જુના ઘરમાં…

–જુગલકીશોર.

(પરંપરીત કટાવ)

જુના ઘરનું
વર્ષોથી જે બંધ પડેલું દ્વાર
ખોલતાં
પુરાયેલી હવા મને વળગી ગઈ.

એક ખુણેથી
ઉડી રહી વાગોળ.
હું મારી પુર્વસ્મૃતી વાગોળી રહું …
ત્યાં-
એક ચીંથરું પગ સાથે અફળાય !
ધીરે રહીને ઉપાડીને જોઉં-

અરે ! આ સ્વર્ગવાસીની માતાની..સાડી..!

પગને મારા એ ચીંથરાએ બાંધ્યા.
આસપાસ વળગેલી
જુની એ જ હવાને
શ્વાસ મહીં ખેંચીને ઉભો-
સ્થીર.

પછી તો–
બાજુના જ રસોડામાંથી આવી
માતા.
પહેલાં તો એ વઢી :
” આટલો રખડે છે ક્યાં બહાર ?”
જોઈને કપડાં મેલાં, ” ચાલ હવે નવડાવું, ગંદા !”
કપડાં સર્વ ઉતારીને
નવડાવ્યો !
ડબ્બામાંથી મીઠાઈનો ટુકડો
ખવડાવ્યો !!
ખોળામાં બેસાડી,
કીધી વાત : “હતો રાજા ને રાણી સાત”….
આખર હેત ભરેલી ટપલી એક
લગાવી ગાલે !

ઝબકીને હું જાગ્યો.
મારા ગાલ ઉપર તો
પાંખ જાપટેલી
પેલી વાગોળે !

ભુતકાળની
સ્વપ્નજાળ સૌ અલોપ.
વાસ્તવીકતા અંધકાર થૈ અહીંતહીં અથડાય;
વાગોળ બની
આ એક ખુણેથી બીજે ખુણે
અજંપો ઉડે.
ને
હાથ પડેલું એક ચીંથરું
ભુતકાળ ને વર્તમાનની વચ્ચે
મને હીંચોળે !

25-6-1967.
 

 

2 thoughts on “જુના ઘરમાં…

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.