લેખકોને નીવેદન

સંપાદકીય
 

ભાષા સાથે કામ પાડનારાં મહત્વનાં બે જુથ છે. એક શીક્ષકો અને બીજા આપણે લેખકો. જોડણી સુધાર અને ખાસ કરીને એક જ ઈ-ઉના વીચારને શીક્ષકોએ વ્યાપક ટેકો કરેલો છે. જોડો ક્યાં ડંખે છે અને એનો શું ઉકેલ કાઢવો રહ્યો એ જાણે કે તેઓ સમજે છે. અનેક લેખકો-પત્રકારો પણ આ સુધારાની અનીવાર્યતા અને દુરગામી શક્યતાઓ સમજીને આ અભીયાનના સમર્થકો બન્યા છે. ગુજરાતી લેખક મંડળનો ફાળો તેમાં નોંધપાત્ર છે.

ભાષાના સર્જનાત્મક ઉપયોગ દ્વારા ગુજરાતી ભાષક સમાજ સાથે સીધો નાતો ધરાવનાર તરીકે આપના તરફથી પણ અપેક્ષા રહે છે. આજુબાજુ જોવાથી જ સમજાય છે કે આજે જ યુઅગ તો બદલાઈ ગયો છે, આવતીકાલે તો આપણી ગુજરાતી ભાષાડીજીટલ ટેકનોલોજીના કોમ્પ્યુટર કે મોબાઈલ જેવા પ્લેટફોર્મ પર ઉભી રહી શકશે કે કેમ, શહેર-ગામોમાં ફેલાતા જતા અંગ્રેજી જુવાળ સામે ટકી શકશે કે કેમ ? આજે હવે ભાષા, પંડીતો વચ્ચેના શાસ્ત્રાર્થ કે ખીત્તાઝબોળ કલમ-વૈભવની વસ્તુ રહી નથી. એ શીક્ષણ, જ્ઞાન કે મનોરંજનના પ્રસાર માટેનું અને સામાન્યમાં સામાન્ય માણસના રોજીંદા આદાન-પ્રદાન અને વહેવારનું અગત્યનું સાધન છે. જોડણી અને લીપીમાં આ યુગાનુરુપ સરળતા-સહજતા લાવવાનું ચુકીશું તો સમાજના એક પ્રતીનીધી એવા સર્જક તરીકેની ફરજ ચુક્યા ગણાઈશું.

આથી જોડણી સુધાર અન્વયે એક જ ઈ-ઉની આ રજુઆતમાં મન ખુલ્લું રાખી સામેલ થવા વીનંતી છે.માત્ર સરળતાને ખાતર સરળતાનો મુદ્દો નથી જ પરંતુ ભાષા-વૈજ્ઞાનીક દૃષ્ટીકોણથી, ઐતીહાસીક-સામાજીક સંદર્ભોથી કે ભાષાફરજ /ભાષાપ્રેમ જેવાં અનેક પાસાંઓથી ચકાસાઈને આ સુધારો છેલ્લા દાયકા દરમ્યાન વાજબી સાબીત થયેલો છે. એ બધું જ તો આટલી નાની પુસ્તીકામાં સમાવી ન શકાય,પરંતુ સામાન્ય રીતે ઉઠતા અનેક સવાલોના સીધાસાદા
જવાબો ( અને કેટલાક પ્રશ્નો પણ ) આપને અહીં જોવા મળશે. જે પણ લેખકમીત્રોને વધુ અભ્યાસની જરુર લાગે તેઓને અનેકવીધ સાહીત્ય ‘ભાષા પરીષદ’નો સંપર્ક કરવાથી મળી શકશે.

જોડણી, લીપી કે વ્યાકરણની સમસ્યાઓ સામાન્ય ભાષકના સામાન્ય જ્ઞાન-પરીઘની બહારના મુદ્દાઓ છે. છતાં આ સમસ્યાઓના પ્રતીભાવે જ તે ભાષાથી ( અને અંતે તેના ઉપયોગથી ) વીમુખ થતો હોય છે. તેવા સંજોગોમાં ભાષાની આ સમસ્યાઓ સમજવાની, તે અંગે વીચારવાની, કશુંક કરવાની જરુર નથી શું ?

                                                                                                         —-કીરણ ત્રીવેદી (સંપાદક)
                                                પરામર્શકો : ડૉ. યોગેન્દ્ર વ્યાસ, રામજીભાઈ પટેલ, ઈન્દુકુમાર જાની.

2 thoughts on “લેખકોને નીવેદન

 1. મેં ગદ્યમાં તો ઉંઝા જોડણી વાપરવાનો પ્રયોગ કર્યો છે, પણ કવીતામાં શું?
  ત્યાં લઘુ ગુરુ કેવી રીતે જુદા પડાય? માત્રાઓનું શું? મને ઇમેલથી જણાવશો તો આભારી થઈશ.

  Like

 2. થોડો કામકાજે વ્યસ્ત છું એટલે મોડું થઈ રહ્યું છે, બાકી એકપછી એક નવા મુદ્દાઓ આવતા જ જવાના છે.
  આપણા ગુરુઓના ગુરુ અને અતી કડક વીવેચક બ.ક.ઠા. પોતાની કવીતામાં જ્યાં લધુ આવતો હોય છતાં તે અક્ષર દીર્ઘ ઈ કે ઊ હોય તો એને હ્રસ્વ કરી દેતા ! એવા કેટલાય પ્રયોગો પંડીતયુગમાં થતા. એવે સમયે કરિયે કે કરિશું થઈ જતું !!

  આપણે આપણી જ જોડણી રાખવી, એનાથી કોઈ અનર્થ થવાનો નથી. મારી પાસે શબ્દોની એક લાંબી યાદી છે એને આજકાલમાં મુકવાનો છું. દિન-દીનમાં જે ચીંતા સૌને થાય છે એવી ચીંતાનો અંશ પણ આપણને આટલા બધા શબ્દોમાં થતો નથી ! કવીતામાં પણ બધેજ દીર્ઘ હશે તો કોઈ જ તકલીફ નથી.

  તમે મારા બ્લોગ્સની લીંક આપી જ છે તેથી આ સવાલોને હું તાત્કાલીક મુકી દઈશ. આભાર.

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.