કોણે કહ્યું કે સીદ્ધરાજ જયસીંહ નબળો રાજા હતો ?

ગુજરાતનો ઈતીહાસ (17): સીદ્ધરાજના શાસનનો ઉગમકાળ

આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . .

સીદ્ધરાજ જયસીંહને બાળવયે પાટણની ગાદી સંભાળવાની આવી. આ એક મોટો પડકાર હતો.

વળી રાજકીય પરીસ્થીતી ધુંધળી હતી અને વંશીય ખટપટો પણ અતાગ હતી. ત્યારે રાજમાતા તથા મંત્રીઓ-અમાત્યોની સલાહ પ્રમાણે રાજાએ દોરવાવાનું હતું.

કોઈ પણ રાજવી માટે આવા સંજોગો હતાશા પ્રેરે અને તેમાં રાજાની નીર્બળતાઓ અને નીષ્ફળતાઓ ઓર સમસ્યારૂપ બને. સ્વાભાવીક છે, કેટલાક જાણકારો પણ સીદ્ધરાજને નીર્બળ રાજવી તરીકે મુલવવાની ભુલ કરી બેસે છે.

સીદ્ધરાજનાં રાજ્યકાળનાં શરૂઆતનાં વર્ષો કસોટીરુપ નીવડ્યાં.

સીદ્ધરાજની અપાર સમસ્યાઓનો દોર લગભગ દશકા સુધી ચાલ્યો …..

કીશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતાં સીદ્ધરાજનું વ્યક્તીત્વ નવો ઓપ પામતું ગયું. સીદ્ધરાજ જયસીંહે પ્રથમ તો દ્રઢતાપુર્વક રાજ્યના આંતરીક દાવપેચનાં સમીકરણો સુલઝાવ્યાં. સગાંઓના સ્વાર્થી કાવાદાવાઓને સખત હાથે દાબીને પોતાની આવડતનો અને હીંમતનો પરીચય આપ્યો. ખટપટી રાજદરબારીઓને યેનકેન પ્રકારેણ ભરડામાં લઈ ચુપ કર્યા.

આમ, સીદ્ધરાજે પોતાની રાજકીય કુનેહ અને કાબેલીયત બતાવી તથા રાજ્યકારભાર પર પોતાની પકડ મજબુત કરી. સાથે જ, ગુર્જર દેશે જે નજીકના પ્રદેશો પર પ્રભાવ ગુમાવ્યો હતો તે પ્રદેશો પર સીદ્ધરાજ જયસીંહે ફરી પોતાની આણ ફેલાવી.

સત્તા પર આવ્યા પછી માત્ર દસ જ વર્ષમાં સીદ્ધરાજની સત્તા ઠેઠ ખંભાત સુધી વીસ્તાર પામી.

આ જાણ્યા પછી કોણ કહેશે કે સીદ્ધરાજ નબળો રાજા હતો? ઈ.સ. 1108 સુધીમાં સીદ્ધરાજ જયસીંહની સત્તા ઉત્તર ગુજરાતમાં સ્થીર બની.

એક સ્વતંત્ર રાજ્યના સમર્થ સર્વસત્તાધીશ રાજવી તરીકે તેણે ‘મહારાજાધીરાજ પરમેશ્વર’નું બીરુદ ધારણ કર્યું.

તે પછી તેણે એક અન્ય મહાન વીજય (વીગતો અપ્રાપ્યવત્ અથવા અસ્પષ્ટ) પ્રાપ્ત કરી ‘ત્રીભુવનગંડ’નું બીરુદ મેળવ્યું.

સીદ્ધરાજ જયસીંહની સીદ્ધીઓની વાત આપણે ચાલુ રાખીશું …..

4 thoughts on “કોણે કહ્યું કે સીદ્ધરાજ જયસીંહ નબળો રાજા હતો ?

 1. સિદ્ધરાજને નબળો રાજા કહેનારે ઇતિહાસ વાંચ્યો નથી એમ લાગે છે. સિદ્ધરાજે સોલંકી વંશના બે ફાંટા (ભીમદેવની બન્ને રાણી ચૌલાદેવી અને લીલાદેવીના વંશજો) વચ્ચે સત્તાની ખેંચતાણ ને દૂર કરી ગુજરાતમાં રાજ્ય સત્તા સ્થિર કરી. સિદ્ધરાજના મહત્ત્વના વિજયો.

  ૧. સોરઠનો વિજય કરી ચુડાસમા સત્તાનો કાયમ માટે અંત અને સોરઠને કાયમ માટે ગુજરાતમાં ભેળવી દીશો.
  ૨. દક્ષિણ ગુજરાત (ત્યારે લાટ કહેવાતો) પ્રદેશ કાયમ માટે ગુજરાતના અંકુશમાં લાવ્યો.
  ૩. ઉત્તર ભારતમાં છેક અજમેર સુધી તેની હકુમત હતી. આ બધે પ્રદેશ બહુ લાંબા સમય સુધી ગુજરાતના તાબામાં રહ્યો હતો. (વધુ માહિતીઃ પ્રખ્યાત રાજવી પૃથ્વીરાજ ચૌહાણ સિદ્ધરાજની પુત્રી પ્રભાદેવીનો પુત્ર હતો. તેણે પોતાના ભાઇઓ સામે ગુજરાતની મદદથી સત્તા મેળવી હતી.)
  ૪. ઉજ્જૈની (માલવદેશ)ને હરાવી ત્યાના રાજવંશનો અસ્ત કર્યો. ઉજ્જૈની ત્યારબાદ લગભગ ૨૦૦ વર્ષ સુધી ગુજરાતના તાબામાં રહ્યો.
  ૫. દક્ષિણમાં છેક ગોવા સુધિના રાજાને હરાવી ત્યાં પોતાની સત્તા સ્થાપી.
  ૬. પૂર્વમાં સિંધ સુધી તેનિ આણ હતી.

