Father’s !

બાપા-બાપુ        ( કટાવ-પરંપરિત) -જુગલકીશોર.

વહી રહ્યું
આ નસનસમાં
તે રક્ત-
આપનું.

અંતરતમના ઉંડાણેથી
પ્રગટી રહેતા
રોજરોજ જે કંઈ કેટલા
સંસ્કારો પણ-
તમે દીધેલા.

હજી કાલનો
ભાંખણભરીયાં મથતો,
પા પા પગલી ભરતો,
ઉભો થતાં થતાંમાં તો
હું શીખ્યો
ઉંચે
ઉંચે ચડતાં,
તો ય-
તમારો !

પીતા,
તમે તો શીખરે !
પેલી
આંગળીએ વળગીને
ચાલ્યો, દોડ્યો, ઠેક્યો, ગહેક્યો-
એનો સ્પર્શ
હજી સળવળતો
મારી કર્મરેખમાં !

હવે
તમે આકાશ, તેજ, વાયુ;
‘અગ્ની’ ને સોંપ્યા તમને
મેં જ.

હવે
આ પંચતત્વની પળોજણોનું
તત્વ પાંચમું તે
હું કણ
પૃથ્વીનું-

એ પણ
તમે જ ?
કે-
——————
તા.16-6-’07

Advertisements

One thought on “Father’s !

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.