્તા પર આવ્યો. તેણે ઈ.સ. 1044 સુધી રાજ્ય કર્યું. દક્ષીણના તાંજોરના આ મહાપ્રતાપી સમ્રાટે છેક ઉત્તર-પુર્વ ભારત સુધી આણ ફેલાવી.
આ જ અરસામાં માલવપ્રદેશ પર દાનેશ્વરી રાજા ભોજની સત્તા સોળે કળાએ તપવા લાગી. રાજા ભોજ (? ઈ.સ. 1010 – 1050 ?) શુરવીર, દાનવીર, જ્ઞાની રાજા હતો. તેનો રાજ્યકાળ ચાલીસથી પચાસ વર્ષનો મનાય છે.
તેના રાજ્યકાળમાં વીદ્યાધામ તરીકે ધારાનગરીની કીર્તી દેશ-વીદેશમાં પ્રસરી. ભોજ પરાક્રમી રાજા ઉપરાંત અઠંગ રાજનીતીજ્ઞ હતો. તેણે રાજનીતીના ચતુર દાવ ખેલી માલવપ્રદેશને સ્થીર શાસન આપ્યું.
હવે કરીએ ગુજરાતની વાત.
ઈ.સ. 1022માં દુર્લભરાજનું મૃત્યુ થતાં તેના નાના ભાઈ નાગરાજનો પુત્ર ભીમદેવ પહેલો અણહીલવાડ (પાટણ)ની ગાદી પર આવ્યો. મહત્વની વાત એ કે વર્ષો સુધી સોલંકીવંશના આ રાજાઓ માલવપ્રદેશની શેહમાં રહ્યા. યુવાન માલવસમ્રાટ ભોજનો પાટણનરેશ ભીમદેવ પર ઘણો પ્રભાવ હતો. ગુજરાતના આનર્ત, ખેટક અને મહી કાંઠાના પ્રદેશો માલવદેશની સત્તા તળે હતા. આમ છતાં, પાટણ અને સૌરાષ્ટ્ર સમૃદ્ધ હતાં. ગુજરાતની આ સમૃદ્ધીની વાતો દેશ-વીદેશમાં પ્રસરતી હતી.
ભીમદેવને પાટણની ગાદી સંભાળ્યે બેત્રણ વર્ષ થયાં હશે અને મહમુદ ગઝનીએ ગુજરાત પર ચઢાઈ કરી.
મહમુદ ગઝની મુળ તો ભારતની વાયવ્ય સરહદે પહાડી પ્રદેશોના રાજ્ય ગઝનીનો અધીપતી. ભાઈ સાથે દગો કરી રાજગાદી પર આવેલો. મક્કમ મનોબળ , નીર્દયી અને સાહસવૃત્તીવાળો એ નીતીનીયમોને નેવે મુકી સત્તાનો વ્યાપ કરતો ગયો. મધ્ય એશીયાના પ્રદેશો જીતી તેણે ભારત પર નજર દોડાવી.
જોતજોતામાં મહમુદ ગઝનીની ક્રુર એડીઓ તળે ઉત્તર ભારત કચડાવા લાગ્યું.
ગઝનીની સોમનાથની ચઢાઈની વાત હવે પછી …..
Thank you for net gurjari.
I read very carefully every word. Thank you.
LikeLike
ક્યારેક જરા વીગતે પણ અભીપ્રાય આપવા વીનંતી.
આપના બ્લોગની મુલાકાત પણ થઈ. સ્પષ્ટ અને સ્વચ્છ રજુઆતો માટે અભીનંદન.
LikeLike
Thank you very much for giving highlight of Indian history of 11th century, my knowledge of which is
very limited- Are there any good English books of this period?
I have read a lot of world history. I have read about AL Biruni who was is regarded as one of the greatest scholars of the medieval Islamic era and was well versed in physics, mathematics, astronomy, and natural sciences, and also distinguished himself as a historian, chronologist and linguist.[6] He was conversant in Chorasmian, Persian, Arabic, Sanskrit, and also knew Greek, Hebrew and Syriac. and I have a copy of Al Biruni’s book “Kitab ta’rikh al-Hind” which
he wrote in 1100AD and is good impartial observation of 1100AD India,when he came with Gazani.
I aggree entirely that Gazani was a monster, unfit to be a human being.
Please continue to write about Indian history- I would love to read. thanks again
LikeLike
શ્રી વિજયભાઈ,
આ આખી શ્રેણીના લેખકનું ઈ–સરનામું આ સાથેની લીંક Harish Dave **
પર છે. એમને મેં આપનો મેઈલ ફોરવર્ડ કર્યો છે.
– જુ.
LikeLike
Thanks Jugalji
vijay
LikeLike