બાળ-ઉંમરનાં પગથીયાં…

–જુગલકીશોર.

અમે હજી તો નાગાં-પુગાં
અમે હજી તો કૉંટો;

અમે હજી તો ઉગ્યાં ઉગ્યાં-
પડ્યા વગરનો ફાંટો.

અમે હજી પારણીયે, ફળીયે
પડ્યો એક ના છાંટો;

અમે હજી તો અવઢવ અવઢવ
અમે ન અરધો આંટો.

અમે ગીતની અરગમ સરગમ,
અમે નાચતાં નટો;

અમે હજી રમતાં ને ભમતાં-
નહીં ‘સમય’ને કાંટો !

અમે હજી તો રમતર ગમતર,
અમે ન પુસ્તક-પાઠો;

હજી નથી ભણતર કે ચણતર-
હજી ન ગણતર ગાંઠો !

હવે આવશે ‘ગણતર ગણતર’
બાળપણાથી નાઠો !!

One thought on “બાળ-ઉંમરનાં પગથીયાં…

આપનો પ્રતીભાવ –

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.