  આમ છતાં ઇતિહાસે તેને યોગ્ય ન્યાય ન આપ્યો. મુખ્ય ત્રણ કારણો.

  ૧. કહેવાતા બિનસાંપ્રદાયિકોને ભારતનિ ગૌરવગાથા કહેવામાં રસ જ નથી. તેમને તો ભારત સતત વિદેશી આક્રાંતાઓનો ભોગ બન્યો છે, તેમ જ કહેવામાં રસ છે. જે ઇતિહાસ સમૃદ્રગુપ્ત જેવા ભારતવર્ષના મહાન રાજવીને ન્યાય ન આપે એ ઇતિહાસ પાસે ગુજરાતના રાજા ન્યાયની અપેક્ષા કેમ રાખી શકે?

  ૨. સિદ્ધરાજે સોરઠને હરાવ્યું. આથી સોરઠિ દંતકથાઓમાં તેનું ચરિત્રહનન કર્યું. રાણકદેવી અને તેની વચ્ચે ખોટી પ્રેમ કહાણી અને સિદ્ધરાજ દ્વારા તેના પર કુદ્રષ્ટી કરવાની કપોળકલ્પીત વાતો કરી તેને લોકનજરમાં હીણો પાડવાનો પ્રયાસ કર્યો. ઇતિહાસમાં સિદ્ધરાજે રાણકદેવી પર કુદ્રષ્ટી કરી છે આ વાતનો કોઇ પુરાવો નથી અને મુનશી અને ધૂમકેતુ તેને નકારે છે.

  ૩. મધ્યકાલિન ગુજરાતનો ઇતિહાસ મહદાંશે જૈન સાહિત્યમાં સચવાવ્યો છે. સિદ્ધરાજને જૈનધર્મ માટે કુણી લાગણિ ન હતી. આથી જૈન સાહિત્યે પોતાને અનુરુપ પ્રસંગો જેવા કે (હેમચંદ્રાચાર્યને ગ્રંથ રચવાની આજ્ઞા આપી વગેરે. તેનું કારણ તેનિ જૈનધર્મ પ્રત્યે પ્રીતિ ન હતી, પણ હેમચંદ્રાચાર્યનિ વિદ્વતાનો સ્વીકાર હતો.)જ વધુ ચગાવ્યા. હકીકતમાં સિદ્ધરાજે અનેક પ્રસંગે રાજધર્મની સાથે જૈનધર્મની સેળભેળને અટકાવી છે. ખંભાતના મંત્રી ઉદયન પર અંકુશ રાખ્યો હતો, કેમચંદ્રાચાર્યનિ ધાર્મિક પ્રવૃત્તી પર પણ અંકુશ રાખ્યો હતો. એટલુ જ નહિ, તેણે જ્યારે સિદ્ધપુરના રુદ્રમાળનો જિર્ણોદ્ધાર કરાવ્યો, ત્યારે આ રુદ્રમાળ પર ધજા ચડાવાના પ્રસંગે પાલીતાણા સહિતના ગુજરાતના તમામ જૈન દેરાસરોની ધજા નીચે ઉતારડાવી હતી. જૈન સંપ્રદાયે આનો બદ્લો તેનું ચરિત્રહનન કરી લીધો.

  સિદ્ધરાજે અનેક નવીન રાજસુધારા કર્યા.

  ૧. સગા અને મંત્રિઓની ખટપટ ઓછી કરીને રાજાને સત્તાનું કેન્દ્ર બનાવ્યું. પહેલાના રાજા મંત્રીઓના ઇશારે નાચતા હતા, જ્યારે સિદ્ધરાજ પોતાના નિર્ણયો જાતે લેતો હતો.

  ૨.પહેલા કોઇ રાજાને યુદ્ધમાં હરાવીએ તો તેને દાંતે તરણું લેવડાવી નાલેશી કરાતી અને પછી દંડ વસુલી તેની સત્તા પાછી અપાતી. એને કારણે એક પછી બીજા એમ યુદ્ધોની પરંપરા છાલતી રહેતી. સિદ્ધરાજે રાજાને પદભ્રષ્ટ કરી દંડનાયક (સામંત) નીમવાની પરંપરા રાખી. આથી સતત યુદ્ધોથી ગુજરાત આઝાદ થયું.

  ૩. તેની ન્યાયપ્રિયતા વિક્રમ જેવી હતી. મધરાતે વેશ બદલિને પ્રજાના દુઃખો જાણવાની પરંપરા તેણે રાખી હતી. પ્રજાજનો તેને વિક્રમનો જ અવતાર માનતા.

  Like

  1. ખુબ સરસ માહીતી આપી છે. લખાણની પુર્તી કરવાની સગવડ ઉપરાંત કોમેન્ટ દ્વારા એકબીજાની વાતને સમજવા–સમજાવવાની સગવડ આપણને મળી છે તેનો લાભ સરસ મળે છે. આભાર.

   Like

સુરેશ જાની ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.