‘ફાધર ઓફ ધ નેશન’ને અર્પણ !!

બાપનું તર્પણ.      –જુ.

  રાજઘાટની
માંડી બેઠા હાટ
સેવકો;

  સેવકો
ભેળાં થઈને વેચે;

  વેચે ભાતભાતની ચીજો
પાણી-મુલે :
–===–

           [1]
“ગાંધીએ
જેના સુતર-તાંતણે
લીધું હતું સ્વરાજ
એ આ ચરખો –
કાંતશે હવે
સુંવાળાં ગલગલીયાંળાં રેશમી સુત્રો.” 


[2]
“શુદ્ધ અને અહીંસક
આ ચંપલ-
રાજમાર્ગ પરના
‘કાંટા-કાંકરા’થી બચાવતાં
આપને લઈ જશે
છેક
રાજભવનમાં.”
[3]
“આ
ગરીબ બીચારી
બકરી.
તમારા ગગનચુંબી વૈભવમાં
બદામનો મામુલી ચારો ચરીને
તમારો
જનતા સાથેનો
ભ્રમ દુઝતી રહેશે.”
[4]
“ને
આ તકલી.
ચકલી ખોલો
ને
વહે જેમ ધારા પાણીની,
એમ ફેરવતાં જ એને
વહે
ધારા, વીચારની.
કેન્દ્ર પર ફરતી
આ તકલીની સાથે
ફરતી રહે ધારા પણ
વીચારની,
સીદ્ધાંતની.
આત્માના હાથવગા અવાજનો
ગુંજે
પ્રધાનસ્વર
શો મીઠો !”
[5]
“બાપુએ
હાથે કાંતેલું,
ને વણેલું ને સીવેલું
આ પહેરણ.
એની જદુઈ શક્તીની
નથી આપને ખબર –
એ પહેર્યું નથી,
ને
આપની સામેના
ગમે તેવા પુરવાર થઈ ચુકેલા
આક્ષેપોમાંથી
આપ છુટ્યા નથી !”
[6]
“સમાધીનો
પથરોય ન દેખાય
એટલાં બધાં ખડકાતાં
ગુલાબોનો સદુપયોગ –
તે આ
ગુલકંદ.
આપની શારીરીક
અને ખાસ તો
બૌદ્ધીક તંદુરસ્તી માટે  !”
–===–
રાજઘાટથી
‘ઘાટ ઘડી’ને
રાજ લઈ લ્યો-
પાણી-મુલે.

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.