બે કવિત્.

—જુગલકિશોર.

“કોઈ મોહન લ્યો !”          

યમુનાને તીર
આજ
મથુરાની ગલીઓમાં
સંભળાતો નથી
હવે
ગોપીઓનો સ્વર :
” કોઈ મોહન લ્યો…….!”

અહીં તો સંભળાય
હવે,
ધીમું જો સાંભળો તો —
ખાદીલા રાજવીનો સ્વર :
” કોઈ લઈ લ્યો,
મફતમાં લઈ લ્યો…..,
‘મોહનદાસ’ લઈ લ્યો…..!!”

======0000======          
આવ રે વરસાદ !
જીવતર પીસીને
લાવ્યાં લોટ;
આંસુથી બાંધી કણક
અને
નિ:શ્વાસોની વરાળે
પકવી
ઉની ઉની રોટલી
ને
લાં….બી લાંબી
આશાઓનું શાક.

અમારો
આટલો પરસાદ,
અને
તમારાં વચનોનો વરસાદ !
ખમ્મા.

=======000=======

4 thoughts on “બે કવિત્.

 1. સરસ કવિતાઓ…

  જુકાકા, આ ‘મોહનદાસ’ લઈ લ્યો…..!!” ની જગ્યાએ ખાલી “મોહન લઈ લ્યો…!!” રાખ્યું હોત અને આ ‘મોહન’નું રહસ્ય વાંચકો માટે જ રહેવા દીધું હોત તો?!!

  Like

 2. વાચકો માટે રહસ્ય રહે તે ઉત્તમ વસ્તુ ગણાય અને તેથી તમારું સુચન વાજબી જ છે.પરંતુ મારી આ કવીતાની માંડણી જ એવી રીતે થઈ છે ને કે એ બેને જુદા પાડવા પડે. તમે શરુઆતની પંક્તીઓ વાંચો તો ખ્યાલ આવશે કે પહેલેથી જ કંપેરીઝનનો પાયો નંખાઈ ગયો છે!….કાવ્યમાં પણ પેરેગ્રાફ્સ હોવાની વાત હું કરું છું તે આ બધાંને કારણે.

  કાવ્ય કે કવીતડું ગમે તે કક્ષા હોય, પરંતુ એનો ફ્લો, આરંભથી જ ગોઠવાતો આવતો હોય છે. અને પછી એ ફ્લોને ફોલો કરવું પડતું હોય છે.

  ખુબ જ સારો મુદ્દો ઉઠાવ્યો છે. હવે તમે નવેસરથી આ જ રચનાને એવો ફ્લો, એવી ગતી આપો કે મોહન એક રહસ્ય બની રહે. અને છતાં આગળની માંડણીને મૅચ પણ થાય. આ થયો આપણો વર્કશોપ. કરો પ્રયત્ન. સરસ.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.