ગુજરાતી ભાષા પરીષદનું પ્રકાશન:કેટલીક હકીકતો !

                                           

” જોડણી વીચાર ” માંથી ક્રમશ:

(ગુજરાતી ભાષાપરીષદના ઉપક્રમે ઉંઝા જોડણી અંગેના કેટલાક વારંવાર પુછાતા સવાલોના જવાબો ગુજરાતીભાષાવીજ્ઞાનના પ્રાધ્યાપક  ડૉ.યોગેન્દ્ર વ્યાસે આપ્યા હતા.એ પુસ્તીકા અહીં ક્રમશ: રજુ કરીએ છીએ.)

** જોડણીમાં એક જ ઈ-ઉની હીમાયત તો હાલની સ્વીકૃત જોડણીના સમય પહેલાંથી ગોવર્ધનરામ ત્રીપાઠી જેવા સાક્ષરો દ્વારા થતી આવી છે.
** બે-બે ઈ-ઉની નીરર્થકતા વીષે પણ અનેક વાર ભાયાણી સાહેબ, પ્રબોધ પંડીત જેવા વીદ્વાનોએ અંગુલીનીર્દેશ  કર્યો જ છે.
** હાલનું ઉંઝાજોડણી અભીયાન પણ 15 વર્ષથી આ મુદ્દે સતત કાર્યરત છે.
** જાન્યુ. 2000ની સાલથી ‘ગુજરાતી ભાષા પરીષદ’ના નેજા નીચે સંગઠીત કામ થઈ રહ્યું છે.જેને સેંકડો ભાષા-કર્મીઓનો ટેકો છે.  ભાષાને લગતાં કામો માટે સંસ્થાની નોંધણી પણ કરાવાઈ રહી છે.)
** જાન્યુ. 1999માં ઉંઝા ખાતેની પહેલી જોડણીપરીષદમાં  250 જેટલા ભાષા-વીજ્ઞાનીઓ, ભાષાવીદો, લેખકો, શીક્ષકો ઉપરાંત અનેક સામાજીક ક્ષેત્રના ભાષાપ્રેમીઓએ બે દીવસની સઘન ચર્ચાને અંતે ‘એક જ ઈ-ઉ’નો ઠરાવ  કર્યો છે.    
** એ પછી અત્યાર સુધીમાં 60 ઉપરાંત લેખકોનાં 90 જેટલાં પુસ્તકો નવી જોડણીમાં છપાઈ ચુક્યાં છે.
** ગુજરાતી સાહીત્ય પરીષદે જયંત ગાડીત અને બળવંત પટેલનાં ઉંઝાજોડણીમાં છપાયેલ પુસ્તકોને પુરસ્કૃત કર્યાં છે.
** નયા માર્ગ, વીવેકપંથી,વૈશ્વીક માનવવાદ, સલામતી જેવાં સામયીકો અને મધ્યાંતર દૈનીક વર્ષોથી નવી જોડણીમાં છપાઈ રહ્યાં છે. ભુમીપુત્ર, લેખક અને લેખન જેવાં અનેક પ્રકાશનોએ તેનો આંશીક સ્વીકાર કરેલો છે.
** ગુજરાતી લેખક મંડળ 1996થી અભીયાનનું પુરસ્કર્તા રહ્યું છે. હાલમાં પણ તેના 50 જેટલા લેખક સભ્યો ભાષા પરીષદના સમર્થક અને એક જ ઈ-ઉના હીમાયતી છે.
** આ ઉપરાંત અનેક લેખકો વ્યક્તીગત રીતે આ સુધારાને વાજબી માને છે, પરંતુ વ્યાપક સ્વીકૃતીની રાહ જોવાનો મત ધરાવેછે.                

——————————————————————

 [પ્રકાશન સૌજન્ય : માનવ મીડીયા-કીરણ ત્રીવેદી-]

2 thoughts on “ગુજરાતી ભાષા પરીષદનું પ્રકાશન:કેટલીક હકીકતો !

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.