વડ એ નેતૃત્વનું જાણે પ્રેતીક હોય એમ કવીએ એને દર્શાવ્યો છે ! એક તબક્કે તો કોઈ નેતાને લક્ષ બનાવીને કાવ્ય રચ્યું હોય એવોય વહેમ જાય, એટલી હદે વડની મોટાઈ એમણે કાવ્યમાં વણી છે.
વડના એકેએક ગુણને માણવા જેવો છે. આશા રાખું કે આ કાવ્યને સૌ મુલવીને રજુઆત કરે.
[સ્રગ્ધરા] —ઉમાશંકર જોષી.
ઉંચી કો ટેકરીના શીખર પર શીખા શા ઉગી સૃષ્ટી ક્યારે
સૌથી ઉંચા ગણાવું ગમ્યું નહીં વડને, ગામને ગોંદરે કે
તીરે ઉગે તળાવે પસરી નીજ ઘટા ઘેર ગંભીર નમ્ર.
રોપી વજ્રે ઘડેલું અડગ થડ ધરામાં, ખુંચી મુળ ઉંડાં,
વાધે ઉંચો જરી, કે અધીક થવું ઉંચા એ ન આદર્શ એને.
પોષ્યો જે ભુમીમાતે નીજ હૃદયતણા દુધ મીઠાં પીવાડી
એને જૈ ભેટવાને ઢળી પડી વડવૈ, ફેલવાં, ને, ન ભુલે
ડાળો, ટેટા, સુપર્ણો હસમુખ ગગને જે કૃપાવારી વર્ષે.
પાયો ઉંડો જમાવી વધી વધી લળતા, ને વડેરા જણાવા
રાખે હૈયે સ્પૃહા ના, અમર પુરુષ એવા અહીં કોક, જેનો
સૌજન્યે ધીર આત્મા ન લવ પણ કદી ઈશ એહ્ શાન ભુલે,
તો યે અસ્તીત્વ આખું જહીં થકી ઉપન્યા, તે પ્રતી જૈ ઝુકી ર્ હે.
છાંયો ઢાળી, નીહાળી અવરજવર સૌ જીવની રાચી ર્ હેતા,
ઝંઝા ઝુઝે, ન ધ્રુજે, ખખડધજ વડો એ કદી પુણ્યપર્ણા.
સુંદર કાવ્ય.
છાંયો ઢાળી, નીહાળી અવરજવર સૌ જીવની રાચી રહેતા,
ઝંઝા ઝુઝે, ન ધ્રુજે, ખખડધજ વડો એ કદી પુણ્યપર્ણા.
યુકેલિપ્ટસથી છવાયેલી પૃથ્વી પર કાશ આવા વડો ઠેર ઠેર ઉગી નીકળે.
LikeLike
એમના શબ્દોની પસંદગી અસ્સલ ઉમાશંકરીય છે. પુણ્યપર્ણા શબ્દ કેવો બંધબેસતો આવી જાય છે વડના પાવીત્ર્યપુર્ણ પાન માટે! 21 અક્ષરના લાંબા અને પીઢતા દર્શાવતા સ્રગ્ધરા છંદને પણ કવીએ કેવો પ્રયોજ્યો છે ! ઝંઝા ઝુઝે, ન ધ્રુજે દ્વારા એની અડગતા અને વડપણ દર્શાવીને શબ્દો પાસેથી બરાબરનું કામ લીધું છે.
થૅન્ક્સ.
LikeLike