મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ

.
ગુજરાતનો ઈતીહાસ (14): મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . . .

અગીયારમી સદીનો પુર્વાર્ધ.

પ્રભાસપાટણ સોમનાથની સમૃદ્ધીની વાતો જગતભરમાં ફેલાઈ હતી.

પ્રભાસ તે સમયે ભારતવર્ષના પશ્ચીમ કીનારાનું અગત્યનું બંદર હતું. અહીંથી આફ્રીકા અને ચીન સાથે દરીયાઈ વ્યાપાર ચાલતો.

સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદીરમાં 200 મણની સોનાની સાંકળ હતી.. તેને બાંધેલા સોનાના ઘંટોથી પ્રચંડ ઘંટારવ થતો! મંદીરનું હીરા-માણેક-રત્નજડીત ગર્ભગૃહ ઝળાંહળાં  રહેતું. ભગવાન શીવની મુર્તી રત્નોના પ્રકાશથી રાત્રીના અંધકારમાં ઝગમગી ઉઠતી.

ઈ.સ. 1025નો ઓક્ટોબર મહીનો.

મહમુદ ગઝની ગુર્જરદેશ પર આક્રમણ કરવા જંગી લશ્કરી તાકાત સાથે નીકળ્યો. તેના લશ્કરમાં 30000 જેટલા ઘોડેસ્વારો હતા. રણની મુસાફરી હોવાથી પાણીનું વહન કરતાં 30000થી વધારે ઉંટ સાથે હતાં.

મહમુદ મુલતાન થઈ આબુ-પાલણપુરના રસ્તે અણહીલપુર પાટણ પહોંચ્યો. પાટણનરેશ ભીમદેવ પહેલો તેનો સામનો કરી શકે તેમ ન હતો. તે ભાગી છુટ્યો. પાટણના સૈન્યને હરાવી મહમુદ પ્રભાસપાટણ સોમનાથ તરફ વળ્યો.

મહમુદ ગઝની ઈ.સ. 1026ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાસપાટણ સોમનાથ પહોંચ્યો. શહેરને ફરતો કીલ્લો હતો. ગઝનીના લશ્કરે તેના પર હુમલો કર્યો. બહાદુર યોદ્ધાઓએ શહેરની રક્ષા કરવા મરણીયા પ્રયત્નો કર્યા. ત્રણ દીવસમાં પચાસ હજાર વીર લડવૈયાઓએ ભગવાન સોમનાથની રક્ષા કરતાં પ્રાણ પાથર્યા.

પ્રભાસનું પતન થયું. મહમુદ ગઝનીના લશ્કરે શહેર લુંટ્યું. તેણે સોમનાથ મંદીરને તોડી તેનો નાશ કર્યો; તેની અમુલ્ય સંપત્તી લુંટી લીધી. વીસ લાખ દીનાર જેટલી જંગી લુંટ સાથે મહમુદ રણના રસ્તે નાઠો. કેટલાક ભારતીય રાજાઓએ તેનો પીછો કરી તેના માટે ભારે મુશ્કેલીઓ ઉભી કરી, પરંતુ તે ગઝની પહોંચી ગયો. તે પછી તેણે ક્યારે ય ભારતવર્ષ પર આક્રમણ ન કર્યું. ઈ.સ. 1030માં મહમુદ ગઝનીનું મૃત્યુ થયું.

ભીમદેવ પહેલાએ થોડો વખત રાજ્ય બહાર રહી, ફરી પાટણને સંભાળ્યું.

કહે છે કે ભીમદેવ તથા માલવનરેશ ભોજે સાથે મળીને સોમનાથના મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સોમનાથના ભવ્ય પાષાણ મંદીરનું પુન:નીર્માણ થયું. તેના સમયમાં મોઢેરામાં સુર્યમંદીર બંધાયું. આબુના દંડનાયક વીમલ મંત્રીએ આબુ પર ભગવાન આદીનાથનું આરસનું દેરાસર બંધાવ્યું.

ભીમદેવ પહેલાએ આશરે 42 વર્ષ રાજ્ય કર્યું. (ઈ.સ. 1022 – 1064).

ભીમદેવના સ્વર્ગવાસ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. (ઈ.સ. 1064 – ઈ.સ. 1074). કર્ણદેવે દક્ષીણમાં લાટપ્રદેશ પર વીજય મેળવી પાટણની સત્તાને કોંકણના સીમાડા સુધી પહોંચાડી.

ર્ણદેવે ગોવાપ્રદેશની કદંબકન્યા મીનળદેવી સાથે લગ્ન કર્યાં.

તે સમયમાં ઉત્તરે સારસ્વત મંડલ તથા દક્ષીણે ખેટક મંડલની વચ્ચે – એટલે હાલના અમદાવાદની આસપાસના પ્રદેશમાં – ગાઢાં જંગલો હતાં જ્યાં ભીલ સમુદાયો વસતા. આશાપલ્લી (હાલ અસલાલી) નામે ઓળખાતા આ દુર્ગમ પ્રદેશમાં ભીલ રાજા આશા ભીલનું રાજ્ય હતું. કર્ણદેવે તેને હરાવી આશાપલ્લીની પાસે કર્ણાવતી શહેર વસાવ્યું. (ચાર-પાંચ સદી પછી અહીં અહમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું).

