જય હો સીદ્ધરાજ જયસીંહનો !

.

ગુજરાતનો ઈતીહાસ (15): સીદ્ધરાજ જયસીંહનું રાજ્યારોહણ

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . .

ગુજરાતનો મહાન ચક્રવર્તી રાજા સીદ્ધરાજ જયસીંહ.

માંડલીકો માટે મહારાજાધીરાજ સીદ્ધરાજ જયસીંહ. ઈતીહાસકારોની દ્ર્ષ્ટીએ ત્રીભુવનગંડ, અવંતીનાથ, સીદ્ધ ચક્રવર્તી શ્રી જયસીંહ દેવ.

જયસીંહના દાદા ભીમદેવને ત્રણ રાણીઓ હતી તેવી કથા છે. તેમાંથી બે મુખ્ય: વણીકરાણી બકુલાદેવી (બઉલાદેવી) અને રજપુત રાણી ઉદયમતી.

ઉદયમતી સૌરાષ્ટ્રના રાજા નરવાહન ખેંગારની કુંવરી. બકુલાદેવીનો પુત્ર ક્ષેમરાજ તથા ઉદયમતીનો પુત્ર કર્ણદેવ.

ભીમદેવના મૃત્યુ સમયે ઉદયમતીનો પીયરપક્ષ પ્રભાવી રહ્યો. ફલત: ઉદયમતીના કુમાર કર્ણદેવને ગાદી મળી.

કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર તે જયસીંહ.

કર્ણદેવના અંતકાળે ગુર્જર દેશની શાન ઝાંખી પડી હતી અને તેની સત્તા અને વ્યાપમાં ઘટાડો થયો હતો. કર્ણદેવનું અવસાન થયું ત્યારે જયસીંહ હજી કુમારાવસ્થામાં હતો.

ઈ.સ. 1096માં પાટણની ગાદી પર જયસીંહનો રાજ્યાભીષેક થયો. જયસીંહ પર સૌથી વીશેષ પ્રભાવ રાજમાતા મીનળદેવીનો હતો.

મીનળદેવીએ બાળરાજા જયસીંહનું સર્વાંગી ઘડતર કર્યું. જયસીંહના સમર્થ રાજવી તરીકેના વીકાસમાં રાજમાતા પ્રેરક શક્તી બની રહી. વીચક્ષણ અમાત્યોએ પણ જયસીંહના વીકાસમાં મહત્વનો ફાળો આપ્યો.

જયસીંહે પાટણની ધુરા સંભાળી અને એક ઘા થયો.

માળવાનરેશ નરવર્માએ પાટણ પર આક્રમણ કર્યું. તે સમયે પાટણનો વહીવટ સાન્તુ મંત્રી નામના બાહોશ મંત્રી પાસે હતો. તેમણે પાટણને બચાવવા ખંડણી આપી અને નરવર્માને પ્રસન્ન કરી પરીસ્થીતી સાચવી લીધી. પરંતુ માળવાનો આ ઘા જયસીંહના મનમાં હંમેશા સમસમતો રહ્યો.

જયસીંહે કેવાં પરાક્રમો દાખવી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું? આ વાત હવે આલેખીશું ……

3 thoughts on “જય હો સીદ્ધરાજ જયસીંહનો !

 1. સીધ્ધરાજની વાત કરો ત્યારે કાક અને ઉદા મહેતાના સંઘર્શની જે વાત ‘ગુજરાતનો નાથ’ માં આવે છે તે સાચું હતું કે કેમ તે પણ જણાવજો.
  એ કથાઓમાં સીધ્ધંરાજને બહુ નમાલો બતાવ્યો છે તે શું સાચું હતું?

  Like

 2. ઐતીહાસીક નવલકથાઓની એ જ તો તકલીફ હોય છે ને. દર્શકે પણ ઝેરતો પીધાં..માં સમયના ખડોની રીતે ઘણી ગરબડ કરી છે. મુનશીનાં પૌરાણીક પાત્રોની તો વાત જ ન થાય ! અમે એમ.એ.માં એમની ભહુ ઠેકડી ઉડાડતા. મુનશીના દેવો અને -દાનવો વચ્ચે ફેર જ ન લાગે એવાં પાત્રાલેખનો છે !

  હરીશભાઈને કહીશું.

  Like

 3. siddhraj jevo pratapi raja……..jasma odan sathe….premma pade chhe…….tya sudhi samji shakay pan…..pan sidhraj….jasma upar…..patrani banva daban kare chhe………..Rankdevinu haran kare chhe…..Ra khengarne haravi pan aa vaat……mare gale utartinathi…Sadhara Jesang ne itihaskaro a khoti rite mulvyo chhe……Ghana badha karan hoi shake…..To aeni Chhanavat thay a jaruri chhe…..” Karan Sadhro Jesang” Apana Gurjar Deshno Sauthi Vadhare Prathibhashali Rajavi Lekhi Shakya…….Jo Hemchandracharye ” SiddhHemni Rachana kari…….” Teno Shasankal Aetale Gujarat no suvarnyug…

  Like

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.