પર’સેવા’ પર એક શ્રમીકની એકોક્તી.

આયખું આખું

પરસેવામાં ના’યાં;

આયખું આખું

પર-‘સેવા’નાં ગાણાં ગાયાં;

આયખું હવે ઝાંખું પાંખું —

સેવા પરનાં નાણાં તોયે ના’વ્યાં !!

— જુગલકીશોર.