આ ઉપરાંત કર્ણદેવે અન્ય નગર, તળાવ અને મંદીરો પણ બંધાવ્યાં. કર્ણદેવ સાહીત્યપ્રેમી રાજા હતો.

કર્ણદેવના જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે રાજ્ય પર તેની સત્તા ઢીલી પડતી ગઈ, ત્યારે તેની રાણી મીનળદેવીએ પાટણને સંભાળવાની જવાબદારી ઉપાડી. કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર અને પાટણનો યુવરાજ જયસીંહ ત્યારે હજુ કીશોર અવસ્થામાં હતો.

મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહની કથા હવે પછી ……

17 thoughts on “મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ

 1. મને ઈતિહાસ જાણવો ખુબજ ગમે છે. મારૂં વતન કાંઝ ( વિરમગામથી ૨૨ કિ.મી. અને કડીથી ૨૨ કિ.મી.)છે. અમારા ગામમાં અમારા બ્રાહ્મણ ઠાકર બંધુંઓના પચાસ કુંટુંબ છે. મારા ગામમાં એક ઐતિહાસિક કૂવો કે જેનું નામ સગદરીયો છે. અમારા પૂર્વજોમાં એક શ્રીપાદજી ડોસાદાદા અને વિરૂમાંનું મદિંરનું બાંધકામ ગુજરાત , સૌરાષ્‍ટ્ર અને બહાર વસતા કાંજ ગામના જ અમારાં ઠાકરબંધુંઓ દ્વારા કામગીરી ચાલી રહી છે.
  અમારા કુંટુંબમાં એક રીટાયર્ડ ફોજી ઓફિસર અને અમારા કાકાશ્રી પટવર્ધન ભાઈ ઠાકર આ કામગીરીમાં ખુબ ઉત્સાહથી બજાવી રહ્યા છે.
  આ બાબતે આપ પણ કાંઈ જાણતાં હોય તો જણાવવા વિનંતી છે. મારૂ Email Address rasik_t@yahoo.com છે.
  આભાર

  Like

 2. થોડોક ફેરફાર સુંચવું છું. મહમ્મદ ગઝનવી સાથે ૫૦૦૦ માણસો હતા. ૨૫મી ડીસેમ્બર ૧૦૨૫ના દીવસે હુમલો કરેલ. ત્રણ દીવસમાં પચાસ હજારની કતલ થવાની હતી. મહમદના એક સરદારના કહેવાથી લુંટેલી સંપતીને ગઝની લઈ જવા લગભગ ૧૦૦૦૦ સસ્ક્તને ગુલામ બનાવી ગઝની લઈ ગયો. મંદીરના પુજારીઓએ આશ્ર્વાશન આપેલ કે મહમદ આંધળો થઈ જશે, વગેરે, વગેરે,. મહમદે પોતે લીંગ ઉપર હલ્લો કરેલ અને મંદીર તોડી એના પત્થરો સહીત બધું ગઝની લઈ ગયો અને પત્થરોને ગઝનીમાં મસ્જીદના પગથીયામાં લગાવ્યા.

  Like

 3. પ્રિય મિત્રો આજનો દિવસ મારા માટે ઘણોજ ખુશીનો છે .સુડતાલીશ વર્ષ પહેલા આ સીધપુર નો હસ્ત લિખિત પુસ્તિકા મારા કુટુંબ માંથી વર્ષમાંપધ્ય મળેલ ત્યારથી આ પુસ્તિકા ને ઔદીચ્ય બ્રાહ્મણો સુધી પહોચાડવા ની ખુબજ મોટી મહત્વકાન્ષા હતી તે આજે પૂરી થઈ .આપનો અભિપ્રાય મોક્લસો સાથે આ પુસ્તિકા નું ગધ્ય માં લખી સકાય તેમ હોય તો જરૂર થી મને મોકલાસો તમારો ખુબજ ઋણી રહીશ .બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર …..આપનો ઘનશ્યામ જાની
  http://ghanshyamjani51.wordpress.com/2012/01/11/sidhpur-patan-gujarat-history-jigneshver-jani-ambasan-a-d-1353/

  Like

 4. maru gujrat bharat mata na jamana hath ni muththi se.1 juni kahevat se ke ” bandhi muththi lakh ni.” gujrat bharatmata ni muththi se. jema hira,moti,manek,sona jevi aneri zaverat se. jema anek mandiro,santo-mahatma,dhamshala se. ahiya satya,daya,karuna ane khas sourashtra ni mahemangati se. jay jay garvi gujrat. kirankumar sarvaiya. Lic agent. botad. cont. 9998067466

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.